તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારતમાં હૃદયદ્રાવક પુલવામાં આતંકવાદી હુમલાની ઘટનાને આજે બે વર્ષ પૂરા થઈ રહ્યા છે. 14 ફેબ્રુઆરી,2019નો એ દિવસ હતો કે જ્યારે ભારત દેશનો એક નાગરિક એવો નહીં હોય કે જેની આંખમાં આ ઘટના બાદ આંસુ ન આવ્યા હોય કે આક્રોશ ન જન્મ્યો હોય. ભારત વર્ષોથી પડોશી દેશ પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સ અને આતંકવાદી સંગઠનો સમર્થિત આતંકવાદનો ભોગ બનવું આવ્યું છે.
ભારતમાં રાજકીય નેતાઓની નબળાઈ કહો કે પછી ઈચ્છા શક્તિનો આભાવ, પણ ભારતે પોતાના નિર્દોષ નાગરિકોની હત્યાનો જડબાતોડ જવાબ આપ્યો નથી. ઉરી અને પુલવામાની આતંકવાદી ઘટના આ બાબતનો અપવાદ છે. ભારતના અનેક નિર્દોષ નાગરિકોના લોહી વહાવનાર આતંકવાદી હુમાલો વિશે અમે અહીં માહિતી આપી રહ્યા છીએ.
મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્ફોટ
12 માર્ચ, 1993ના રોજ મુંબઈમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયા. આ ઘટના પાછળ D-કંપનીનો હાથ હોવાનું માનવામાં આવતું હતું. આ ઘટનામાં 257 લોકો માર્યા ગયા હતા અને 713 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
કોઈમ્બતૂર બોમ્બ વિસ્ફોટ
ઈસ્લામિક ગ્રુપ અલ ઉમ્માહે કોઈમ્બતૂરમાં અલગ-અલગ 11 જગ્યા પર 12 બોમ્બ વિસ્ફોટ કર્યાં હતા. આ ઘટનામાં 60 લોકોના મૃત્યું થયા હતા.
જમ્મુ કાશ્મીર વિધાનસભા પર હુમલોઃ જૈશ એ મોહમ્મદના 3 આત્મઘાતી હુમલાખોરોએ 1લી ઓક્ટોબર,2001ના વિધાનસભા ભવન પર હુમલો કાર બોમ્બથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં 38 લોકો માર્યા ગયા હતા.
ભારતની સંસદ પર હુમલો
13 ડિસેમ્બર,2001ના રોજ લશ્કરે તોઈબા અને જૈશ એ મોહમ્મદના પાંચ આતંકવાદીએ ભારતના સૌથી સુરક્ષિત ગણાતા સંસદ ભવનના પરિસરમાં ઘૂસી આતંકવાદી હુમલો કર્યો હતો. આ ઘટના બની ત્યારે સંસદ ભવનમાં 100 જેટલા રાજકીય નેતા ઉપસ્થિત હતા. સુરક્ષા દળોએ પાંચેય આતંકવાદીને ઠાર કરી દીધા હતા. આ ઘટનામાં 6 પોલીસ કર્મચારી તથા સંસદ ભવનના 3 કર્મચારી માર્યાં ગયા હતા.
14 મે,2002માં જમ્મુ-કાશ્મીરના કાલૂચકમાં થયેલા હુમલામાં 21 જવાન શહીદ થયા અને 36 નાગરિકોના મોત થયા હતા.
અક્ષરધામ મંદિર પર હુમલો
ગુજરાતમાં 24 સપ્ટેમ્બર,2002માં લશ્કરે મોહમ્મદ અને જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓએ ગાંધીનગરના અક્ષરધામ મંદિર પર હુમલો કર્યો, જેમાં 31 નિર્દોષ નાગરિકોના મોત નિપડ્યા હતા અને 80 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
દિલ્હી શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ
29 ઓક્ટોબર,2005માં દિવાળીના 2 દિવસ અગાઉ આતંકવાદીઓએ 3 બોમ્બ વિસ્ફોટ કર્યાં. 2 વિસ્ફોટ સરોજીની નગર અને પહાડગંજ જેવા ભરચક બજારોમાં થયા. ત્રીજો વિસ્ફોટ ગોવિંદપુરીમાં એક બસમાં થયો. આ આતંકવાદી હુમલામાં 63 લોકો માર્યા ગયા હતા જ્યારે 210 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
મુંબઈ ટ્રેન વિસ્ફોટ
ઈન્ડિયન મુઝાહિદ્દીને 11 જુલાઈ 2006ના રોજ મુંબઈની લોકલ ટ્રેનોમાં 7 જેટલા અલગ-અલગ બોમ્બ વિસ્ફોટ કર્યાં હતા. આ ઘટનામાં કુલ 210 લોકો માર્યા ગયા હતા અને 715 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
અમદાવાદ શ્રેષ્ણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ
અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ બે કલાકમાં 20 બોમ્બ વિસ્ફોટ થયા હતા, જેમાં 50થી વધારે નિર્દોષ નાગરિકો માર્યા ગયા હતા.
આસામ બોમ્બ વિસ્ફોટ
આતંકવાદીઓએ રાજધાની ગુવાહાટીમાં 30 ઓક્ટોબર 2008ના રોજ વિવિધ જગ્યા પર કુલ 18 બોમ્બ વિસ્ફોટ કર્યાં હતા. આ ઘટનામાં કુલ 81 લોકો માર્યા ગયા હતા અને 470 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
26/11 મુંબઈ આતંકવાદી હુમલો
26 નવેમ્બર,2008ના રોજ પાકિસ્તાનથી આવેલા 10 આત્મઘાતી હુમલાખોરોએ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કરવા ઉપરાંત અનેક સ્થળો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. નરીમાન હાઉસ, હોટેલ તાજ અને હોટેલ ઓબેરોયને પોતાના નિયંત્રણમાં લઈ લીધી હતી. આ આતંકવાદી હુમલામાં 180 લોકો માર્યા ગયા હતા અને 300 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ઉરી હુમલો
જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકવાદીઓએ 18 સપ્ટેમ્બર,2018ના રોજ ઉરીમાં હુમલો કર્યો. આતંકવાદીઓએ સેનાના બ્રિગેડ હેડક્વાર્ટર્સ પર હુમલો કર્યો હતો.જેમાં 19 જવાન શહીદ થયા હતા.
પુલવામાં હુમલો
14 ફેબ્રુઆરી,2019ના રોજ પુલવામાંમાં સુરક્ષા દળોના કાફલા પર બારુદ-દારુગોળાથી ભરેલી કાર અથડાવી,જેમાં 40 જવાન શહીદ થયા હતા. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનોની સંડોવળણી હતી.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.