તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • After The Marriage, The Young Man Quit His Job. The Bodies Of The Couple Were Found Hanging On The Same Trap

એક જ માંચડા પર ફંદો લગાવ્યો:લગ્ન પછી યુવકે કામધંધો છોડી દીધો હતો, પતિ-પત્નીના શબ એક જ ફંદા પર લટકાયેલા મળ્યા

સતના3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મધ્યપ્રદેશના સતનામાં રહેતા એક યુગલે લગ્ન બાદ નવું જીવન શરૂ કર્યાને 45 દિવસમાં જ અંત આણી દીધો છે. સોમવારે મોડી રાત્રે આ દંપતીએ સુસાઈડ કરી લીધું છે. બંનેના મૃતદેહ પંખાના હૂક સાથે બાંધેલા દોરડામાં લટકેલા જોવા મળ્યા. બંનેના એરેન્જ મેરેજ જ હતા. પોલીસને આ મામલો પારિવારિક ઝઘડાનો લાગે છે. યુવકે લગ્ન પછી કામધંધો છોડી દીધો હતો

મામલો સતના જિલ્લાના તાલા પોલીસ સ્ટેશનની હદમાં આવતા આમિન ગામનો છે. સવારે પતિ-પત્ની જ્યારે રૂમની બહાર ન નીકળ્યાં તો ઘરના સભ્યોએ બારીમાંથી જોતાં બંનેના મૃતદેહ પંખા સાથે લટકેલા જોવા મળ્યા હતા. આનન-ફાનનમાં આજુબાજુના લોકો અને પોલીસને જાણકારી આપવામાં આવી. સિનિયર અધિકારીઓને સમગ્ર બાબતની જાણ કરવામાં આવી. મામલાને સંદિગ્ધ માનતા રીવાથી ફોરેન્સિક ટીમ બોલાવવામાં આવી છે.

તાલા પોલીસ સ્ટેશનના પ્રભારી નિરીક્ષણ પી.સી.કોલે જણાવ્યું હતું કે સોમવારની રાત્રે શિબ્બુ સાહુ પુત્ર ચંદ્રભાન (30 વર્ષ) અને તેની પત્ની સાહુ (23 વર્ષ)એ અજ્ઞાત કારણોથી ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી છે. સવારે પરિવારના લોકોએ બારીમાંથી જોયું તો બંનેના શબ ફંદા પર લટકેલા જોવા મળ્યા હતા. આ અંગેની સૂચના તાત્કાલિક ડાયલ 100 અને તાલા પોલીસને આપવામાં આવી છે.

તૂટેલી બંગડીઓ મળી
FSLના સિનિયર વૈજ્ઞાનિક ડોકટર આરપી શુક્લાએ જણાવ્યું હતું કે ઘટનાની તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે સુસાઈડનો મામલો છે. જોકે તપાસમાં 10થી 12 બંગડીઓ તૂટેલી જોવા મળી. શક્યતા છે કે આત્મહત્યા દરમિયાન જીવ જતા સમયે તરફડવાને કારણે બંગડીઓ તૂટી હોય શકે છે. પ્રાથમિક તપાસમાં કોઈ જ ખાસ કારણ જાણમાં નથી આવ્યું. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સાચું કારણ સામે આવી શકે છે.

એક જ ફંદા પર લટકેલાં જોવા મળ્યાં પતિ-પત્ની.
એક જ ફંદા પર લટકેલાં જોવા મળ્યાં પતિ-પત્ની.

પાડોશના ગામમાં જ કર્યા હતા લગ્ન
મળતી માહિતી મુજબ, દોઢ મહિના પહેલાં શિબ્બુ સાહુએ પાડોશના ગામમાં જ 30 એપ્રિલ 2021ના રોજ પ્રીતિ સાહુની સાથે લગ્ન કર્યા હતા. શિબ્બુ ટ્રકડ્રાઈવર હતો અને લગ્ન પછી ઘરમાં જ રહેતો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી છે, સાથે જ પંચનામું કર્યા બાદ બંનેના મૃતદેહને PM માટે હોસ્પિટલ મોકલી દેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...