કારમાં આવેલા ચોરોએ બલ્બની ચોરી કરી, VIDEO:એક દુકાનમાં નિષ્ફળ જતાં, બીજી દુકાનમાંથી લેમ્પ ચોરી ગયા

22 દિવસ પહેલા

રાજસ્થાનનાં ઝુંઝુનુંમાં બલ્બની ચોરીની ઘટના સામે આવી છે. બે ચોર અલ્ટો કારમાં બલ્બની ચોરી કરવા આવ્યા હતા. રાતના સમયે કારમાં બલ્બની ચોરી કરવા આવેલા બે ચોરમાંથી એક ચોર એક દુકાનમાં ચોરી કરવા ગયો હતો પરંતુ ત્યાં તેનો પ્રયાસ નિષ્ફળ ગયો. ત્યારબાદ તે બીજી દુકાનમાં બલ્બની ચોરી કરવા ગયો અને ત્યાં તેણે ખુરશીની મદદથી બલ્બ કાઢ્યો અને ત્યાંથી કારમાં બેસીને ફરાર થઈ ગયા. આ ઘટના દરમિયાન દુકાનનો માલિક જાગી ગયો હતો. પણ ત્યાં સુધીમાં તો ચોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. દુકાનના માલિક અનુસાર ચોરોએ દુકાનનું શટર તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં તેમને સફળતા ન મળતા જે હાથમાં આવ્યુ તે લઈને ભાગી ગયા. ત્યાં રહેતા લોકો અનુસાર ચોરોનો ઈરાદો ત્યાંની દુકાનોમાં ચોરી કરવાનો હતો. જેથી રસ્તામાં અંધારું કરવાના પ્રયાસમાં બલ્બ કાઢી નાખ્યા. ઘટના બાદ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.