• Gujarati News
  • National
  • After Five Hundred Years In Ayodhya, Ramlala Will Now Swing In A Silver Cradle, The Trust Has Taken The Measurement Of The Swing, The Sanctum Sanctorum Is Also Demanded To Be Made Of Gold.

રામમંદિર શિલાન્યાસને એક વર્ષ:500 વર્ષ પછી ચાંદીના પારણામાં ઝૂલશે રામલલ્લા, ગર્ભગૃહને સોનાનું બનાવવાની માંગ; વાંચો ગ્રાઉન્ડ રિપોર્ટ

9 મહિનો પહેલા

અયોધ્યામાં 5 ઓગસ્ટે મંદિરના શિલાન્યાસને એક વર્ષ પૂરું થશે. ઘણા દશકાઓથી ચાલતી લડાઈના અંતે હવે રામ મંદિર બનવાનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. પાયાના નિર્માણનું કામ 60 ટકા પૂરું થઈ ગયું છે. આ વખતે અહીં 11 ઓગસ્ટથી શરૂ થતા શ્રાવણના મેળાને પણ ખાસ બનાવવાની તૈયારી ચાલી રહી છે.

માન્યતા પ્રમાણે, આ મેળો શ્રાવણ સુદ ત્રીજના દિવસથી શરૂ થઈને 12 દિવસ ચાલે છે. આ વખતે મેળામાં શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામલલ્લાને ચાંદીના પારણે ઝુલાવવાનો નિર્ણય કર્યો છે. આવું 500 વર્ષ પછી થઈ રહ્યું છે. ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સિનિયર પ્રચારક ગોપાલજીએ સોમવારે પારણાનું માપ લીધું છે. એ ઉપરાંત ગર્ભગૃહને સોનાનું બનાવવાની માગ શરૂ થઈ છે. શિલાન્યાસને એક વર્ષ થતાં અયોધ્યાથી દૈનિક ભાસ્કરનો ગ્રાઉન્ડ રિપોર્ટ...

પાયાના 44 લેયરમાંથી 25 તૈયાર

1528થી રામ મંદિર આંદોલન ચાલી રહ્યું છે. સુપ્રીમ કોર્ટથી નિર્માણનો રસ્તો ક્લિયર થતાં ગયા વર્ષે 5 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચીને શિલાન્યાસ કરવા પહોંચ્યા હતા. ત્યાર પછી હવે રામ મંદિરનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે. પાયો 44 લેયરનો બનાવવાનો છે, જેમાંથી 25 લેયર તૈયાર થઈ ગયા છે. મંદિર નિર્માણની સાથે હવે રામલલ્લાને બાકીની સુવિધાઓ આપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

પાયાનું 60 ટકા કામ પૂરું.
પાયાનું 60 ટકા કામ પૂરું.
44 લેયરમાં પાયાનું કામ કરવાનું છે, જેમાંથી 25 લેયર તૈયાર થઈ ગયા છે.
44 લેયરમાં પાયાનું કામ કરવાનું છે, જેમાંથી 25 લેયર તૈયાર થઈ ગયા છે.

મણિપર્વત પારણાથી શરૂ થશે શ્રાવણિયો મેળો
શ્રાણવ સુદની ત્રીજની તિથિથી કનક ભવન મણિરામ દાસજીની છાવણી, શ્રીરામવલ્લભાકુંજ, દશરથ મહલ, કોશલેસકુંજ જેવા સોથી વધારે મંદિરોમાંથી ભગવાનની મૂર્તિઓ મણિપર્વત પર હિંડોળા માટે સમારોહ પહેલાં લઈ જવામાં આવે છે. મણિપર્વત પારણા સમારોહ પછી મૂર્તિઓ પરત લાવ્યા પછી શ્રાવણ મહિનામાં ઉત્સવ ચાલે છે.
અમુક સંતોએ માગણી કરી હતી કે રામલલ્લા જ્યારે વિવાદોમાંથી મુક્ત થઈ જશે ત્યારે તેમને પણ મણિપર્વત પર હિંડોળા માટે લાવવામાં આવશે. આ વિશે શ્રીરામવલ્લભાકુંજના પ્રમુખ સ્વામી રાજકુમાર દાસે કહ્યું હતું કે શ્રીરામજન્મભૂમિ પર રામલલ્લા બાળરૂપમાં છે. આ અવસ્થામાં તેઓ બાળસ્વરૂપે છે અને માતાના ખોળો તેમના માટે ઉત્તમ હિંડોળો છે. તેથી સુરક્ષા અને રામલલ્લાની અવસ્થાને ધ્યાનમાં રાખીને આ માગણી યોગ્ય નથી.

ચોમાસાને કારણે અહીં કામની ગતિ થોડી ધીમી પડી છે.
ચોમાસાને કારણે અહીં કામની ગતિ થોડી ધીમી પડી છે.

શિવસેનાએ સોનાનું ગર્ભગૃહ બનાવવાની માગણી કરી
શિવસેનાએ અયોધ્યામાં જે ભગાવન રામ મંદિરનું ગર્ભગૃહ સોનાનું બનાવવાની માગણી કરી છે. શિવસેના પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રમુખ અને વિવાદિત માળખું તોડી પાડવાના આરોપી સંતોષ દુબેએ વડાપ્રધાન મોદીને આ વિશે ચિઠ્ઠી મોકલી છે. તેમણે વડાપ્રધાનને માગણી કરી છે કે ભગવાન રામલલ્લાના મંદિરનું ગર્ભગૃહ સોનાનું બનાવવામાં આવે. 500 વર્ષના આકરા સંઘર્ષ પછી આ મંગળ સમય આવ્યો છે. દુબેનું કહેવું છે કે રામમંદિર ભૂમિ પૂજનને 5 ઓગસ્ટે એક વર્ષ પૂરું થઈ રહ્યું છે. વડાપ્રધાને તે દિવસે જ સોનાનું ગૃહ બનાવવાની જાહેરાત કરી દેવી જોઈએ.

5 ઓગસ્ટ 2020ના રોજ વડાપ્રધાને રામમંદિરનો શિલાન્યાસ કર્યો છે.
5 ઓગસ્ટ 2020ના રોજ વડાપ્રધાને રામમંદિરનો શિલાન્યાસ કર્યો છે.
અન્ય સમાચારો પણ છે...