કંઝાવાલા હિટ એન્ડ રન કેસમાં દિલ્હી પોલીસે નવો ઘટસ્ફોટ કર્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે મૃતક યુવતી સાથે સ્કૂટી પર તેની બહેનપણી પણ હતી. ટક્કર પછી યુવતી કાર નીચે ફસાઈ ગઈ અને તેને 12KM સુધી ઢસડવામાં આવી. અકસ્માત બાદ સ્કૂટી પર બેઠેલી બીજી યુવતી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગઈ હતી. તેને પણ નાની-મોટી ઈજાઓ થઈ છે. પોલીસ આજે તેનું નિવેદન નોંધ્યું હતું
દિલ્હીના કંઝાવાલા હિટ એન્ડ રન કેસમાં બાળકીના માથા-કરોડરજ્જુ અને નીચેના ભાગમાં ગંભીર ઈજાઓ થવાથી તેનું મોત નિપજ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ બળાત્કાર થયો નથી એવી પુષ્ટિ થઈ છે. બીજી તરફ મૃતકની બહેનપણીએ પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું કે, કાર ચાલકોની ભૂલના કારણે અકસ્માત થયો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતકની ફ્રેન્ડે જણાવ્યું કે જ્યારે કાર ટકરાઈ ત્યારે તે ડરી ગઈ હતી જેના કારણે તેણે કોઈને કંઈ કહ્યું ન હતું. અકસ્માત એ કાર ચાલકોની ભૂલ હતી. જ્યારે ટક્કર થઈ ત્યારે મારી ફ્રેન્ડ કારની સાઈડમાં પડી ગઈ અને હું બીજી બાજુ પડી ગઈ. હું નર્વસ હતી, તેથી ત્યાંથી નીકળી ગઈ અને સીધી ઘરે ગઈ. અમે બંને હોટલમાં સાથે હાજર હતા. બીજી તરફ, આરોપીઓએ પોલીસને નિવેદન આપ્યું છે કે સ્કૂટી રોડ પર આડીઅવળી ચાલતી હતી જેના કારણે ટક્કર થઈ હતી. હાલ પોલીસ બંને પક્ષોના નિવેદનો ચકાસી રહી છે.
પોસ્ટમોર્ટમમાં માથાં અને કરોડરજ્જુના ભાગે ગંભીર ઇજા જોવા મળી
દિલ્હીના સ્પેશિયલ કમિશનર એસપી હુડ્ડાએ જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમમાં યુવતીના માથાં, કરોડરજ્જુ અને ડાબી જાંઘમાં પર ઇજાઓ થતાં અને પુષ્કળ લોહી વહી જવાના કારણે મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું છે. બળાત્કારની પુષ્ટિ થઈ નથી. અગાઉ, પોલીસે ખુલાસો કર્યો હતો કે પીડિતા તેના મિત્ર સાથે સ્કૂટી પર હતી. ટક્કર બાદ મૃતક કારમાં ફસાઈ ગઈ હતી અને તેને 12 કિલોમીટર સુધી ઢસડવામાં આવી હતી. અગાઉ 4 કિમી ઢસડવાનો મામલો સામે આવ્યો હતો. અકસ્માત બાદ સ્કૂટી પર બેઠેલી બીજી યુવતી ઘટનાસ્થળેથી ભાગી ગઈ હતી. તેને પણ નાની-મોટી ઈજાઓ થઈ છે.
બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે મૃતકના પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે અને કેસ લડવા માટે શ્રેષ્ઠ વકીલની નિમણૂક કરવામાં આવશે.
હોટેલના CCTV ચકાસવામાં આવ્યા
દિલ્હીના કંઝાવાલા હિટ એન્ડ રન કેસમાં હવે નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે યુવતી તેની બહેનપણી સાથે સ્કૂટી પર હતી. ટક્કર બાદ યુવતી કાર નીચે ફસાઈ ગઈ હતી અને તેને 12 કિલોમીટર સુધી ઢસડવામાં આવી હતી. પહેલાં 4 કિમી ખેંચવાનો મામલો સામે આવી રહ્યો હતો. અકસ્માત બાદ સ્કૂટી પર બેઠેલી બીજી યુવતી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગઈ હતી. તેને પણ નાની-મોટી ઈજાઓ થઈ છે. પોલીસ આજે તેનું નિવેદન નોંધશે.
પોલીસે આ ખુલાસો રોહિણી વિસ્તારની એક હોટલની સામે લાગેલા CCTV ફૂટેજના આધારે કર્યો છે. આમાં મૃતક તેની ફ્રેન્ડ સાથે વાતચીત કરતી જોવા મળે છે. આ પછી બંને સ્કૂટી પર નીકળી જાય છે. આ દરમિયાન એ હોટલના કર્મચારીએ જણાવ્યું હતું કે યુવતીની સાથે તેની બહેનપણી પણ હતી. બંનેએ ડોક્યુમેન્ટ આપીને રૂમ બુક કરાવ્યો હતો. કેટલાક છોકરાઓ પણ આવ્યા, તેમણે અલગ રૂમ બુક કરાવ્યો. આ પછી તે યુવકો છોકરીઓના રૂમમાં ગયા અને લગભગ 5 મિનિટ સુધી ત્યાં રહ્યા.
હોટલના સ્ટાફે જણાવ્યું હતું કે રૂમમાંથી ઝઘડાનો અવાજ આવી રહ્યો હતો અને તેઓ એકબીજાને ગાળો આપી રહ્યા હતા. અમારા મેનેજરે બધાને કહ્યું હતું કે ઝઘડો ન કરો. આ પછી બંને યુવતીએ ઝઘડવાનું બંધ કર્યું. યુવતીએ હોટલની બહાર લાંબા સમય સુધી મારપીટ પણ કરી હતી, જે સીસીટીવીમાં કેદ થઈ હતી. આ ફૂટેજ ગત સાંજે પોલીસને આપવામાં આવ્યા હતા.
31 ડિસેમ્બરે રાત્રે 2 વાગ્યાની આસપાસ 20 વર્ષીય યુવતીને કારમાં સવાર પાંચ યુવકે ટક્કર મારી હતી. અકસ્માત બાદ યુવકો કાર લઈને ફરાર થઈ ગયા. છોકરી કારની નીચે ફસાઈ ગઈ અને ઢસડાતી રહી. પોલીસના જણાવ્યા અનુસાર, તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પાંચેય યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ તમામનાં બ્લડ સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યાં છે, જેથી જાણી શકાય કે તેઓ નશામાં હતા કે નહીં. મૃતકના અંતિમસંસ્કાર મંગળવારે થઈ શકે છે.
અત્યારસુધીનાં મોટાં અપડેટ્સ…
સીસીટીવી ફૂટેજ અને ડિજિટલ પુરાવાના આધારે ટાઇમલાઇન બનાવવામાં આવશે. આ માટે આરોપીઓને ક્રાઈમ સ્પોટ પર લાવવામાં આવશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે આરોપીઓ સામે વધુ કલમો ઉમેરવામાં આવશે. સાંજે યુવતીના મૃતદેહને મૌલાના આઝાદ મેડિકલ કોલેજ લાવવામાં આવ્યો હતો. અહીં લગભગ દોઢ કલાક સુધી તેમનું પોસ્ટમોર્ટમ થયું.
પોલીસની તપાસ સામે સવાલ
આ મામલે દિલ્હી પોલીસની થિયરી પણ શંકામાં આવી ગઈ છે. પોલીસનું કહેવું છે કે આ એક જીવલેણ અકસ્માત છે, પરંતુ પરિવારજનો તેને હત્યા ગણાવી રહ્યા છે. પીડિતાની માતાનું કહેવું છે કે તેણે ઘણાં કપડાં પહેર્યા હતા, પરંતુ જ્યારે તેનો મૃતદેહ મળ્યો ત્યારે તે સંપૂર્ણ નગ્ન હતી. એકપણ કપડું નહોતું. આ કેવો અકસ્માત છે?
અહીં દિલ્હી પોલીસના પીઆરઓ સુમન આલ્વાએ જણાવ્યું હતું કે કેટલીક ચેનલો આ મામલામાં એફઆઈઆરમાં બળાત્કાર અને હત્યાની કલમો સામેલ કરવાના સમાચાર ચલાવી રહી છે. આ ખોટું છે. પીડિત પરિવારે આ કલમોને પણ તપાસમાં સામેલ કરવાની માગણી કરી હતી. હવે મેડિકલ બોર્ડ મૃતદેહનું ઓટોપ્સી કરશે. રિપોર્ટ આવ્યા બાદ જ આ માગણીઓ પર કાર્યવાહી કરવામાં આવશે.
હવે જાણો કોણ હતી મૃતક યુવતી
મૃતક યુવતી 20 વર્ષની હતી અને અમન વિહારમાં રહેતી હતી. પરિવારમાં માતા, બે ભાઈ અને ચાર બહેનો છે. ઘરમાં તે એકમાત્ર કમાનારી હતી અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં કામ કરતી હતી. નવા વર્ષ નિમિત્તે એક કાર્યક્રમમાં કામ અર્થે ઘરેથી નીકળી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે તે શનિવાર-રવિવારની રાત્રે એક ફંક્શનમાંથી પરત ફરી રહી હતી. તે સ્કૂટી પર ઘરે જઈ રહી હતી. એ જ સમયે પાંચ આરોપી યુવકો પણ તેમની બલેનો કાર સાથે એ જ રૂટ પર હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.