તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • After Retreating To Pangong, China Increased Movement In Arunachal, Setting Up Camp In Snow covered Areas; India Also Increased Its Troop Numbers

ચીનના સૈનિક અરુણાચલમાં સક્રિય:પેંગોંગમાં પીછેહઠ થયા બાદ ચીને અરુણાચલમાં હિલચાલ વધારી, બરફાચ્છાદિત વિસ્તારોમાં છાવણી બનાવી; ભારતે પણ સૈન્ય સંખ્યા વધારી

નવી દિલ્હી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચીન સેનાની મુવમેન્ટને જોતાં ભારતીય સેના પણ LACનાં તમામ સેક્ટરમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા લાગી છે (ફાઇલ ફોટો).
  • અરુણાચલમાં LACથી 20 કિમી દૂર અંતરિયાળ વિસ્તારોમાં ચીનના સૈનિકોની હિલચાલ વધી, અહીં સૈન્ય છાવણી બનાવી
  • અસાફિલા એરિયા, તૂતિંગ એક્સિસ તથા ફિશ ટેલ સાથે જોડાયેલી સરહદ નજીક ચીનની ગતિવિધિ પર ભારતની નજર

લદાખમાં પેંગોંગની આજુબાજુ ભારતે ચીનની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવવા ઉપરાંત મહત્ત્વનાં શિખરો પર કબજો પણ કરી લીધો છે. અહીં પીછેહઠ થયા બાદ ચીનના સૈનિક લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC)ના બીજા વિસ્તારોમાં તેની મુવમેન્ટ વધારી રહ્યા છે. ચીને અરુણાચલમાં LACના 20 કિલોમીટર અંતર પર હિલચાલ વધારી દીધી છે તથા બરફાચ્છાદિત વિસ્તારોમાં પણ સૈન્ય છાવણીઓ બનાવી લીધી છે.

ભારતીય સુરક્ષા એજન્સી અને ગુપ્તચર સંસ્થા આ હિલચાલ પર ચાંપતી નજર રાખી રહી છે તેમ જ અહીં સેનાની વ્યૂહાત્મક ગોઠવણ પણ વધારી દીધી છે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, લદાખમાં પીછેહઠ થયા બાદ ચીન નવા વિસ્તારોમાં ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે, જેને પગલે ભારત લદાખથી અરુણાચલ પ્રદેશ સુધી ચીનની સાથે જોડાયેલાં તમામ સેક્ટરોમાં ચાંપતી નજર રાખી રહ્યું છે.

પેટ્રોલિંગ સમયે ભારતીય વિસ્તારોની નજીક આવી રહ્યા છે ચીનના સૈનિક
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અરુણાચલ સેક્ટરમાં ભારતીય સેના અસાફિલા એરિયા, તૂતિંગ એક્સિસ અને ફિશ ટેલ નજીકના વિસ્તારો પાસે ચીનના સૈનિકોની હિલચાલ પર ચાંપતી નજર રાખી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી LACથી કેટલાક કિલોમીટર અંતરે અંતરિયાળ વિસ્તારોમાં ચીનના સૈનિકો પોતાના માર્ગો પર મુવમેન્ટ વધારી રહ્યા છે. આ સ્થિતિને જોતાં ભારતીય સેના પણ LACના તમામ સેક્ટરમાં પોતાને મજબૂત કરવા લાગી છે. આ વિસ્તારોમાં ચીનના સૈનિક પેટ્રોલિંગ સમયે ભારતીય વિસ્તારોની નજીક આવતા જોવા મળે છે.

કોર્પ્સ કમાન્ડર સ્તરની વાતચીત અંગે દિવસ નક્કી નથી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ટોપ સિક્યોરિટી ઓફિસર્સે ડોકલામની આજુબાજુ ભુતાનમાં ગત દિવસોમાં ચીનના સૈનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલી સૈન્ય છાવણીને લઈ પણ ચર્ચા કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ચીન હવે પછીના તબક્કાની કોર્પ્સ કમાન્ડર સ્તરની વાતચીત માટે તૈયાર થઈ ગયુ છે, જોકે તેણે અત્યારસુધી આ સમય તથા દિવસ નક્કી કરવામાં આવેલ નથી. તાજેતરમાં જ બન્ને દેશના વિદેશ મંત્રીઓ વચ્ચે વાતચીત બાદ ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિમાં કોઈ જ સુધારો થયો નથી.

ભારતીય વિસ્તારો પર સતત કબજો કરવાનો ચીન પ્રયત્ન કરી રહ્યું છે
29-30 ઓગસ્ટની રાત્રે ચીનના સૈનિકોએ પેંગોંગ સરોવરની દક્ષિણ વિસ્તારના પહાડ પર કબજો કરવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે ભારતીય જવાનોએ ચીનની આ ગતિવિધિને નિષ્ફળ બનાવી દીધી હતી. ત્યારથી બન્ને દેશના સૈનિકો એકબીજાની સામસામે છે. ચીન 1 સપ્ટેમ્બરના રોજ ઘૂસણખોરીનો પ્રયત્ન કરી ચૂક્યું છે. 7 સપ્ટેમ્બરના રોજ દક્ષિણી વિસ્તારોમાં ચીનના સૈનિકોએ ભારતીય પોસ્ટ તરફ આગળ વધવાનો પ્રયત્ન કર્યો હતો અને ચેતવણીરૂપે ફાયરિંગ પણ કર્યું હતું. અહીં ભારતના સૈનિકોએ તેમને અટકાવ્યા હતા. આ ઘટનાની કેટલીક તસવીરો પણ સામે આવી છે, જેમાં ચીનના સૈનિકો ભાલા, લોખંડના રોડ અને ધારદાર હથિયારો સાથે દેખાય છે.

એક્સપર્ટ વ્યૂ: ચીનની છેતરપિંડીથી સાવધાન રહો
પૂર્વ વિદેશસચિવ શશાંકનું કહેવું છે કે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે સ્થિતિને ઘણે અંશે સ્પષ્ટ કરી દીધી છે. એટલું નક્કી છે કે હવે અમે સૈન્ય મોરચે નબળી સ્થિતિમાં નથી. હવે જોવાનું એ છે કે અમે સૈન્ય સિવાય વ્યૂહાત્મક અને રાજકીય નેતૃત્વના સ્તરે શું નિર્ણયો લેવાય છે. દ્વિપક્ષીય વેપારમાં પણ સમજી વિચારીને ભૂમિકા ભજવવી પડશે.

સૈન્ય મોરચે તૈયારી
શરૂઆતના ઝટકા પછી હવે એ સ્પષ્ટ છે કે સેનાની પોઝિશન બરાબરીની ટક્કર આપી શકે એવી છે, એટલે સેનાને તેનું કામ કરવા દેવું પડશે. ભારતની તહેનાતી જ્યાં નથી, એવા વિસ્તારોમાં ચીન પોતાની બઢતની ફિરાકમાં રહેશે. આવા તમામ વિસ્તારો પર તહેનાતી વધારવી પડશે.

રાજકીય નેતાઓ સામે પડકાર
સૈન્ય મોરચો મજબૂત હોય ત્યારે વ્યૂહાત્મક ભૂમિકા વધી જાય છે. આ સ્થિતિમાં ઈતિહાસમાં કરેલી ચાલબાજી, છેતરપિંડી અને જીતેલી બાજી હારી જવા જેવી ઘટનાઓ આપણી સામે છે. આપણે કોઈપણ ભોગે એ નથી ભૂલવાનું કે આપણે પીઓકે ગુમાવ્યું છે, અક્સાઈ ચીન ગુમાવ્યું છે અને આ દરમિયાન ચીને અનેકવાર તેની સ્થિતિ મજબૂત કરી છે.

રાજકીય નેતૃત્વની ભૂમિકા
દેશના નેતૃત્વને સંપૂર્ણ કડકાઈ દાખવવી પડશે. અત્યારસુધી આ ભૂમિકા સરાહનીય રહી છે. ચીનને બતાવવું પડશે કે અમે પણ મજબૂત છીએ. અમે કોઈની ધાકધમકીમાં નહીં આવીએ. સેના અને રાજકીય પ્રેશર ટેક્ટિક્સને રાજકીય નેતૃત્વને સંપૂર્ણ સમર્થનની જરૂર છે.

આર્થિક મોરચે સાવધાની
ચીન આપણી આ નબળાઈને સમજી ગયું છે. આપણો સમાજ ખુલ્લો છે અને લોકતાંત્રિક વ્યવસ્થામાં વેપારી હેતુ માટે લોકો જૂથ બનાવી લે છે. પછી એનજીઓ અને રાજકીય જૂથોને પણ બહારની મદદ મળે છે. આ તમામ મોરચે હવે સરકારે ધ્યાન આપવું પડશે કે, ચીન આ હિતસાધુઓનો લાભ ના ઉઠાવે.

એશિયાની આર્થિક શક્તિ બનવા પર નજર
ભવિષ્ય આપણું છે. એશિયામાં આપણે નં.1ની આર્થિક તાકાત બનવાની સ્થિતિમાં છીએ. આપણે આપણી યુવા પેઢીને આ હાલતથી વંચિત નથી રાખવાની. એવામાં આપણે સૈન્ય અને રાજકીય હિતોથી વેપારી હિતોનું સંતુલન સાધવું પડશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો