• Gujarati News
  • National
  • After Seeing Bomber Written In WhatsApp, Female Passenger Surrendered, Flight Took Off After Security Check

ગર્લફ્રેન્ડ સાથેની ચેટિંગને કારણે 6 કલાક મોડી થઈ ફ્લાઇટ:વ્હોટ્સએપમાં બોમ્બર લખેલું જોઈ મહિલા યાત્રીએ દેકારો કર્યો, સિક્યોરિટી તપાસ પછી ટેકઓફ થઈ ફ્લાઇટ

બેંગલુરુ2 મહિનો પહેલા

રવિવારે મંગલુરુથી મુંબઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6 કલાક મોડી ઊડી હતી. ફ્લાઈટમાં બેઠેલી એક મહિલાએ સાઈડમાં બેઠેલી એક વ્યક્તિના ફોનના મેસેજમાં 'બોમ્બર' શબ્દ લખેલો વાંચી લીધો. મેસેજ જોયા પછી મહિલાએ દેકારો કરી મૂક્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, મહિલા પાસેથી મળેલી જાણકારી પછી તમામ યાત્રિકોના સામાનની તપાસ કરવામાં આવી, જેમાં કંઈ સંદિગ્ધ મળ્યું નહોતું. જ્યારે તે વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી તો ખ્યાલ આવ્યો કે તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે ચેટિંગ કરી રહ્યો હતો.

મહિલાને શંકા થતાં ફરિયાદ કરી
મહિલાએ જેવો જ વ્યક્તિના ફોનમાં મેસેજ જોયો તો કેબિન ક્રૂને જઈને આ વાતની જાણ કરી. તેને લાગ્યું કે વ્યક્તિ સંદિગ્ધ છે. એ બાદ ચાલક દળે એર ટ્રાફિક કંટ્રોલરને સતર્ક કર્યા. વ્યક્તિએ પૂછપરછમાં જણાવ્યું કે તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે ચેટિંગ કરી રહ્યો હતો. તેની ગર્લફ્રેન્ડને તે જ એરપોર્ટ પરથી બેંગલુરુ માટે ફ્લાઈટ પકડવાની હતી. જોકે આ ઘટના પછી પણ વ્યક્તિને ફ્લાઈટમાં ચઢવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

6 કલાક લેટ, સાંજે લગભગ 5 વાગ્યે ઉડાન ભરી
તપાસ પછી 185 યાત્રિકોએ સાંજે લગભગ 5 વાગ્યે ફરી ફ્લાઈટમાં બેસવાની મંજૂરી આપી. તો શહેરના પોલીસ કમિશનર એન શશિકુમારે જણાવ્યું કે વ્યક્તિની પાસેથી કંઈ ન મળવાને કારણે તેના વિરુદ્ધ કોઈ ફરિયાદ કરવામાં નથી આવી. તે માત્ર ચેટિંગ કરી રહ્યો હતો.

22 જુલાઈએ પણ એક ફ્લાઈટને રોકવામાં આવી હતી
25 દિવસ પહેલાં 22 જુલાઈએ જ રાત્રે લગભગ 8:20 વાગ્યે પટનાથી દિલ્હીની એક ઈન્ડિગો ફ્લાઈટ 6E-2126 ઉડાન ભરવાની હતી. પેસેન્જર્સના બોર્ડિંગ થઈ ગયા હતા. ફ્લાઈટનો ગેટ બંધ થવાનો હતો. ત્યારે જ એક ફ્લાઈટની અંદર પોતાના માતા-પિતાની સાથે મુસાફરી કરતા 24 વર્ષના યુવકે કહ્યું મને ઉતારો, મારી પાસે બોમ્બ છે. યુવકની આ વાત જ્યારે પેસેન્જર્સ અને ક્રૂ મેમ્બર્સના કાને પડી ફ્લાઈટની અંદર ભારે અફરાતફરી શરૂ થઈ ગઈ.

એરપોર્ટ પર પણ હડકંપ મચી ગયો. દિલ્હી જવા માટે કુલ 134 પેસેન્જર્સ ફ્લાઈટની અંદર સવાર હતા. એરપોર્ટ પર તપાસ માટે અનેક ટીમને બોલાવવામાં આવી. તપાસ દરમિયાન યુવકની પાસેથી કંઈ જ મળ્યું ન હતું. બાદમાં ખબર પડી કે તે મેન્ટલી ડિસ્ટર્બ હતો.

અન્ય સમાચારો પણ છે...