• Gujarati News
  • National
  • After Mamata, Sonia Will Talk To The Leaders Of The Opposition; Besides Didi, Uddhav And Stalin Will Also Be Present At The Virtual Meeting

2024ની તૈયારીમાં વ્યસ્ત વિપક્ષ:મમતા બાદ સોનિયા કરશે વિપક્ષના નેતાઓ સાથે વાત; દીદી ઉપરાંત ઉદ્ધવ અને સ્ટાલિન પણ વર્ચ્યુઅલ બેઠકમાં રહેશે ઉપસ્થિત

નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 2024 લોકસભાની ચૂંટણી સુધી BJP સામે એક મજબૂત વિપક્ષ તૈયાર થાય તે માટેના સોનિયાના પ્રયાસ

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ 20 ઓગસ્ટના રોજ મમતા બેનર્જી, ઉદ્ધવ ઠાકરે અને વિપક્ષ નેતાઓની બેઠક બોલાવી છે. NCP ચીફ શરદ પવાર, તામિલનાડુના મુખ્યમંત્રી MK સ્ટાલિન અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન પણ આ વર્ચ્યુઅલ બેઠકમાં બોલાવવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે વિપક્ષની મજબૂર એકતાને દર્શાવવા માટેના હેતુએ આ બેઠક બોલાવવામાં આવી છે. આ દરમિયાન આગામી દિવસોમાં દિલ્હીમાં લંચ કે ડિનર પર વિપક્ષના નેતાઓની મુલાકાતની તારીખ નક્કી થઈ શકે છે.

કોંગ્રેસ ઈચ્છે છે કે વિપક્ષની એકજુથતાને વધુ મજબૂત કરવામાં આવે અને તેને આગામી ચૂંટણી સુધી જાળવી રાખવામા આવે. સોનિયાના પ્રયાસો છે કે 2024 લોકસભાની ચૂંટણી સુધી BJP સામે એક મજબૂત વિપક્ષ તૈયાર થાય. માનવામાં આવી રહ્યું છે કે આ રણનીતિ પર વિપક્ષની પાર્ટીઓ પણ સંમત છે. આગામી વર્ષે ઉત્તરપ્રદેશમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં યોગી સરકાર સામે કોંગ્રેસ મજબૂત ગઠબંધન કરવા ઈચ્છે છે.

મમતા અને રાહુલ પણ કરી ચૂક્યા છે બેઠક
હાલમાં જ મમતા બેનર્જી અને શરદ પવારે વિપક્ષના જુદા જુદા નેતાઓ સાથે બેઠક કરી હતી. જ્યારે, કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ ચોમાસુ સત્ર દરમિયાન 17 વિપક્ષી પાર્ટીઓના નેતાઓને બ્રેકફાસ્ટ પર બોલાવ્યા હતા. બસપા અને આમ આદમી પાર્ટીના નેતા આ બ્રેકફાસ્ટ ડિપ્લોમેસીમાં સામે થયા ન હતા.

કપિલ સિબ્બલના ઘરે વિપક્ષની બેઠક મળી હતી
કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે પણ હાલમાં જ શરદ પવાર, રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ યાદવ, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, શિવસેનાના સંજય રાઉત, તૃણમૂલના ડેરેક ઓ બ્રાયન અને નેશનલ કોન્ફરન્સના ઓમર અબ્દુલ્લા સાથે બેઠક કરી હતી. તેમાં ભાજપના પૂર્વ સહયોગી અકાલી દળ અને નવીન પટનાયકના બીજું જનતા દાળને પણ બોલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન ગાંધી પરિવારના કોઈ નેતા હાજર ન હતા.

ચોમાસુ સત્રમાં જોવા મળી વિપક્ષની પાર્ટીઓની એકજુથતા
15થી વધુ વિપક્ષી પાર્ટીઓએ ચોમાસુ સત્ર દરમિયાન સંસદમાં સંયુક્ત મોરચો બનાવ્યો, જે સતત પેગાસસ જાસૂસી કાંડ, કૃષિ કાયદા અને પેટ્રોલ-ડીઝલના વધતાં ભાવ બાબતે ભારે હોબાળો મચાવાતા રહ્યા હતા. હોબાળને કારણે લોકસભા અને રાજયસભાની કાર્યવાહી દરરોજ સ્થગિત થઈ રહી હતી. કોઈ ચર્ચા વિના જ ગૃહમાં અનેક બિલ પાસ કરાયા હતા.

રાહુલ ગાંધી સહિત લગભગ 15 વિપક્ષી પાર્ટીએ પદયાત્રા કરી
સત્ર સમાપ્ત થયા બાદ ગુરુવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત લગભગ 15 વિપક્ષી પાર્ટીઓએ સંસદથી વિજય ચોક સુધી પદયાત્રા યોજી હતી. આ દરમિયાન વિપક્ષે સરકાર પર લોકશાહીની મર્યાદા ભાગ કરવાના આરોપ લગાવ્યા હતા. રાહુલે કહ્યું હતું કે પ્રથમ વખત સાંસદો સ્તહે મારપીટ કરવામાં આવી. શિવસેના, રાકાંપા, રાજદ, સમાજવાદી પાર્ટી, DMK અને અન્ય વિપક્ષી પાર્ટીઓનું કહેવું છે કે રાજ્યસભામાં બુધવારે લોકશાહીની હત્યા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...