• Gujarati News
  • National
  • After Meeting The Prime Minister, Poonawala Said That The Target Of 100 Crore Dose Was Achieved Only Because Of PM.

PM મોદીનું મિશન વેક્સિનેશન:વડાપ્રધાન સાથેની બેઠક બાદ પૂનાવાલાએ કહ્યું- PMને લીધે જ 100 કરોડ ડોઝનો લક્ષ્યાંક હાંસલ કરી શકાયો

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • દેશમાં 100 કરોડ વેક્સિન ડોઝ લગાવ્યા બાદ વડાપ્રધાને વેક્સિન ઉત્પાદકો સાથે તેમના અનુભવ અંગે જાણકારી મેળવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વેક્સિન તૈયાર કરનારી કંપનીઓના વડાઓ સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં કોવીશીલ્ડ વેક્સિન તૈયાર કરનારી સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પૂનાવાલા સહિત 7 અન્ય કંપનીઓના પ્રતિનિધિનો સમાવેશ થતો હતો.

અદાર પૂનાવાલાના પિતા સાયરસ પૂનાવાલાએ બેઠક પૂરી થયા બાદ કહ્યું કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેક્સિનેશન પર ધ્યાન કેન્દ્રીત કર્યું ન હોત અને સ્વાસ્થ્ય મંત્રાલય તે એટલી મજબૂતીપણે આગળ વધાર્યું ન હોત તો આજે 100 કરોડ વેક્સિનેશનના ડોઝનો લક્ષ્યાંક પહોંચી શક્યા ન હોત.

દેશમાં 100 કરોડ વેક્સિન ડોઝ લગાવ્યા બાદ વડાપ્રધાને વેક્સિન ઉત્પાદકો સાથે તેમના અનુભવ અંગે જાણકારી મેળવી હતી. આ સાથે તેમણે વેક્સિન રિસર્ચને આગળ વધારવા અંગે પણ ચર્ચા કરી હતી. દેશમાં ગુરુવારે 100 કરોડ વેક્સિનના ડોઝનો સીમાચિન્હરૂપ આંકડો પાર થયો હતો. ત્યારબાદ અનેક કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે.

વડાપ્રધાને વેક્સિનેશનને વધારે ઝડપી બનાવવા અને ગરીબ દેશોને તેનો પુરવઠો પૂરો પાડવાની વાત કરી છે. બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા અને રાજ્ય મંત્રી ભારતી પ્રવીણ પવાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગોવા નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું
કાર્યક્રમમાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત ઉપસ્થિત રહ્યા હતા. PM મોદીએ કહ્યું હતું કે મારા મિત્ર સ્વર્ગીય મનોહર પર્રિકરજીએ ગોવાને ઝડપી વિકાસ માટે જે વિશ્વાસ સાથે આગળ વધાર્યું, તેણે સીએમ પ્રમોદની ટીમ પૂર્ણ ઈમાનદારી સાથે નવી ઊંચાઈઓ આપી રહી છે. આજે ગોવા નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે લાંબા સમય સુધી ગોવામાં રાજકીય સ્વાર્થ અને રાજકીય અસ્થિરતાએ રાજ્યને નુકશાન પહોંચાડયું. છેલ્લા કેટલાક વર્ષોમાં આ સ્થિરતાને ગોવાની સમજદાર જનતાએ સ્થિરતામાં બદલી છે.