ભાસ્કર LIVE અપડેટ્સ:13 જૂને EDની સામે હાજર થશે રાહુલ ગાંધી, તપાસ એજન્સીની નોટિસ પછી માગી નવી તારીખ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી હવે 13 જૂને ED સામે હાજર થવાના છે. EDએ રાહુલ ગાંધી અને સોનિયાને સમન્સ મોકલ્યો છે. ત્યાર પછી રાહુલ ગાંધીએ તપાસ એજન્સી પાસે નવી તારીખ માગી હતી. એમાં સોનિયા ગાંધીએ 8 જૂને હાજર થવાનું છે, જ્યારે રાહુલ ગાંધીએ 13 તારીખે હાજર થવાનું છે. સોનિયા ગાંધી અત્યારે કોરોના પોઝિટિવ છે, પરંતુ કોંગ્રેસે ખુલાસો કરી દીધો છે કે તેઓ ઈડીની સામે હાજર રહેશે.

આજના અન્ય મહત્વના સમાચાર

કેન્દ્ર સરકારે EPFO પરનો વ્યાજ દર 8.50 ટકાથી ઘટાડી 8.10 ટકા કર્યો
કેન્દ્ર સરકારે વર્ષ 2021-22 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPFO)ની થાપણો પર 8.1 ટકા વ્યાજ આપવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય નાણાં મંત્રાલય તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે માર્ચ મહિનામાં વર્ષ 2021-22ના નાણાકીય વર્ષમાં વ્યાજ દર 8.1 ટકા આપવામાં આવશે,જે અગાઉ 8.5 ટકા હતું. આ સાથે EPFOમાં મળનારા વ્યાજનું પ્રમાણ છેલ્લા 43 વર્ષમાં સૌથી ઓછું છે.

પ્રિયંકા ગાંધી કોરોના પોઝિટિવ, ટ્વીટ કરીને જાતે ક્વોરન્ટીન થયાં હોવાની જાણ કરી

પ્રિયંકા ગાંધી કોવિડ સંક્રમિત થઈ ગયાં છે. આ પહેલાં ગઈકાલે કોંગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. નોંધનીય છે કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી લખનઉથી દિલ્હી આવી ગયાં છે. તેઓ બે દિવસની નવસંકલ્પ ચિંતન શિબિર માટે ગયાં હતાં.

પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને પોતે કોવિડ સંક્રમિત થયાં હોવાની માહિતી આપી છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું છે કે મને કોરોનાનાં સામાન્ય લક્ષણો છે. દરેક પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને હું ઘરે જ ક્વોરન્ટીન થઈ છું.

ગુરુવારે સોનિયા ગાંધી કોરોના સંક્રમિત થયાં હતાં. આ વિશે કોંગ્રેસ-પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ માહિતી આપી હતી. રણદીપ સુરજેવાલાએ એવું પણ કહ્યું હતું કે સોનિયા ગાંધી છેલ્લા કેટલાક દિવસમાં જે નેતાઓ અને કાર્યકર્તાઓને મળ્યા હતા એમાંથી ઘણા લોકો કોરોના સંક્રમિત થયા છે. સુરજેવાલાના જણાવ્યા પ્રમાણે, સોનિયા ગાંધીને બુધવારે સાંજે સામાન્ય તાવ આવ્યો હતો અને ત્યાર પછી કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. સુરજેવાલાએ એવું પણ જણાવ્યું હતું કે સોનિયા ગાંધીએ પોતાને આઈસોલેટ કર્યા છે. જો તેઓ 8 જૂન સુધી સારાં થઈ જશે તો તેઓ EDમાં નેશનલ હેરાલ્ડ કેસની પૂછપરછમાં હાજર રહેશે.

ઉત્તરાખંડ CM પુષ્કર સિંહ ધામીએ ચંપાવતની પેટાચૂંટણી જીતી, કહ્યું- લોકોએ ઐતિહાસિક મતદાન કર્યું

ઉત્તરાખંડની ચંપાવત વિધાનસભા સીટની પેટાચૂંટણીનાં પરિણામો આવી ગયાં છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આ સીટ પરથી 54 હજાર વોટથી જીત મેળવી છે. તેમણે કોંગ્રેસ ઉમેદવાર નિર્મલા ગહતોડી, સપા ઉમેદવાર મનોજ કુમાર અને અપક્ષ ઉમેદવાર હિમાંશુ ગરકોટીને હરાવ્યા છે. જીત પછી ધામીએ કહ્યું હતું કે લોકોએ ઐતિહાસિક મતદાન કર્યું અને મતગણતરી પછી પણ ઈતિહાસ રચાશે. હું ચંપાવતની જનતાનો આભારી છું, એ તેમણે મને આટલું સમર્થન આપ્યું. ચંપાવતનો ઘણો વિકાસ કરવાનો બાકી છે.

ગાઝિયાબાદના ગોડાઉનમાં ભીષણ આગ- લાખોનો સામાન બળીને ખાખ થયો

ગાઝિયાબાદના સાબિબાબાદમાં શુક્રવારે સવાલે ગોલ્ડન રોડવેઝ લોજિસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ફાયર ફાઈટરની 20 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઘણી મુશ્કેલીઓ પછી આગ પર નિયંત્રણ મેળવી શકાયું હતું. માનવામાં આવે છે કે, ગોડાઉનમાં મુકેલો લાખો રૂપિયાનો સામાન સળગીને ખાખ થઈ ગયો છે. ગાઝિયાબાદ પોલીસે જણાવ્યું કે, આગ આખા પરિસરમાં ફેલાઈ ગઈ હતી. ચારેય બાજુથી આગ ઓલવવામાં આવતી હતી. ઘટનામાં કોઈનો જીવ ગયો નથી તે રાહતના સમાચાર છે.

અન્ય સમાચારો પણ છે...