• Home
  • National
  • After IIT Mumbai, now IIT Delhi and Madras have also canceled classroom classes, online studies will now be available for next semester

કોરોના ઇફેક્ટ / IIT મુંબઇ બાદ હવે IIT દિલ્હી અને મદ્રાસે પણ ક્લાસરૂમ ક્લાસ રદ્દ કર્યા, આગામી સેમિસ્ટર માટે હવે ઓનલાઇન અભ્યાસ થશે

X

  • અગાઉ IIT મુંબઇએ એક વર્ષ માટે ઓનલાઇન ક્લાસ લેવાની જાહેરાત કરી હતી
  • IIT દિલ્હીએ આ આ વર્ષે ડિસેમ્બર પહેલા કેમ્પસ ન ખોલવાની જાહેરાત કરી

દિવ્ય ભાસ્કર

Jun 29, 2020, 08:06 PM IST

IIT દિલ્હી અને IIT મદ્રાસે આગામી સેમિસ્ટર માટે ક્લાસરૂમ ક્લાસ રદ્દ કરી નાખ્યા છે. કોરોના મહામારી દરમિયાન ફેસ ટુ ફેસ ક્લાસિસ જોખમી સાબિત થઇ શકે છે. હવે માત્ર ઓનલાઇન ક્લાસ લેવાશે. તાજેતરમાં જ IIT મુંબઇએ ડિસેમ્બર સુધી ઓનલાઇન ક્લાસ ચલાવવાની જાહેરાત કરી હતી. 

ઉપસમિતિના રિપોર્ટનું પાલન થશે
IIT દિલ્હી અને IIT મદ્રાસ તેમના દરેક પ્રોગ્રામ માત્ર ઓનલાઇન મોડ દ્વારા સંચાલિત કરશે. IIT દિલ્હીએ આ વર્ષમાં ડિસેમ્બર પહેલા કેમ્પસ ન ખોલવાનો નિર્ણય કર્યો છે. સંસ્થાના નિદેશક રામગોપાલ રાવે કહ્યું કે અમારી પાસે આ વર્ષે કોઇ વિકલ્પ નથી. તેથી અમે ઓનલાઇન મોડથી ક્લાસ સંચાલિત કરવાના ઉપસમિતિના રિપોર્ટનું પાલન કરીશું. 

ઓક્ટોબરમાં ફરી પરિસ્થિતિની સમીક્ષા થશે
દેશમાં લગાતાર વધી રહેલા કોરોનાવાયરને ધ્યાનમાં રાખીને 6 IITની એક ઉપસમિતિએ રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ રિપોર્ટ જૂનમાં IIT પરિષદની સ્થાયી સમિતિને સોંપવામા આવ્યો હતો. રિપોર્ટમાં એવું સૂચન હતું કે ડિસેમ્બર 2020થી જાન્યુઆરી 2021માં નવા કાર્યક્રમોને શરૂ કરવા માટે ઇન્ટરવ્યૂ ઓનલાઇન આયોજિત કરવા જોઇએ. જોકે સંસ્થાનો ઓક્ટોબર 2020માં ફરી પરિસ્થિતિની સમીક્ષા કરશે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી