• Gujarati News
  • National
  • After Gautam Gambhir And Srinivasa, Will Sharad Pawar, Devendra Fadnavis, Priyanka And Rahul Gandhi Also Be Questioned?

કોરોના વચ્ચે મદદ કરનાર લોકો સામે મુશ્કેલી:ગૌતમ ગંભીર, શ્રીનિવાસ બાદ શું શરદ પવાર, દેવેન્દ્ર ફડણવીસ, પ્રિયંકા અને રાહુલ ગાંધીની પણ થશે પૂછપરછ?

નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય માણસ ઈન્જેકશન-દવાઓ માટે ભટકી રહ્યો અને નેતાઓ સરળતાથી મેળવી રહ્યા, આ તે કેવી વ્યવસ્થા?

કોરોના સંકટની વચ્ચે નેતાઓ દવાઓ અને સાધનોનું વિતરણ કરી રહ્યા છે. 10 એપ્રિલના રોજ ગુજરાતના ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલે જરૂરિયાતમંદોને 5000 રેમડેસિવિરના ઇન્જેક્શન વિના મૂલ્યે આપવાની જાહેરાત કરી હતી. પૂર્વ દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ફેબિ ફ્લૂ અને રેમડેસિવિર જરૂરિયાતમંદોને આપવાની જાહેરાત કરી હતી. યુથ કોંગ્રેસના નેતા શ્રીનિવાસ બી.વી. તો સતત લોકો માટે દવાઓ અને મેડિકલ સાધનો પહોંચાડી રહ્યા છે. આ યાદી અહીં જ સમાપ્ત થતી નથી. ઘણા દિગ્ગજ નેતાઓના નામ પણ તેમાં સામેલ છે, પરંતુ હવે મદદ કરનારા આ નેતાઓની પણ પૂછપરછ શરૂ થઈ ગઈ છે.

અમે સંગ્રહખોરીનથી કરી, અમે ફક્ત લોકો માટે એક માધ્યમ બન્યા
કોરોના મહામારી દરમિયાન જરૂરીયાતમંદોને મેડિકલ સહાય પૂરી પાડનાર યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રીનિવાસ બી.વી.ની 14 એપ્રિલે દિલ્હી ક્રાઇમ બ્રાંચની ટીમે લગભગ 40 મિનિટ સુધી પૂછપરછ કરી હતી. શ્રીનિવાસ બી. વી.એ 'દિવ્ય ભાસ્કર' સાથેની વાતચીતમાં કહ્યું, 'ટીમે તેમને પૂછ્યું કે તે લોકોને મદદ કરવા માટે દવાઓ અને મેડિકલ સાધનો ક્યાંથી લાવી રહયા છે? તેણે જવાબ આપ્યો કે યુથ કોંગ્રેસ લોકોને દવા અને સાધનો પહોંચાડવાનું માધ્યમ બની રહ્યું છે. તે સંગ્રહખોરી કરી રહ્યુ નથી. ' શ્રીનિવાસે આ અંગે વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું કે મેં મદદ કરવાની રીતને વિસ્તારથી પોલીસની સામે રજૂ કરી હતી.

તેઓ કહે છે, ઉદાહરણ તરીકે, આને આ રીતે સમજો, 'દિલ્હીમાં આર્ક ફાર્માસ્યુટિકલ કંપની છે, તેની પાસે 30 સ્ટોર્સ છે. આપણે જાણીએ છીએ કે તેની પાસે રેમડેસિવિર અથવા અન્ય દવાઓ છે, તો અમે લોકોમે તેની માહિતી આપીએ છીએ. તેમનું આધારકાર્ડ, કોવિડ રિપોર્ટ, ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન ત્યાં જમા થાય છે અને લોકોને દવાઓ મળે છે.

તે જ રીતે ઓક્સિજનનું સિલિન્ડર એક વ્યક્તિને નહીં પરંતુ ઘણા લોકોને કામ આવે છે. અમે ઉપયોગમાં લેવાતા સિલિન્ડરોને એક જરૂરી વ્યક્તિ સુધી પહોંચાડવાનું કામ કરીએ છીએ. શ્રીનિવાસ દ્વારા એવું કહેવામાં આવે છે કે અમે લોકો માટે એક માધ્યમ બની રહ્યા છીએ, નહીં કે અમે દવા સંગ્રહ કરીને લોકોને મદદ કરી રહ્યા.

મફતમાં દવાઓનું વિતરણ કરે છે તે 'મદદગાર' કે 'ગુનેગાર'?
ખરેખરમાં 29 એપ્રિલે હાર્ટ ફાઉન્ડેશનના અધ્યક્ષ ડો.દીપકસિંહે દિલ્હી હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી. આ અરજીમાં એવું કહેવામાં આવ્યું હતું કે કોરોના મહામારીમાં એક તરફ લોકો રેમડેસિવિર દવા માટે એક સ્થળેથી બીજી જગ્યાએ દોડા-દોડી કરી રહ્યા છે, તો બીજી તરફ નેતાઓ અને રાજકીય પક્ષો દવાઓની સંગ્રહખોરી કરીને હીરો બની રહ્યા છે. આખરે આવું કેવી રીતે થઈ રહ્યું છે?

જાહેર હિતની અરજી કરનાર પ્રખ્યાત શૂટર દીપકસિંહે ભાસ્કરને કહ્યું હતું કે, 'નેતાઓ ખુલ્લેઆમ દવાઓ અને સાધનોનું વિતરણ કરી રહ્યા છે. આનો સરળ અર્થ એ છે કે આ લોકો પાસે મોટા પ્રમાણમાં દવાઓ ખરીદવાની વ્યવસ્થા છે. પરંતુ, શું તેમની પાસે ડ્રગ અને કોસ્મેટિક્સ એક્ટ-1940 હેઠળ આટલી મોટી માત્રામાં દવાઓ ખરીદવા માટે જરૂરી પરવાનો છે.'

તેઓ કહે છે કે પ્રથમ નજરમાં તે બધું જ સેવાભાવી લાગે છે, પરંતુ સવાલ એ ઉભો થાય છે કે જ્યારે સામાન્ય માણસ દવાઓ માટે ભટકતો હોય છે ત્યારે આ લોકો તેને ક્યાંથી ખરીદી તેમના વિશેષ લોકો સુધી પહોંચાડી રહ્યા છે?

યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રીનિવાસ બી.વી.ની 14 એપ્રિલે દિલ્હી ક્રાઇમ બ્રાંચની ટીમે લગભગ 40 મિનિટ સુધી પૂછપરછ કરી હતી.
યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રીનિવાસ બી.વી.ની 14 એપ્રિલે દિલ્હી ક્રાઇમ બ્રાંચની ટીમે લગભગ 40 મિનિટ સુધી પૂછપરછ કરી હતી.

શું ત્યાં મેડિકલ-માફિયા-રાજકારણીઓના તાર જોડાયેલા?
ભૂતપૂર્વ એરફોર્સ અધિકારીના પુત્ર ડો.દીપક સિંહ કહે છે કે લાઇસન્સ વિના દવાઓ ખરીદી શકાતી નથી, તો પછી તેમને કેવી રીતે મળી? લાઇસન્સ વગર આટલી માત્રામાં દવા રાખવી એ સંગ્રહખોરી ગણાય છે. બીજી વાત તે કે 'બરાબરીનો અધિકાર' હેઠળ દરેકને સમાન તબીબી સુવિધાઓ મેળવવાનો અધિકાર છે. તો પછી નેતાઓ તેમના વિસ્તારમાં દવાઓનું વિતરણ કેવી રીતે કરી રહ્યા છે? તેઓ સમજાવે છે કે નેતા તેમની શક્તિનો ઉપયોગ કરીને, તેઓ જથ્થાબંધ દવાઓ ખરીદી રહ્યા છે અને રાજકીય લાભ ખાંટવા માટે તેનું વિતરણ કરી રહ્યા છે.

મતલબ કે જો કોઈ જરૂરિયાતમંદ સામાન્ય માણસ આ નેતાઓ સુધી પહોંચે તો તેને દવાઓ મળશે, બદલામાં તે નેતાને પૈસા નહીં પણ રાજકીય ટેકો મળશે. તેની વોટ બેંક તૈયાર થશે. જ્યારે આ દવા કોઈ નેતા પાસેથી પસાર થઈ નહીં, પણ લોકોને સીધી જ મળવી જોઈએ. તેમનું એમ પણ કહેવું છે કે સામાન્ય જનતા પર છૂટાછવાયા કેસો પર તાત્કાલિક FIR થઈ જાય છે, પરંતુ ગેરકાયદેસર સંગ્રહખોરીના આ કેસો પર મોટા નેતાઓની મિલીભગતની સંપૂર્ણ જાણકારી હોવા છતાં, કોઈપણ કાર્યવાહી થતી નથી.

સુપ્રીમ કોર્ટ અને વિવિધ રાજ્યોની અદાલતોએ મહામારી દરમિયાન દવાઓ અને મેડિકલ સાધનોના કાળા બજારી અંગે કડક ટિપ્પણી કરી છે. આવી સ્થિતિમાં આ નેતાઓની પૂછપરછ કરીને તે જાણ કરવી જોઈએ કે તેઓએ તેમને કેવી રીતે એકત્રિત કર્યા? અરજદારે દેશમાં કાર્યરત મેડિકલ-માફિયા-રાજકારણી વચ્ચેના આ સંબંધને છતી કરવા CBI તપાસની માંગ કરી હતી.

અરજીમાં ઘણા દિગ્ગજ નેતાઓનાં નામ
અરજીમાં શિવસેનાના પૂર્વ ધારાસભ્ય ચંદ્રકાંત રઘુવંશી, ગુજરાત ભાજપ નેતા સીઆર પાટિલ, મહારાષ્ટ્ર ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ, ભાજપ નેતા સિરીશ ચડૂરી, NCPના શરદ પવાર અને રોહિત પવાર, કોંગ્રેસના પ્રિયંકા વાડ્રા ગાંધી અને રાહુલ ગાંધીના નામ પણ સામેલ છે.

દિલ્હી હાઈકોર્ટની મંજૂરી બાદ અરજદારે દિલ્હી પોલીસમાં ફરિયાદ કરી હતી
4 મેના રોજ દિલ્હી હાઈકોર્ટે આ અરજીની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે આ મામલે હમણાં "CBI તપાસની મંજૂરી નથી." જોકે, કોર્ટ અરજદારને દિલ્હી પોલીસ કમિશનરને ફરિયાદ કરવાની મંજૂરી આપી હતી. કોર્ટે દિલ્હી પોલીસને એક અઠવાડિયામાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે. મંજૂરી બાદ અરજદારે પોતાની ફરિયાદ દિલ્હી પોલીસને સુપરત કરી હતી. ત્યાર બાદ દિલ્હી પોલીસ તમામ નેતાઓની પૂછપરછ કરી તપાસ કરી રહી છે.