તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Afzal Guru, Who Conspired To Attack Parliament In 2001, Was Hanged, He Sang Before The Execution

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈતિહાસમાં આજે:2001માં સંસદ હુમલાનું ષડયંત્ર રચનારા અફઝલ ગુરૂને થઈ હતી ફાંસી, તેણે ફાંસી પહેલા ગીત ગાયુ હતું

17 દિવસ પહેલા
 • કૉપી લિંક

2001ની 13 ડિસેમ્બરની સવાર. સંસદમાં વિન્ટર સેશન ચાલી રહી હતી અને મહિલા અનામત બિલ પર હંગામો ચાલી રહ્યો હતો. બિલ પર ચર્ચા થવાની હતી પણ હંગામાના કારણે 11 વાગ્યેને 2 મિનિટે સંસદને સ્થગિત કરી દેવાઈ હતી.

તેના પછી તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને વિપક્ષના નેતા સોનિયા ગાંધી સંસદથી નીકળી ચૂક્યા હતા. લગભગ સાડા અગિયાર વાગ્યે ઉપરાષ્ટ્રપતિના સિક્યુરિટી ગાર્ડ તેમના બહાર આવવાની રાહ જોઈ રહ્યા હતા અને ત્યારે જ સફેદ એમ્બેસેડરમાં સવાર 5 આતંકી ગેટ નંબર-12થી સંસદ પરિસરમાં ઘૂસી ગયા. એ સમયે સિક્યુરિટી ગાર્ડ નિઃશસ્ત્ર રહેતા હતા.

આ જોઈને સિક્યુરિટી ગાર્ડે એ એમ્બેસેડર કારની પાછળ દોટ લગાવી દીધી. ત્યારે અફરાતફરીમાં આતંકીઓની કાર ઉપરાષ્ટ્રપતિની કાર સાથે અથડાઈ ગઈ. પછી તો ગભરાઈને આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. આતંકીઓની પાસે એકે-47 અને હેન્ડગ્રેનેડ હતા, જ્યારે સિક્યુરિટી ગાર્ડ પાસે હથિયારો નહોતા.

સાંજે 4 વાગ્યા સુધી ઓપરેશન ચાલ્યું અને તમામ પાંચેય આતંકી માર્યા ગયા. સંસદ પરના આ હુમલામાં દિલ્હી પોલીસના પાંચ જવાન, સીઆરપીએફની એક મહિલા સિક્યુરિટી ગાર્ડ, રાજ્યસભાના બે કર્મચારી અને એક માળીનું મોત થયું હતું.

સંસદ હુમલાના બે દિવસ પછી 15 ડિસેમ્બર, 2001ના રોજ અફઝલ ગુરૂ, એસઆર ગિલાની, અફશાન ગુરૂ અને શૌકત હુસેનની ધરપકડ કરાઈ. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ગિલાની અને અફશાનને મુક્ત કરી દીધા પરંતુ અફઝલ ગુરૂને મોતની સજા યથાવત્ રાખી. શૌકત હુસેનની મોતની સજા પણ ઘટાડી અને 10 વર્ષની સજાનો નિર્ણય સંભળાવ્યો.

સંસદ હુમલાના માસ્ટરમાઈન્ડ અફઝલ ગુરૂને આજના જ દિવસે 2013માં દિલ્હીની તિહાડ જેલમાં સવારે 8 વાગ્યે ફાંસી આપવામાં આવી હતી. અફઝલ ગુરૂને તિહાડમાં જેલ નંબર-3માં રાખવામાં આવ્યો હતો.

અપને લીએ જિએ તો ક્યા જિએ...
તિહાડમાં 35 વર્ષ સુધી લૉ ઓફિસર રહેલા સુનીલ ગુપ્તાએ પોતાના પુસ્તક ‘બ્લેક વોરંટઃ કન્ફેન્શન ઓફ અ તિહાડ જેલર’માં લખ્યું છે કે ફાંસીની સવારે અફઝલ ગુરૂએ કહ્યું હતું-તે કાશ્મીરી અલગતાવાદી નથી. તે માત્ર ભ્રષ્ટ નેતાઓને મારવા માગતો હતો. તેના પછી તેણે 1966માં આવેલી ફિલ્મ બાદલનું ‘અપને લીએ જિએ તો ક્યા જિએ, તુ જિએ દિલ જમાને કે લીએ’ ગીત ગાયું હતું.

સુનીલ ગુપ્તા લખે છે કે ફાંસીના દિવસે તેણે ચા માગી પણ એ દિવસે ચા બનાવનારો જતો રહ્યો હતો તો અફઝલ અંતિમ ચા પણ પી શક્યો નહીં. ફાંસી પર લટકાવવાના બે કલાક પછી ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો. અફઝલને મકબૂલ બટ્ટની બાજુમાં જ દફનાવાયો હતો.

જ્યારે એક ઘોડાની શોધમાં લાગી હતી સમગ્ર દેશની પોલીસ
આજના જ દિવસે 1983માં આયર્લેન્ડની એક રેસના મશહૂર ઘોડા ‘શેરગર’ને કોઈએ ચોરી લીધો હતો. તેની શોધમાં આખા આયર્લેન્ડની પોલીસ લાગી હતી. આ ઘોડો આગા ખાનનો હતો. આગા ખાન આયર્લેન્ડના ઈમામ છે. આયર્લેન્ડમાં આ પ્રકારની આ પ્રથમ ચોરી હતી. 1981માં જ શેરગરને વર્ષનો સૌથી ઉત્તમ ઘોડો જાહેર કરાયો હતો.

એ સમયે એ ઘોડાની કિંમત એક કરોડ પાઉન્ડ હતી અને તેનો ત્રણ લાખ પાઉન્ડનો ઈન્સ્યોરન્સ પણ હતો. 10 ફેબ્રુઆરીની રાતે ઘોડાને ચોરનાર લોકોએ 20 લાખ પાઉન્ડની ખંડણી માગી હતી પણ ખંડણી આપવાનો ઈનકાર કરાયો હતો. ત્યારપછી ઘોડાની કોઈ ભાળ ન મળી. વીમા કંપનીઓએ પણ ઈન્સ્યોરન્સ આપવાની ના કહી, કેમકે ઘોડાના મોત અંગે સમર્થન મળી શક્યું નહોતું.

ભારત અને દુનિયામાં 9 ફેબ્રુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓઃ

 • 2010ઃ પોતાનું જીવન કુષ્ઠ રોગીઓના કલ્યાણમાં લગાવનારા સામાજિક કાર્યકર્તા બાબા આમટેનું નિધન થયું. બાબા આમટેને 1971માં પદ્મશ્રી, 1985માં રેમન મેગ્સેસે અને 1986માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા હતા.
 • 1975ઃ રશિયન અંતરિક્ષ યાન સોયૂઝ-17 અંતરિક્ષમાં 29 દિવસ વિતાવ્યા પછી ધરતી પર પરત આવ્યું.
 • 1971ઃ અમેરિકન સ્પેસ એજન્સીએ ચંદ્ર પર મોકલેલું અપોલો-14 મિશન ધરતી પર આવ્યું.
 • 1951ઃ આઝાદ ભારતમાં પ્રથમ વસતી ગણતરી માટે યાદી બનાવવાનું કામ શરૂ થયું.
 • 1757ઃ રોબર્ટ ક્લાઈવે અલીનગર સંધિ દ્વારા કલકત્તા (હવે કોલકાતા)ને સિરાજુદૌલાથી લઈને બ્રિટિશ અંકુશવાળા વિસ્તારમાં સામેલ કર્યું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો