ભાસ્કર ઓપિનિયનતાઈવાન પર હુમલાની આશંકા:રશિયા બાદ હવે ચીન દુનિયાનું સંકટ વધારવાના પ્રયાસ કરી રહ્યું છે

6 દિવસ પહેલાલેખક: નવનીત ગુર્જર
  • કૉપી લિંક
  • ચીન તાઈવાનને પોતાનો એક ભાગ માને છે.

વિશ્વના બે સામ્યવાદી દેશો ખાસ કરીને સરમુખત્યાર દેશો સમગ્ર દુનિયા માટે આફત બની ગયા છે. યુક્રેનને કબજે કરવાના લોભમાં રશિયાએ વિશ્વમાં અનાજ અને તેલની કટોકટી સર્જી દીધી છે. અને હવે ચીન તાઈવાનને કબજે કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો તાઈવાન પર હુમલો થશે તો દુનિયાભરના મોબાઈલ અને ઓટો ઈન્ડસ્ટ્રીમાં ચિપ કટોકટી સર્જાશે, જે સૌથી મોટી હશે.

હકીકતમાં, વિશ્વના 90 ટકા અદ્યતન સેમિકન્ડક્ટર તાઇવાનમાં જ બને છે. ગયા વર્ષે, તાઈવાને માત્ર સેમી-કન્ડક્ટર કેટેગરીમાં 118 અબજ ડોલરની નિકાસ કરી હતી. TSMC એટલે કે તાઈવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની એપલ, AMD, એનવીડિયા, ARM સહિત વિશ્વની તમામ મોટી કંપનીઓને ચિપ્સ સપ્લાય કરે છે.

જોકે, અહીં એ સમજવું જરૂરી છે કે ચીન અને તાઈવાન વચ્ચે શું વિવાદ છે. કહેવા માટે કે આ બંને ચીનના જ છે. પહેલો વિવાદ એ હતો કે સાચું કોણ છે? તાઈવાન હવે પોતાને સાર્વભૌમત્વ માને છે, જ્યારે ચીન તાઈવાનને પોતાનો એક ભાગ માને છે. આ વિવાદ 73 વર્ષથી ચાલી રહ્યો છે. ખરેખર, તાઇવાનનો ચાઇના સાથેનો પ્રથમ સંપર્ક 1683માં થયો હતો જ્યારે તાઇવાન ક્વિં રાજવંશ હેઠળ હતું.

આંતરરાષ્ટ્રીય રાજકારણમાં તેની ભૂમિકા 1894-95માં પ્રથમ ચીન-જાપાની યુદ્ધ દરમિયાન સામે આવી હતી. આમાં જાપાને કિંગ રાજવંશને હરાવીને તાઈવાનને પોતાનુ ક્ષેત્ર બનાવી લીધું. આ હાર બાદ ચીન ઘણા ભાગોમાં વિખેરાઈ ગયું હતું. પછી ચીનના મોટા નેતાઓ સન-યાટ-ત્સેન ચીનના નાના ટુકડાઓને એક કરવા માંગતા હતા. આ હેતુ માટે, ત્સેને 1912 માં કુઓ મિંગતાંગ પાર્ટીની રચના કરી. તેઓ રિપબ્લિક ઓફ ચાઈના માટેના તેમના અભિયાનમાં પણ સફળ રહ્યા હતા.

1925 માં ત્સેનનું અવસાન થયું. આ પછી મિંગતાંગ પાર્ટી બે ભાગમાં વહેંચાઈ ગઈ. રાષ્ટ્રવાદી પક્ષ અને સામ્યવાદી પક્ષ. નેશનાલિસ્ટ પાર્ટી લોકોને મહત્તમ અધિકારો આપવાના પક્ષમાં હતી, જ્યારે સામ્યવાદી પાર્ટી સરમુખત્યારશાહીમાં માનતી હતી. આ સમયે ચીનમાં ગૃહયુદ્ધ શરૂ થયું. 1927માં બંને પક્ષો વચ્ચે નરસંહાર ફાટી નીકળ્યો. શાંઘાઈ શહેરમાં હજારો લોકો માર્યા ગયા હતા. આ ગૃહયુદ્ધ 1927 થી 1950 સુધી ચાલ્યું હતું.

જાપાને તેનો ફાયદો ઉઠાવ્યો અને ચીનના મોટા શહેર મંઝૂરિયાને કબજે કરીને ત્યાં અત્યાચાર ગુજાર્યો. પછી બંને પક્ષોએ સાથે મળીને જાપાન સામે યુદ્ધ કર્યું અને બીજા વિશ્વ યુદ્ધ (1945)માં જાપાનને ભગાડ્યું. જાપાને પણ તાઈવાન પરનો પોતાનો દાવો છોડી દીધો. આ પછી બંને પક્ષો વચ્ચે ફરી ઝઘડો શરૂ થયો. પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના અને રિપબ્લિક ઓફ ચાઈના એટલે કે ચીન અને તાઈવાન.

ચીનમાં કોમ્યુનિસ્ટ પાર્ટી એટલે કે માઓ ત્સે તુંગનું શાસન હતું, જ્યારે તાઈવાન પર રાષ્ટ્રવાદી કુઓમિતાંગ એટલે કે ચિયાંગ કાઈ-શેકનું શાસન હતું. આખા ચીન પર કબજો કરવા માટે બંને વચ્ચે યુદ્ધ થયું. સામ્યવાદીઓએ રશિયાની મદદથી જીત મેળવી અને શેકને તાઇવાન સાથે જોડી દીધું. એટલે કે તાઇવાન સુધી મર્યાદીત કરી દીધું.

ખરેખરમાં, તાઇવાનનો ટાપુ બેઇજિંગથી બે હજાર કિમી દૂર છે. માઓએ હજી પણ તાઇવાન પર નજર રાખી હતી અને તેને ચીન સાથે જોડવા પર મક્કમ હતો. સમયાંતરે ઝઘડા થતા રહ્યા, પરંતુ ચીન સફળ ન થઈ શક્યું કારણ કે અમેરિકા તાઈવાનની પાછળ ઊભું હતું. કોરિયા યુદ્ધ દરમિયાન અમેરિકાએ તાઈવાનને તટસ્થ જાહેર કર્યું હતુ.

જ્યારે 1953 માં કોરિયા યુદ્ધ સમાપ્ત થયું, ત્યારે અમેરિકાએ તાઈવાનથી પોતાના નૌકાદળને બોલાવી લીધુ હતુ અને તરત જ ચીને તાઈવાન પર હુમલો કર્યો. સાત મહિના સુધી ચાલેલી આ લડાઈમાં ચીને કેટલાક વિવાદિત ટાપુઓ પર કબજો કરી લીધો હતો, પરંતુ તાઈવાનને સંપૂર્ણ રીતે જીતવામાં ચીન હજુ પણ નિષ્ફળ રહ્યું છે. અમેરિકા ફરી મેદાનમાં આવ્યું અને પરિસ્થિતિ યુદ્ધની આવી.

6 ઓક્ટોબર 1958ના રોજ આખરે યુદ્ધવિરામ થયો. 1945માં જ્યારે જૂના લીગ ઓફ નેશન્સનું સ્થાન યુનાઈટેડ નેશન્સ દ્વારા લેવામાં આવ્યું ત્યારે તેણે કાઈ-શેક વાળુ ચીન એટલે કે તાઈવાનને માન્યતા આપી. સામ્યવાદી ચીનને નહીં. ત્યારબાદ 25 ઓક્ટોબર 1971ના રોજ UNએ તાઈવાનને હાંકી કાઢીને કોમ્યુનિસ્ટ ચીનને માન્યતા આપી દીધી. અમેરિકાએ પણ તેના ફાયદા જોઈને 1978માં કોમ્યુનિસ્ટ ચીનને માન્યતા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...