તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • After Discussions With The Chief Ministers, The PM Said, "Now Focus On The Micro Containment Zone, More Testing Is Needed Than Vaccines."

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અંગે મોદીની ચિંતા:મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા પછી PMએ કહ્યું- હવે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન પર ધ્યાન આપો, વેક્સિનથી વધારે ટેસ્ટિંગની જરૂર

નવી દિલ્હી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવે તો આપણી પાસે અનુભવ અને પુરતા સાધનો બન્ને છે: મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે ફરી એકવાર કોરોનાને લઈને રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. બેઠક પૂર્ણ થયા પછી મોદીએ કહ્યું કે કોરોના કર્ફ્યૂ લોકોને જાગૃત કરી રહ્યા છે. આપણે તેના પર ધ્યાન દેવાની જરૂર છે. હવે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન પર ધ્યાન આપો. તેમા સરકારે વધારે મહેનત કરવી પડે છે. પરંતુ આ મહેનત જ સફળતા અપાવશે. આપણે છેલ્લે 10 લાખ એક્ટિવ કેસ જોયા છે. આપણે તેના પર સફળતા મેળવી છે. હવે તો આપણી પાસે અનુભવ અને પુરતા સાધનો બન્ને છે. આપણે આ પીકને રોકી શકીએ તેમ છીએ.

PM મોદીના ભાષણની ખાસ વાત
1. લોકો અગાઉની તુલનામાં ઘણા કેઝ્યુઅલ થઈ ગયા છે
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દેશ પહેલી લહેરની પીકને ક્રોસ કરી ચુક્યો છે. આ વખતે ગ્રોથ રેટ અગાઉ કરતા વધારે છે. મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને પંજાબ સહિત અનેક રાજ્ય પહેલી લહેરની પીકને પાર કરી ચુક્યા છે. અનેક રાજ્ય આ દિશામાં ઝડપથી આગળ વધી રહ્યા છે. આ આપણા માટે ચિંતાનો વિષય છે. આ વખતે લોકો અગાઉની તુલનામાં કેઝ્યુઅલ થઈ ગયા છે. મોટાભાગના રાજ્યોમાં પ્રશાસન પણ સુસ્ત દેખાઈ રહ્યું છે.

2. વેક્સિનથી વધારે ટેસ્ટિંગની જરૂર
પ્રધાનમંત્રીએ કહ્યું કે હું તમામ રાજ્યના મુખ્યમંત્રીઓને આગ્રહ કરું છું કે તમે મશીનરી મારફતે સરવે કરાવો. અગાઉ કોરોનાના સામાન્ય લક્ષણોથી લોકો ડરતા હતા. વર્તમાન સમયમાં લોકો તેને હળવાશથી લઈ રહ્યા છે. તેઓ પરિવાર સાથે અગાઉની માફક જ જીવન જીવે છે. તેને લીધે સમગ્ર પરિવાર ઝપટમાં આવી જાય છે. તેની પાછળનું મૂળ કારણ લક્ષણ નહીં દેખાવાનું છે. આ માટે પ્રો એક્ટિવ ટેસ્ટિંગ થાય તે જરૂરી છે. આપણે જેટલા વધારે ટેસ્ટિંગ કરશું એટલા જ લોકો સામે આવશે.

3. 70% RTPCR ટેસ્ટ થવા જોઈએ
PM મોદીએ કહ્યું કે કોરોના એવી સ્થિતિ છે કે જ્યા સુધી તમે તેને ઘરે નહીં લાવો ત્યાં સુધી તે નહીં આવે. તેમા ટેસ્ટિંગ અને ટ્રેકિંગની ખૂબ જ જરૂરી છે. તેને સહળવાસથી લેવું જોઈએ નહીં. 70 ટકા RTPCR ટેસ્ટ હોવા જોઈએ. મારી પાસે ફરિયાદ આવી છે કે ટેસ્ટમાં બેદરકારી થઈ રહી છે. ટેસ્ટ માટે સેમ્પલ ઠીકથી લેવા જોઈએ.
જે રાજ્યોમાં બેદરકારી થઈ રહી છે તેને અટકાવવી જોઈએ. પોઝિટિવ કેસ હશે તો ટ્રીટમેન્ટ થશે. જો નહીં થાય તો દર્દી પરિવારને સંક્રમિત કરતો રહેશે. કેટલીક લેબ ટેસ્ટ પણ અલગ-અલગ આપવામાં આવી રહી છે. તેમાં ઘટાડો થે. તેને સુધારવાની જરૂર છે.

4. 72 કલાકમાં 30 કોન્ટેક્ટ ટ્રેસિંગથી ઓછો ટાર્ગેટ હોવો જોઈએ નહીં
ટેસ્ટિંગ અને ટ્રેસિંગ પર ભાર આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે કન્ટેઈનમેન્ટ ઝોનમાં ટેસ્ટિંગ પર ફોકસ આપવાનું છે. અહીં એક પણ વ્યક્તિ ટેસ્ટ વગર બાકી રહેવી જોઈએ નહીં. ટ્રેસિંગમાં પ્રશાસનિક લેવલ પર ઘણી ઝડપની જરૂર છે. 72 કલાકમાં 30 કોન્ટેક્ટ ટ્રેસિંગથી ટાર્ગેટ ઓછો હોવો જોઈએ નહીં.

કન્ટેઈનમેન્ટ ઝોનની મર્યાદા પણ નક્કી થવી જોઈએ. જ્યાં કેસ છે, તે વિસ્તારને સીલ કરવા. એવું નથી કે એક ટાવરમાં સંક્રમિત છે તો તેની બાજુવાળો ટાવર સીલ કરવામાં આવે. એમ ન કરશો. જમીની સ્થિતિ સુધી જવામાં સુસ્તી દર્શાવશો નહીં.

5. નવી વેક્સિનેશન ડેવલપમેન્ટ માટે પ્રયત્ન જાળવી રાખો
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે એઈમ્સ દિલ્હી પ્રત્યેક મંગળવારે અને શુક્રવારે વેબિનાર કરે છે. તે સતત થતો રહેવો જોઈએ. તમામ હોસ્પિટલ તેની સાથે જોડાતી રહે. એમ્બ્યુલન્સ, વેન્ટિલેટર અને ઓક્સિજનના રિવ્યુ પણ જરૂરી છે.

મોદીના ભાષણની ખાસ વાતો

1. વેક્સિનથી વધારે ટેસ્ટિંગ જરૂરી

2. 70% RTPCR થવો જોઈએ

3. 72 કલાકમાં 30 કોન્ટેક્ટ ટ્રેસિંગથી ઓછો ટાર્ગેટ ન હોવો જોઈએ

4.નવા વેક્સિનેશન ડેવલપમેન્ટ માટે પ્રયત્નો ચાલુ

5. 11 થી 14 એપ્રિલ સુધી વેક્સિન ઉત્સવ મનાવો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો