• Gujarati News
  • National
  • After Brake Failure, The Bus First Hit A Pillar And Then Overturned; 65 Pilgrims Were From UP, One Woman Died

ઋષિકેશ-શિવપુરી રૂટ પર બસ પલટી, VIDEO:બ્રેક ફેલ થયા પછી બસ પહેલા થાંભલા સાથે અથડાઈ ને પછી પલટી ગઈ; 65 યાત્રિક UPના હતા, એક મહિલાનું મોત

ઋષિકેશ-શિવપુરી15 દિવસ પહેલા

ઋષિકેશ-શિવપુરી રૂટ પર બસ પલટી ગઈ હતી જેનો ડરામણો વીડિયો સામે આવ્યો છે. ઘટના મુનિકી રેતી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે, જ્યાં ગુરુવારે સાંજે 5 વાગ્યે ઋષિકેશના નીલકંઠ મહાદેવ જતી એક બસ બેકાબૂ થઈ જતાં પલટી ગઈ હતી. દુર્ઘટનામાં એક મહિલા યાત્રીનું મોત નિપજ્યું છે, જ્યારે 15થી વધુ યાત્રિકો ઘાયલ થયા છે.

મૃતક મહિલા યાત્રીનું નામ ઈન્દુદેવી જણાવવામાં આવી રહ્યું છે, જે બલિયાના મઝુઆના રહેવાસી છે. બસને ભદ્રકાલી થઈને મુનિકી રેતી પાર્કિંગમાં આવવાનું હતું. ભદ્રકાલી નજીક અચાનક બસની બ્રેક ફેલ થઈ ગઈ.

SSI રમેશકુમાર સૈનીએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં બસમાં સવાર તમામ યાત્રિકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. ત્યાંથી 8 લોકોને AIIMSમાં રેફર કરી દેવાયા છે.

બ્રેક ફેલ થયા બાદ અનકંટ્રોલ થઈ બસ
મળતી માહિતી મુજબ બસમાં 65 પેસેન્જર્સ હતા, જે ઉત્તર પ્રદેશના બલિયાથી આવી રહ્યાં હતા. ત્યારે ખારા શ્રોતની પાસે બસની બ્રેક ફેલ થઈ ગઈ. બ્રેક ફેલ થયા પછી બસ પહેલાં તો એક થાંભલા સાથે અથડાઈ, જે પછી તે પહાડ સાથે ટકરાઈ ગઈ. પહાડ સાથે અથડાયા બાદ બસ અનિયંત્રિત થઈને રસ્તા પર ગોથા ખાવા લાગી અને જોતજોતમાં પલટી મારી ગઈ. પોલીસ અને સ્થાનિક લોકોએ ભારે મુશ્કેલી બાદ યાત્રિકોને બસમાંથી બહાર કાઢ્યા અને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવ્યા.

અન્ય સમાચારો પણ છે...