• Gujarati News
  • National
  • After Meeting Party Leaders In Delhi, He Said That Every Decision Of The High Command Was Approved; Sonia Rahul And Priyanka Are My Leaders

સિદ્ધુ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદે યથાવત રહેશે:દિલ્હીમાં પાર્ટી નેતાઓ સાથેની મુલાકાત બાદ કહ્યું- હાઈકમાન્ડનો દરેક નિર્ણય મંજૂર; સોનિયા-રાહુલ અને પ્રિયંકા જ મારા નેતા

લુધિયાણાએક દિવસ પહેલા
  • કૉપી લિંક
દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલયમાં દાખલ થતી નવજોતસિંહ સિદ્ધુની ગાડી - Divya Bhaskar
દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલયમાં દાખલ થતી નવજોતસિંહ સિદ્ધુની ગાડી

નવજોતસિંહ સિદ્ધુને કોંગ્રેસ હાઈકમાન્ડને પંજાબ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે કામ કરવાના નિર્દેશ મળ્યા છે. સિદ્ધુ ગુરૂવારે સાંજે નવી દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલય પહોંચ્યા હતા. હેડક્વાર્ટરથી નીકળતી વખતે મીડિયા સાથે વાત કરતા સિદ્ધુએ કહ્યું કે તેઓને પાર્ટી હાઈકમાન્ડની સામે પંજાબ અને પ્રદેશ કોંગ્રેસ અંગે પોતાની પ્રાથમિકતાઓ રાખી છે.

સિદ્ધુએ કહ્યું- તેઓને કોંગ્રેસ અધ્યક્ષ, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પર સંપૂર્ણ વિશ્વાસ છે. તેઓ જે પણ નિર્ણય લેશે કોંગ્રેસ અને પંજાબના સારા માટે જ હશે. તેમના નિર્દેશોને તેઓ ફોલો કરશે.

તો પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે નવજોતસિંહ સિદ્ધુએ સ્પષ્ટ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષનો નિર્ણય તેમને સ્વીકાર છે. નિર્દેશ સ્પષ્ટ છે કે સિદ્ધુ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે કામ કરશે અને સંગઠનાત્મક માળખું તૈયાર કરશે. રાવતે કહ્યું કે આ મુદ્દે આવતીકાલે સત્તાવાર જાહેરાત થશે.

નવજોતસિંહ સિદ્ધુ અને હરીશ રાવતે મીડિયાને જાણકારી આપી
નવજોતસિંહ સિદ્ધુ અને હરીશ રાવતે મીડિયાને જાણકારી આપી

આ પહેલાં સિદ્ધુ ગુરૂવારે સાંજે નવી દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલય પહોંચ્યા અને કોઈની સાથે વાત કર્યા વગર સીધા જ અંદર જતા રહ્યાં. સિદ્ધુની કોંગ્રેસના પંજાબ પ્રભારી હરીશ રાવત અને રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલ સાથે બેઠક થઈ.

આ દરમિયાન સિદ્ધુની પંજાબ સરકાર સાથેની નારાજગી ઉપરાંત પ્રદેશમાં સંગઠન પર વિસ્તરણને લઈને ચર્ચા થઈ. પંજાબમાં નવી કેબિનેટના શપથગ્રહણ બાદ હવે પાર્ટી હાઈકમાન્ડનું પુરું ફોકસ સાડા 4 મહિા બાદ થનારી વિધાનસભા ચૂંટણી પર છે. ચૂંટણી પહેલાં સિદ્ધુને સંગઠન મજબૂત કરવાની સુચના આપવામાં આવી છે.

હાલ પ્રદેશના અનેક ધારાસભ્યો અને નેતા પૂર્વ CM કેપ્ટન અમરિંદરસિંહના સંપર્કમાં છે. ગુરૂવારે જ CM ચન્ની પણ અમરિંદરને મળ્યા હતા. આવી સ્થિતિમાં આ લોકોને કોઈ પણ રીતે સંગઠનમાં જોડીને રાખો તેવી રાવત અને વેણુગોપાલે સિદ્ધુને સલાહ આપી.

પંજાબમાં જાન્યુઆરી 2020થી કોંગ્રેસ સંગઠન નિષ્ક્રિય છે
પંજાબમાં કોંગ્રેસના સંગઠનની દ્રષ્ટીએ ઘણી જ ખરાબ સ્થિતિમાં છે. જાન્યુઆરી 2020માં કોંગ્રેસ હાઈકમાન્ડે પંજાબમાં તમામ એકમોને ભંગ કરી દીધી હતી. જો કે સુનિલ જાખડને અધ્યક્ષપદે સંભાળી રાખવાનું કહ્યું હતું. પરંતુ પંજાબમાં કોંગ્રેસની અંદર જોવા મળતા કલેશને કારણે જાખડને હટાવીને સિદ્ધુને અધ્યક્ષ બનાવવામાં આવ્યા. સિદ્ધુએ જુલાઈમાં જ પંજાબ કોંગ્રેસનું અધ્યક્ષ પદ સંભાળ્યું હતું.

સંગઠન બનાવવાની જગ્યાએ સરકારમાં રસ દાખવ્યો સિદ્ધુએ, પછી આપ્યું રાજીનામું
પંજાબમાં નવજોતસિંહ સિદ્ધુને નવેસરથી કોંગ્રેસનું સંગઠન ઊભું કરવાનું હતું. તે પહેલા જ સિદ્ધુએ સંગઠન છોડીને સરકાર સાથે ટકરાવ વધાર્યો હતો. પહેલા કેપ્ટન અમરિંદર સિંહ સાથે વાંધો પછી ચરણજીત ચન્ની CM બન્યા તો DGP અને એડવોકેટ જનરલની નિમણૂંકને લઈને મોરચો ખોલ્યો. આ ટકરાવ એટલો વધી ગયો કે સિદ્ધુએ અંતે રાજીનામું પણ આપી દીધું.

સિદ્ધુની સાથે નવા નિમાયેલા જનરલ સેક્રેટરી યોગેન્દ્રપાલ ઢીંગરા અને કેશિયર ગુલઝાર ઈંદર ચહલે પણ રાજીનામું આપી દીધું. પંજાબમાં સંગઠનના નામે હવે 4 વર્કિંગ મંત્રી અને એક મહાસચિવ પરગટ સિંહ વધ્યા છે. તેમાં પણ વર્કિંગ મંત્રી સંગતસિંહ ગિલજિયાં અને પરગટ મંત્રી બની ગયા છે.

મીટિંગ પહેલા સિદ્ધુએ દેખાડ્યા તેવર
નવજોતસિંહ સિદ્ધુએ મીટિંગ પહેલા આક્રમક તેવર દેખાડ્યા હતા. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વીડિયો શેર કરીને તેને કહ્યું કે તેઓને સિસ્ટમ વિરૂદ્ધ બોલવાનું ગમે છે, સંઘર્ષ જ તેમનું ઘરેણું છે. તેઓ વીડિયોમાં સરકારને કામ કરવાની રીત સમજાવતા નજરે પડે છે. રેતી અને શરાબમાંથી પૈસા કમાવવાની સલાહ આપતા જોવા મળે છે.

કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધુ સંગઠનના હેડ છે અને તેઓએ સરકારમાં દરમિયાનગીરી ન કરવી જોઈએ. તેમ છતાં તેઓ સતત આ વાત સ્વીકારતા નથી અને સતત સરકારને સલાહ આપતા જોવા મળે છે, સોશિયલ મીડિયા પર નાખવામાં આવેલો વીડિયો પણ તેનો જ એક ભાગ છે.

અન્ય સમાચારો પણ છે...