• Gujarati News
  • National
  • After The Murder, The Mastermind Said The Wise Climb The Gaddi, The Moosewala Beat; The Recording Surfaced

તિહાડ જેલમાં બંધ લૉરેન્સને શાર્પશૂટરે કર્યો તો કોલ:હત્યા પછી માસ્ટરમાઈન્ડને કહ્યું- જ્ઞાની ચઢાતા ગડ્ડી, મૂસેવાલા મારતા; રેકોર્ડિંગ સામે આવ્યું

ચંડીગઢ2 મહિનો પહેલા

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા પછી શાર્પશૂટરે તિહાડ જેલમાં બેઠેલા માસ્ટરમાઈન્ડ ગેંગસ્ટર લોરેન્સને કોલ કર્યો હતો. તેની દોઢ મિનિટનો વાતચીતનો ઓડિયો સામે આવ્યો છે. જેમાં શૂટર લોરેન્સને ફોન કરીને કહે છે, જ્ઞાની ચઢાતા ગડ્ડી, મૂસેવાલા મારતા.

શૂટર લોરેન્સને મિશન સફળ થવાની વાત કરીને શુભેચ્છા પણ પાઠવે છે. આ કોલ પછી પંજાબ પોલીસે શુક્રવારે મોહાલીમાં ગેંગસ્ટર લોરેન્સનું વોઈસ સેમ્પલ લીધું. તેના દ્વારા તેના અવાજને આ વોઈસ રેકોર્ડિંગ સાથે મેચ કરવામાં આવ્યું. ભાસ્કર ગ્રુપ આ રેકોર્ડિંગની પુષ્ટી કરતું નથી.

આ થાર જીપમાં સવાર સિદ્ધુ મુસેવાલાની 6 શાર્પશૂટર્સે ગોળીઓ મારીને હત્યા કરી હતી. જેમાંથી 3 શાર્પશૂટર્સ પકડાયા છે જ્યારે 2 એન્કાઉન્ટરમાં ઠાર થયા છે. તો 1 હજુ ફરાર છે.
આ થાર જીપમાં સવાર સિદ્ધુ મુસેવાલાની 6 શાર્પશૂટર્સે ગોળીઓ મારીને હત્યા કરી હતી. જેમાંથી 3 શાર્પશૂટર્સ પકડાયા છે જ્યારે 2 એન્કાઉન્ટરમાં ઠાર થયા છે. તો 1 હજુ ફરાર છે.

આ વાતચીત થઈ હતી
વાતચીતની શરૂઆતમાં શૂટરે લોરેન્સને ફોન લગાવ્યો. જેમાં સામેથી પહેલા બીજા કોઈએ ફોન ઉપાડ્યો. શૂટરે કહ્યું- વાત થઈ શકશે? ઘણી જરૂરી છે. ત્યારપછી થોડી વાર સુધી ફોન હોલ્ડ પર રાખવામાં આવ્યો. શૂટરે લોરેન્સનું નામ ના લીધું. જો કે વાતચીતમાં કેનેડામાં બેઠેલા લોરેન્સ ગેંગના ગેંગસ્ટર ગોલ્ડી બરાડનું નામ બોલવામાં આવ્યું. લોરેન્સ સાથે વાત થવાની રાહ જોતા શૂટરે સહયોગીને કહ્યું કે, સ્પીકર ઓન કર ગોલ્ડીને ફોન લગાવવો છે. એટલી જ વારમાં લોરેન્સ લાઈન પર આવી ગયો હતો.

લોરેન્સ: હેલો
શાર્પશૂટર: બહુત-બહુત મુબારકાં ભરા નૂ, ઠિક હો (ભાઈને ઘણી ઘણી શુભેચ્છાઓ, ઠિક છો)
લોરેન્સ: હા, મેં ઠિક હાંજી (હા હું ઠિક છું)
શાર્પશૂટરઃ મે કેહા, જ્ઞાની ચઢાતા ગડ્ડી (કોડવર્ડમાં મૂસેવાલાને મારી નાખ્યો)
લોરેન્સઃ હૈં (કંઈ સમજાયું ન હોય એમ)
શાર્પશૂટરઃ જ્ઞાની ચઢાતા ગડ્ડી
લોરેન્સઃ કી કરતા (શું કરી દીધું?)
શાર્પશૂટરઃ જ્ઞાની ચઢાતા ગડ્ડી, મૂસેવાલા મારતા
લોરેન્સઃ મારતા? (મારી નાખ્યો?)
શાર્પશૂટરઃ મારતા... મારતા (મારી નાખ્યો.. મારી નાખ્યો)
લોરેન્સઃ ઓકે, કટ દેયો ફોન (ઠીક છે, ફોન કાપી નાખ)

લોરેન્સે મૂસેવાલાની હત્યાનું ષડયંત્ર રચ્યું અને ગોલ્ડી બરાડે તેને પાર પાડ્યું.
લોરેન્સે મૂસેવાલાની હત્યાનું ષડયંત્ર રચ્યું અને ગોલ્ડી બરાડે તેને પાર પાડ્યું.

તિહાડમાં ષડયંત્ર, લોરેન્સ માસ્ટરમાઈન્ડ
પંજાબ અને દિલ્હી પોલીસ દાવો કરી ચુકી છે કે લોરેન્સે તિહાડ જેલમાં બેસીને આખું ષડયંત્ર રચ્યું. જેને ગોલ્ડી બરાડની મદદથી પાર પાડવામાં આવ્યું. લોરેન્સ જ હત્યાનો માસ્ટરમાઈન્ડ છે. તે તિહાડ જેલમાં મોબાઈલ યૂઝ કરી રહ્યો હતો. જેની પાછળ લોરેન્સના કોલેજ ફ્રેન્ડ વિક્કી મિડ્ડૂખેડાની હત્યાનું કારણ જણાવવામાં આવી રહ્યું છે. જેને બંબીહા ગેંગના લોકોએ માર્યો હતો.

જેમાં મૂસેવાલાના મેનેજર શગનપ્રીતનું નામ સામે આવ્યું હતું. લોરેન્સને શંકા હતી કે મૂસેવાલા અપ્રત્યક્ષ રીતે આ હત્યા સાથે જોડાયેલો છે. તો લોરેન્સ મૂસેવાલાના ગીતના કારણે પણ ગુસ્સે થતો હતો. તેને શંકા હતી કે મૂસેવાલા ગીતોની મદદથી લોરેન્સ ગેંગને ચેલેન્જ કરતો હતો.

3 શાર્પશૂટરની ધરપકડ, 2ના એન્કાઉન્ટર, 1 ફરાર
સિદ્ધુ મુસેવાલાની 29 મેનાં રોજ માનસામાં ગોળીઓ મારીને હત્યા કરી દેવાઈ હતી. 6 શાર્પશૂટર્સે આ હત્યા કરી હતી. જેમાંથી પ્રિયવર્ત ફૌજી, અંકિત સેરસા અને કશિશની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. જગરુપ રૂપા અને મનપ્રીત મન્નૂ કુસ્સાને પંજાબ પોલીસે 2 દિવસ પહેલાં અમૃતસરમાં એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે.

છઠ્ઠો શાર્પશૂટર દીપક મુંડી ફરાર છે. દીપકને લઈને પંજાબ પોલીસને મોટી લીડ મળી છે. ટૂંકસમયમાં જ તે પણ પોલીસ પકડમાં આવી શકે છે. પંજાબ પોલીસે હત્યા કેસમાં લોરેન્સ સહિત કુલ 21 મદદગારની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...