• Gujarati News
  • National
  • After Listening To Prajwal Pandey's Speech, Rishi Sunak Became A Fan, After Becoming PM Included Him In The Core Committee.

બ્રિટનમાં બિહારીબાબુ છવાયા:પ્રજ્વલ પાંડેનું ભાષણ સાંભળીને ઋષિ સુનક ફેન બન્યા, PM બન્યા બાદ કોર કમિટીમાં સામેલ કરી લીધા

એક મહિનો પહેલા
  • પ્રજ્વલ પાંડે એ જ ગામનો છે, જ્યાં દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો જન્મ થયો હતો

સિવાન જિલ્લાના રહેવાસી પ્રજ્વલ પાંડેએ પોતાની આવડતના આધારે બ્રિટનમાં દબદબો બતાવ્યો છે. પ્રજ્વલને બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકની કોર કમિટીમાં સ્થાન મળ્યું છે. તેનો જન્મ જીરાદેઈ બ્લોકના જામાપુરમાં થયો હતો. આજે બિહાર સહિત આખો દેશ જામાપુરના રહેવાસી રાજેશ પાંડેના પુત્ર પ્રજ્વલની હોશિયારી વાતો જાણવા માટે આતુર છે. પ્રજ્વલ પાંડે એ જ ગામનો છે, જ્યાં દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો જન્મ થયો હતો. હાલમાં પ્રજ્વલ પાંડે પડોશી રાજ્ય ઝારખંડના સિંદરીમાં રહેતો હતો. આ વર્ષે થોડા મહિના પહેલાં બ્રિટનના વડાપ્રધાન પદના ઉમેદવાર ઋષિ સુનકની પાર્ટીએ સિવાનના પ્રજ્વલ પાંડેને પોતાના પ્રચારમાં સામેલ કર્યા હતા. હવે ઋષિ સુનકે બ્રિટનના વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ પ્રજ્વલને કોર કમિટીમાં સ્થાન આપ્યું છે.

ઋષિ સુનક સાથે પ્રજ્વલ પાંડે.
ઋષિ સુનક સાથે પ્રજ્વલ પાંડે.

યુવા સંસદના સભ્ય તરીકે પ્રથમ વખત ઋષિ સુનકના ફેન બન્યા હતા
પ્રજ્વલ પાંડે વર્ષ 2019માં યુકે યૂથ પાર્લમેન્ટના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે યુકે સંસદમાં યુવા સંસદસભ્ય તરીકે પ્રથમ ભાષણ આપ્યું હતું. આ સાથે જ લોકો તેના ફેન બની ગયા. આ પહેલાં પ્રજ્વલ પાંડે 16 વર્ષની ઉંમરે કન્ઝર્વેટિવ પાર્ટી ઓફ બ્રિટનમાં સભ્ય તરીકે જોડાયો હતો.

ભાષણ આપી રહેલો પ્રજ્વલ પાંડે.
ભાષણ આપી રહેલો પ્રજ્વલ પાંડે.

દાદા સરકારી નોકરીમાં હતા, પિતા બ્રિટનમાં સોફ્ટવેર એન્જિનિયર હતા
પ્રજ્વલ પાંડેના દાદા બાગીશ દત્ત પાંડે ઝારખંડના સિંદરીમાં સરકારી નોકરીમાં હતા. પ્રજ્વલના પિતા રાજેશ પાંડે યુકેમાં સોફ્ટવેર એન્જિનિયર છે. તેની માતા મનીષા પાંડે ત્યાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. પ્રજ્વલની એક બહેન પ્રાંજલ પાંડે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પીએચ.ડી કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...