• Gujarati News
  • National
  • Case Filed Against 2500 SP Leaders And Activists For Gathering Crowd, Election Commission Orders Report By 11 A.m. Today

UP ચૂંટણી સંગ્રામ:ભીડ એકઠી કરતાં SPના 2500 નેતા-કાર્યકર્તા સામે કેસ દાખલ, ચૂંટણીપંચે 24 કલાકમાં રિપોર્ટ આપવા આદેશ કર્યો

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ છોડી ગયેલા પ્રસાદ મૌર્ય અને ધર્મ સિંહ સૈની સહિત 8 ધારાસભ્યને પક્ષમાં આવકારવા કાર્યક્રમ યોજાયેલો

લખનઉમાં સમાજવાદી પાર્ટીના કાર્યાલય પર શુક્રવારે હજારોની સંખ્યામાં ભીડ એકત્રિત થવા અંગે ચૂંટણીપંચ ભારે નારાજ છે. પંચે ગોતમપલ્લી પોલીસ સ્ટેશનના વડા દિનેશ સિંહ બિષ્ટાને સસ્પેન્ડ કર્યા છે, જ્યારે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (ACP) અખિલેશ સિંહ અને લખનઉ મધ્ય વિધાનસભા એરિયાના રિટર્નિંગ ઓફિસર અપર નગર મેજિસ્ટ્રેટ ગોવિંદ મૌર્ય પાસે 24 કલાકમાં સમગ્ર ઘટના અંગેનો રિપોર્ટ માગ્યો છે.

કોરોનાની સ્થિતિ વચ્ચે ભીડ એકઠી કરવામાં આવતાં ચૂંટણીપંચ ખફા છે.
કોરોનાની સ્થિતિ વચ્ચે ભીડ એકઠી કરવામાં આવતાં ચૂંટણીપંચ ખફા છે.

ચૂંટણીપંચે ગૌતમપલ્લી પોલીસ સ્ટેશનમાં સમાજવાદી પાર્ટી(SP)ના આશરે 2500 નેતા-કાર્યકર્તા સામે ફરિયાદ (FIR) દાખલ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ છોડ્યા બાદ ભૂતપૂર્વ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય અને ધર્મ સિંહ સૈની સહિત 8 જેટલા ધારાસભ્યોએ શુક્રવારે લખનઉમાં SP સાથે જોડાઈ ગયા હતા. SP કાર્યાલય પર તેમને પક્ષનું સભ્યપદ આપવા એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હજારોની સખ્યામાં લોકો એકત્રિત થયા હતા.

આ સાથે એવી પણ માહિતી મળી છે કે CRPCની કલમ 144 હેઠળ SP સામે પગલાં ભરવામાં આવ્યાં છે. પોલીસ કમિશનર ડીકે ઠાકુરે જણાવ્યું હતું કે આશરે અઢી હજાર નેતા અને કાર્યકર્તાઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પહેલા વીડિયોગ્રાફી કરાવવામાં આવી છે અને ત્યાર બાદ ચિહ્નિત કરવામાં આવ્યા છે તથા ત્યાર બાદ પગલાં ભરવામાં આવી રહ્યાં છે.

બીજી બાજુ, આ ઘટના અંગે લખનઉ જિલ્લા અધિકારી અભિષેક પ્રકાશે સ્પષ્ટ કરી દીધું છે કે SP દ્વારા આયોજિત કાર્યક્રમ માટે કોઈ જ મંજૂરી આપવામાં આવી ન હતી. જ્યારે આ કાર્યક્રમ અંગે માહિતી મળી ત્યારે પોલીસને SP કાર્યાલય મોકલવામાં આવી હતી અને આ અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે.