તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • After The Collision With The Bike, The Angry Bullies Tied The Young Man To The Pickup Vehicle, Beat Him Up And Dragged Him For 100 Meters, In The Hospital

મધ્ય પ્રદેશમાં તાલિબાની અત્યાચાર:બાઈક સાથે ટક્કર લાગતા 7 લોકોએ આદિવાસી યુવકને ઢોરમાર માર માર્યો; વાહન પાછળ બાંધીને ઢસડતા જીવ ગુમાવ્યો

મધ્યપ્રદેશ22 દિવસ પહેલા
  • ઘટનાનો શિકાર થયેલો યુવક તેની પત્નીને શોધવા નિકળેલો
  • ભૂતપૂર્વ CM કમલનાથે આ ઘટનાને લઈને શિવરાજ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે

મધ્ય પ્રદેશના નીમચમાંથી માનવતાને શરમાવે તેવી એક આઘાતજનક ઘટના સામે આવી છે. અહીં કેટલાક માથાભારે તત્વોએ એક આદિવાસી યુવકને નાની એવી રકઝકમાં હૃદયદ્રાવક વ્યવહાર કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આદિવાસી યુવક સાથે મારઝૂડ ક્યાં બાદ તેને પિકઅપ વાહન પાછળ દોરડાથી બાંધીને આશરે 100 મીટર સુધી ધસડીને લઈ ગયા હતા. ગંભીર હાલતમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નિપજ્યું હતું. આ ઘટના 26 ઓગસ્ટના રોજ સિંગોલી માર્ગની છે. એક વીડિયો સામે આવ્યા બાદ આ દુઃખદ ઘટના ધ્યાન પર આવી છે. પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા 5 આરોપીની ધરપકડ કરી છે. ભૂતપુર્વ સીએમ કમલનાથે ઘટનાને લઈને શિવરાજ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે.

એસપીએ જણાવ્યું હતું કે, 27 ઓગસ્ટે 21 વર્ષીય ગોવિંદે રતનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેણે કહ્યું તે વાળંદ છે, તે 25 ઓગસ્ટે રાત્રે 9 વાગ્યે બાગદામાં ભૂતલાલ ભીલના ઘરે હતો. તે દરમિયાન કાન્હા ઉર્ફે કન્હૈયાલાલે દારૂની પાર્ટી પર કોલ કરી તેને બોલાવ્યો હતો. તેના ઘરે પહોંચ્યો તો ત્યાં કાન્હા પણ નહોતો કે તેની પત્ની પણ નહોતી. થોડા સમય બાદ કાન્હાનો સાઢુ ભાઈ ફોરુ ભીલ, કાન્હાનો સાળો ભેરુ ભીલ અને શંભુ ભીલ આવી પહોંચ્યો.

તેમણે રાત્રે 2 વાગ્યા સુધી દારૂની પાર્ટી કરી હતી. તે પછી કાન્હા ઘરની બહાર જ ઉંઘી ગયો હતો. સવારે આશરે 5 વાગ્યે કાન્હાએ ગોવિન્દને જગાડ્યો હતો. અને કહ્યું તેના સાઢુભાઈ ફોરુ તેની પત્નીને લઈને ક્યાંક ભાગી ગયો છે. તેને શોધવા જવાનું છે. તેથી ગોવિન્દ બાઈક પર કાન્હા ભીલ સાથે બાણદા ગામથી જેતલ્યા થઈને સિંગોલી નીમચ રોડ પર પહોચ્યો. અહી લોકો સાથે પુછપરછ કરતા-કરતા અથવાકલા ફંટા પહોંચી ગયા.

ગોવિંદે અહીં બાઈક સ્ટેન્ડ પર લગાવી. કાન્હા રતનગઢ આવનારા વાહનોમાં પત્નીને શોધવા લાગ્યો. થોડા સમય પછી તેણે પત્થર ઉઠાવી લીધો. તે દરમિયાન સવારે આશરે 6 વાગ્યે રતનગઢ તરફથી બાઈક સવાર છીતર ગુર્જર દૂધવાલા ઝડપી ગતીએ આવી પહોચ્યો. તેણે કાન્હાને ટક્કર મારી દીધી. બંને નીચે પટકાયા. ઘટનામાં છીતરનું દૂધ નીચે ઢોળાઈ ગયું. આ જોઈ ગોવિંદ ડરી ગયો અને પોતાની બાઈક લઈને ત્યાંથી ભાગી ગયો. પછીથી ખબર પડી કે કાન્હાને નીમચ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.

એસપી એ જણાવ્યું છીતરને લાગ્યું કે કોઈ બદમાશ પત્થર લઈને રસ્તા પર ઉભો છે, તેથી તેણે નીચે પડતા જ સંબંધીને બોલાવી લીધા. તે પછી તેના સાથે મારપીટ કરી. તે દરમિયાન રસ્તા પર એક વાહન આવતુ દેખાયું, તેમા દોરડું બાંધેલું હતું. આ જોઈ તેમણે તે વાહનને રોક્યું. કાન્હાના પગ બાંધીને પિકઅપથી તેને 100 મીટરથી વધુ ઘસેડ્યો. આ કરવા પર કાન્હા ગંભીર રીતે ઘાયલ થયો છે. ત્યાં ઉભેલી કોઈ વ્યક્તિએ 100 નંબરને સૂચના આપી. તે પછી કાન્હાને નીમચ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો પણ તેનો જીવ બચી ના શક્યો.

આ છે આરોપી
આ ઘટનાના આરોપી છીતરમલ(32), મહેન્દ્ર(40), ગોપાલ(40), લોકેશ, લક્ષ્મણ છે. તેમના પાસેથી એક બાઈક, કાર અને એક દોરડું મળી આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...