તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડુંગળીનું રાજકારણ:સવારે દિલ્હીમાં આંદોલન સ્થળે ખેડૂતોએ ડુંગળી વાવી, સાંજે સરકારે નિકાસની મંજૂરી આપી

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કૃષિ કાયદાઓ મુદ્દે આંદોલન કરી રહેલા ખેડૂતોને હવે એક મહિનાથી વધુનો સમય થઈ ગયો છે. પંજાબ, હરિયાણા સહિત વિવિધ રાજ્યોના ખેડૂતો દિલ્હીની સરહદ પર અડગ છે. ખેડૂતોનો પ્લાન અહીં લાંબા સમય સુધી રહેવાનો છે, આવી સ્થિતિમાં સમયનો ઉપયોગ કરવા માટે તેમણે અહીં જ પાકની વાવણી શરૂ કરી દીધી છે. દિલ્હી બોર્ડર પર આંદોલન કરતા ખેડૂતોએ નિરંકારી ગ્રાઉન્ડમાં ડુંગળીની વાવણી શરૂ કરી દીધી છે. દિલ્હીમાં કૃષિ કાયદાનો વિરોધ કરનારા ખેડૂતોએ હજુ સવારે ડુંગળીનું વાવેતર કર્યું છે, ત્યારે કેન્દ્ર સરકારે સાંજ સુધીમાં ડુંગળીને એક્સપોર્ટ કરવાની મંજૂરી આપી દીધી છે. ડુંગળીના ઘટતા ભાવ સરકારને વધુ ન રડાવે તે હેતુસર સરકારે ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે.

4-5 મહિના આંદોલન લંબાવવાની શક્યતા
નોંધનીય છે કે ડુંગળીનું વાવેતર અને લણવાનો સમય નવેમ્બરથી જાન્યુઆરી સુધીનો માનવામાં આવે છે. ડુંગળીના વાવેતરથી લણવા માટે 80થી 150 દિવસ સુધીનો સમય લાગતો હોય છે. આમ, ખેડૂતોએ જે પ્રમાણે નિરંકારી ગ્રાઉન્ડમાં ડુંગળીનું વાવેતર કર્યું છે એ જોતાં લાગે છે કે ખેડૂતો હજી અહીં 4-5 મહિના સુધી આંદોલન ચલાવવાના મૂડમાં છે.

ખેડૂતોએ નિરંકારી ગ્રાઉન્ડમાં ડુંગળીની વાવણી શરૂ કરી દીધી.
ખેડૂતોએ નિરંકારી ગ્રાઉન્ડમાં ડુંગળીની વાવણી શરૂ કરી દીધી.

આંદોલનની સાથે સાથે ખેડૂતો ડુંગળીનું વાવેતર કરી રહ્યા
આંદોલનકારી ખેડૂતો કહે છે કે આપણે અહીં લાંબા સમયથી રોકાયા છીએ અને અમારે લાંબા સમય સુધી સ્થિર રહેવાનો પ્લાન છે, એવામાં અમે આ ગ્રાઉન્ડમાં ડુંગળીનું વાવેતર રહ્યા છીએ. આ ટૂંક સમયમાં તૈયાર થઈ જશે, જેથી અમે તેનો અહીં ઉપયોગ કરી શકીએ.

ખેડૂતો પણ પીછેહઠ કરવાનું નામ નથી લઈ રહ્યા
તમને જણાવી દઈએ કે છેલ્લા એક મહિનાથી ખેડૂતો દિલ્હીની સરહદે અડગ થઈને આંદોલન ચલાવી રહ્યા છે. ખેડૂતોની આ સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. એવામાં અહીં બેઠેલા હજારો ખેડૂતો માટે સવાર-સાંજ લંગર પણ બની રહ્યાં છે, ખેડૂતો પરસ્પર સહયોગથી દરેક માટે લંગરની વ્યવસ્થા કરી રહ્યા છે. ફક્ત ધરણાં કરી રહેલા ખેડૂતોને જ નહીં, પરંતુ ત્યાં પહોંચતી દરેક વ્યક્તિ માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

કૃષિ કાયદાને પરત લેવાની ખેડૂતોની માગ
નોંધપાત્ર વાત એ છે કે કૃષિ કાયદાના મુદ્દે ખેડૂતો અને સરકાર વચ્ચે 6 રાઉન્ડની વાતચીત થઈ ગઈ છે. સરકાર કાયદામાં કેટલાક સુધારા કરવા સંમત છે, જ્યારે ખેડૂતો જણાવી રહ્યા છે કે ત્રણેય કાયદા પરત લેવા જોઈએ. ખેડૂતોનું કહેવું છે કે તેમણે ક્યારેય આવા કાયદાઓની માગ કરી નથી, આ કાયદાઓ તેમના કામના નથી અને નુકસાન પહોંચાડનારા છે.

સતત ચાલી રહેલી વાતચીત હવે આગળ પણ વધી રહી છે. મંગળવારે ફરી એકવાર સરકાર અને ખેડૂતો વચ્ચે વિજ્ઞાનભવન ખાતે વાતચીત થઈ શકે છે, જેમાં કંઈક રસ્તો નીકળવાની આશા રાખવામાં આવે છે.

છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં અત્યારસુધી આંદોલનકારીઓએ ભારત બંધ, ઉપવાસ, ટોલ ફ્રી, થાળી વગાડવાની પદ્ધતિઓ અપનાવી ચૂક્યા છે અને ખેડtતો પણ પીછેહઠ કરવાનું નામ નથી લઈ રહ્યા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો