તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • After Meeting Pawar, Prashant Kishor Said, "Third And Fourth Fronts Cannot Compete With BJP."

2024માં મોદીની સામે કોણ:પવાર સાથેની બેઠક પછી પ્રશાંત કિશોરે કહ્યું- ત્રીજો અને ચોથો મોરચો BJPને ટક્કર ન આપી શકે

2024માં મોદીની સામે કોણએક મહિનો પહેલા
  • પ્રશાંત કિશોર અને શરદ પવારે સોમવારે મુલાકાત કરી હતી
  • આ પહેલાં પવારના મુંબઈસ્થિત ઘર પર 11 જૂને બંને મળ્યા હતા

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના પ્રમુખ શરદ પવાર સાથે 15 દિવસની અંદર 2 વખત મુલાકાત કરનાર પ્રશાંત કિશોરનું ત્રીજા મોરચાની અટકળો પર નિવેદન આવ્યું છે. ચૂંટણી સ્ટ્રેટેજિસ્ટ પ્રશાંત કિશોરે એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેમને લાગતું નથી કે ત્રીજો કે ચોથો મોરચો BJPને ટક્કર આપી શકશે. તેમણે 2024ની લોકસભા ચૂંટણી માટે વિપક્ષી મોરચામાં પોતાની ભૂમિકાથી પણ ઈનકાર કર્યો છે.

પ્રશાંતે કહ્યું હતું કે વર્તમાન રાજકીય સ્થિતિમાં ત્રીજા મોરચાનો કોઈ રોલ નથી. પ્રશાંત કિશોરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે શરદ પવાર સાથેની તેમની મુલાકાતને ત્રીજા મોરચાની એકતા તરીકે જોવામાં આવી રહી હતી.

પ્રશાંત કિશોર અને શરદ પવારે સોમવારે મુલાકાત કરી હતી. આ પહેલાં પવારના મુંબઈસ્થિત ઘર પર 11 જૂને બંનેની મીટિંગ થઈ ચૂકી હતી. સોમવારની મીટિંગની થોડીવાર પછી જ પવારે મંગળવાર બપોરે 4 વાગ્યે રાષ્ટ્ર મંચની બેઠકની જાહેરાત કરી હતી. રાષ્ટ્ર મંચ એ સંગઠન છે, જેને યશવંત સિન્હાએ 30 જાન્યુઆરી 2018ના રોજ મોદી સરકારની સામે બનાવ્યું હતું.

કોરોના પછી વિપક્ષની પ્રથમ ફિઝિકલ મીટિંગ આજે
કોરોના મહામારી પછી આજે પ્રથમ વખત વિપક્ષના નેતાઓ વીડિયો-કોન્ફરન્સિંગની જગ્યાએ એક જગ્યાએ એકત્રિત થઈને મીટિંગ કરશે. રાષ્ટ્ર મંચના બેનર હેઠળ થઈ રહેલી બેઠકમાં 15 જેટલા વિવિધ પક્ષોના નેતાઓ સામેલ થઈ શકે છે. રાષ્ટ્ર મંચની બેઠકમાં NCP અધ્યક્ષ શરદ પવાર પ્રથમ વખત ભાગ લેશે. હાલ આ મંચ રાજકીય મોરચો નથી, જોકે ભવિષ્યમાં તે ત્રીજો મોરચો બનશે એ અંગે ઈનકાર ન કરી શકાય.

મીટિંગમાં થશે સામેલ
NCPના નેતા નવાબ મલિકે જણાવ્યું હતું કે મંગળવારે થનારી બેઠકમાં ફારુક અબ્દુલ્લા, યશવંત સિન્હા, પવન વર્મા, સંજય વર્મા, સિંજય સિંહ, ડી રાજા, જસ્ટિસ એપી સિંહ, જાવેદ અખ્તર, કેટીએસ તુલસી, કરણ થાપર, આશુતોષ, એડવોકેટ મજીદ મેમન, વંદના ચવન, પૂર્વ ચીફ ઈલેક્શન કમિસનર એસવાઈ કુરૈશી, કેસી સિંહ, સંજય ઝા, સુધિન્દ્ર કુલકર્ણી, કોલિન ગોંજાલ્વિસ, ઈકોનોમિસ્ટ અરુણ કુમાર, ઘનશ્યામ તિવારી અને પ્રીતીશ નંદી સામેલ થશે.

આજની બેઠકના 3 મુદ્દા
1. 2024ની લોકસભા ચૂંટણી માટે અત્યારથી ત્રીજો મોરચો બનાવવાની કવાયત શરૂ થઈ ગઈ છે.
2. પ્રશાંત કિશોર બંગાળની ચૂંટણીમાં મમતાની જીત પછી તેમને ત્રીજા મોરચાનો ચહેરો બનાવવામાં લાગી ગયા છે.
3. પવાર ત્રીજા મોરચાના સંયોજકની ભૂમિકા નિભાવશે.

બંગાળમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે ટક્કર ચાલુ
પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પહેલાં જ રાષ્ટ્રમંચ પર પોતાની મોહર લગાવી ચૂક્યાં છે. બંગાળમાં મમતા બેનર્જી અને રાજ્યપાલ જગદીપ ધનખડની વચ્ચે પણ તણાવ ચાલુ છે. આ પહેલાં મમતા વિપક્ષને એક કરવાની કોશિશ કરી ચૂક્યાં છે. તેમણે પોતાની ચૂંટણી સભાઓમાં કહ્યું હતું કે વિપક્ષો ઈચ્છે તો સાથે મળીને 2024ની ચૂંટણીમાં મોદીને હરાવી શકાય છે, જોકે હાલ આપણે કોરોના સામે લડવા પર ધ્યાન આપવું પડશે.