તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • After Taking Both Doses Of Corona Vaccine, You May Become Infected But Be Confident That You Will Recover Soon.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા પછી એવું બને કે તમે સંક્રમિત થઇ જાવ પણ વિશ્વાસ રાખો કે ત્યારે તમે જલદી રિકવર થઇ જશો

ભોપાલ5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બંને ડોઝ લીધા પછી એન્ટિબૉડી પણ બની ગયા બાદ કોરોના પોઝિટિવ થયેલા એક ડૉક્ટર ડૉ. પુનિત ટંડન નિષ્ણાત, ગાંધી મેડિકલ કોલેજ, ભોપાલની કહાની
 • તેમણે ભાસ્કરના વાચકો માટે પોતાના અનુભવ લખ્યા, જેથી લોકો શું સાચું છે તે સમજી શકે.

હું ડૉ. પુનિત ટંડન... આજે હું કોવિડ-19 અંગેનો મારો સ્વાનુભવ શૅર કરી રહ્યો છું, જે કોવિડ-19 વેક્સિન અંગેના ભ્રમ દૂર કરવામાં તમારી મદદ કરશે. હું ભોપાલની ગાંધી મેડિકલ કોલેજ અને હમીદિયા હોસ્પિટલમાં પેથોલોજી સ્પેશિયાલિસ્ટ છું. ગત 16 જાન્યુઆરીથી તમામ ફ્રન્ટલાઇન હેલ્થકેર વર્કર્સને વેક્સિન આપવાનું શરૂ થયું તે દિવસે જ અમારી સંસ્થાના ખૂબ વ્યવસ્થિત રસીકરણ કેન્દ્ર પર મને રસી અપાઇ. રસીકરણના એક દિવસ અગાઉ સુધી અને તે પછી પણ હું મારા કોવિડ-19 એન્ટિબૉડી ટેસ્ટ કરતો રહ્યો, જેનાં પરિણામ નીચે આપેલાં છે. તેમાં વેલ્યૂ એકથી વધુ હોય તે એન્ટિબૉડીની હાજરી દર્શાવે છે.

(પહેલો દિવસ એટલે પહેલો ડોઝ અપાયો તે દિવસ- 16 જાન્યુ. 2021)
પ્રથમ ડોઝના એક દિવસ અગાઉ - 0.05
14મો દિવસ (30 જાન્યુ.) - 0.88
38મો દિવસ - 2.28
(24 ફેબ્રુ.એ સવારે બીજો ડોઝ લેતાં પહેલાં)
60મો દિવસ - 11.75
(બીજા ડોઝના 3 અઠવાડિયાં બાદ 16 માર્ચે)

હવે હું 30 માર્ચ, 2021ની સવાર પર આવું છું, જે પ્રથમ ડોઝ બાદ 74મો અને બીજા ડોઝ બાદ 35મો દિવસ હતો. હું સવારે ઊઠ્યો ત્યારે સાવ નોર્મલ હતો પણ ગળામાં થોડો દુખાવો થતો હતો. મેં વન વિહાર નેશનલ પાર્કમાં 10 કિ.મી. દોડવાનું પ્લાનિંગ કર્યું હતું. સવારે 6:30 વાગે પહોંચીને નિયમિત વોર્મઅપ બાદ લગભગ 7 વાગે દોડવાનું શરૂ કર્યું. અંદાજે 6 કિ.મી. દોડ્યા બાદ મને થોડો થાક લાગ્યો, જે અસામાન્ય હતો. તે છતાં મેં 10 કિ.મી.ની દોડ કોઇ તકલીફ વિના પૂરી કરી. તે દરમિયાન મારી એવરેજ હાર્ટબીટ્સ 144 બીટ્સ પર મિનિટ હતી, જે મારા રેગ્યુલર રનિંગની સરખામણીમાં 10-12 બીટ્સ પર મિનિટ વધુ હતી. સાંજે નાક વહેતું હોવાથી હું વહેલો સૂઇ ગયો.

બીજા દિવસે સવારે મારું ટેમ્પરેચર 99 ડિગ્રી ફેરનહીટ હતું. હું બહુ ચિંતિત નહોતો પણ સાવચેતીરૂપે મેં ઘરે પણ માસ્ક પહેરી લીધું. મને અંદરથી વિશ્વાસ હતો કે મેં રસી લઇ લીધી હોવાથી કંઇ નહીં થાય. છતાં તે દિવસે કામ પર જતી વખતે હોસ્પિટલના ફીવર ક્લિનિક ખાતે રોકાઇને કોવિડ-19 ટેસ્ટ કરાવ્યો. તેનો રિપોર્ટ પોઝિટિવ આવતાં હું હચમચી ગયો હતો. જોકે, રસી વિકસાવનારાઓએ ક્યારેય એમ નથી કહ્યું કે રસી લીધા પછી કોઇને સંક્રમણ ન થઇ શકે.

ઊલટાનું તેમણે એમ કહ્યું છે કે રસી તમને કોવિડ-19ના ગંભીર લક્ષણોથી બચાવશે પણ તમારે હંમેશા જરૂરી પ્રોટોકોલનું પાલન કરવું પડશે. કદાચ મેં જ ક્યાંક બેદરકારી દાખવી હશે. મારો ટેસ્ટ પોઝિટિવ આવતાં જ હું આઇસોલેટ થઇ ગયો. ફેફ્સાંમાં સંક્રમણ છે કે નહીં તે જાણવા છાતીનો સીટી સ્કેન કરાવ્યો (આમ તો બીમારીના પાંચમા દિવસે આ સીટી સ્કેન કરાવાય તે આદર્શ સ્થિતિ છે).

મારા બેચમેટ, ફિઝિશિયન ડૉ. અનિલ ભાર્ગવ તથા મારી એનેસ્થેસિયા એક્સપર્ટ પત્ની ડૉ. રુચિ તથા સહકર્મીઓએ મારી સારવારની વ્યવસ્થા કરી. સદનસીબે ઘરના અન્ય તમામ સભ્યોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા. મને 99થી 100.4 ડિગ્રી ફેરનહીટ જેટલો તાવ બે દિવસ રહ્યો અને રેગ્યુલર પેરાસિટામોલથી ઉતરી ગયો. શરીર તૂટતું નહોતું કે જરાય અશક્તિ નહોતી. સૂંઘવાની અને સ્વાદ પારખવાની ક્ષમતાને થોડી અસર થઇ હતી. 4 દિવસથી તાવ ન હોવાથી બીમારીના 7મા દિવસે મારી સંસ્થાના ફીવર ક્લિનિકમાં ફરી ટેસ્ટ માટે સેમ્પલ આપ્યાં. 6 એપ્રિલે રાત્રે ત્યાંથી મેસેજ આવ્યો કે મારો આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તે જાણીને રાહત થઇ. જોકે, હજુ પણ ક્વોરેન્ટાઇનના સરકારી નિયમોનું પાલન કરી રહ્યો છું.

આ અનુભવ વાંચ્યા બાદ તમને એક સવાલ થતો હશે.વેક્સિન લીધા પછી પણ કોવિડ-19નું સંક્રમણ થતું હોય તો વેક્સિન શું કામ લેવી જોઇએ?
તેનો જવાબ બ્રિટન, બ્રાઝિલ અને દ.આફ્રિકામાં થયેલી એસ્ટ્રાજેનેકાની ત્રીજા તબક્કાની ટ્રાયલ્સમાં છે. તેનો રિપોર્ટ ‘ધ લેસેન્ટ’માં પ્રકાશિત થયો છે. (રિપોર્ટની લિન્ક : https://www.astrazeneca.com/media-centre/press-releases/2021/covid-19-vaccine-astrazeneca-confirms-protection-against-severe-disease-hospitalisation-and-death-in-the-primary-analysis-of-phase-iii-trials.html) રિપોર્ટ મુજબ, ગંભીર સંક્રમણ અને મોત રોકવામાં વેક્સિન સો ટકા અસરકારક સાબિત થઇ છે. વેક્સિન લીધા પછી પણ સંક્રમણ થઇ શકે છે પણ વિશ્વાસ રાખો કે વેક્સિન લીધા બાદ સંક્રમણની સાવ સામાન્ય અસર થશે.

મારો કેસ જુઓ તો મારો રિપોર્ટ 7મા દિવસે નેગેટિવ આવી ગયો છે. મને સાવ સામાન્ય લક્ષણો હતાં, જે તમને ગંભીર લક્ષણોથી બચાવવાની વેક્સિનની ક્ષમતા પુરવાર કરે છે. તેથી મારી વ્યક્તિગત વિનંતી છે કે વેક્સિન લઇને તમે કોવિડ-19નાં ગંભીર લક્ષણોથી સુરક્ષિત થઇ શકો છો. સાથે જ માસ્ક, સેનિટાઇઝેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સહિતના કોવિડ પ્રોટોકોલનું પાલન તો વેક્સિન લીધા પછી પણ કરવાનું જ છે. આ જ મારું લર્નિંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો