તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • After Bhumi Pujan, The Crowd For Ramallah Darshan Increased 10 Times, More Than 1400 People Darshan Till 12 Noon Today.

અયોધ્યાથી ગ્રાઉન્ડ રિપોર્ટ:ભૂમિપૂજન બાદ રામલલ્લાના દર્શન માટે 10 ગણી ભીડ વધી, આજે બપોરે 12 વાગ્યા સુધી 1400થી વધુ લોકોએ દર્શન કર્યા

રવિ શ્રીવાસ્તવ, આદિત્ય તિવારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જન્મભૂમિથી જોડાયેલા વિસ્તારોના દુકાનદારો વચ્ચે એવી અફવા ફેલાઇ છે કે રસ્તો પહોળો થશે તો તેમની દૂકાનો તોડી નખાશે
  • દર્શને આવેલા ભક્તો પારિજાતને જોઇને કહે છે કે આ છોડ ગઇકાલે વડાપ્રધાને રોપ્યું હતું
  • ત્યાં ઉપસ્થિત પુજારી ભક્તોને જણાવી રહ્યા છે કે ગઇકાલે અહીં વડાપ્રધાને સાષ્ટાંગ પ્રણામ કર્યા હતા

અહીં છેલ્લા બે દિવસથી ભૂમિપૂજન અંગે જે ઉત્સવનો માહોલ હતો તે હવે ધીમે ધીમે શાંત થઇ રહ્યો છે. લોકો કામ પર પરત જવા લાગ્યા છે. બજારોમાં ભીડ વધી રહી છે. જોકે રામ કી પૈડીથી હનુમાનગઢી અને જન્મભૂમિ સુધી ભૂમિપૂજન માટે અયોધ્યા આવેલા લોકોની મોટી સંખ્યા હજુ પણ ઉપસ્થિત છે. સજાવટને ઉતારવાનું કામ ચાલી રહ્યું છે. સાકેત ગ્રાઉન્ડથી જન્મભૂમિ વચ્ચે રસ્તામાં ફૂલોની માળા અને ઝાલર હટાવવામા આવી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે હજુ બધી સજાવટ હટાવવામા બે દિવસ લાગશે.

ગુરૂવારે રામ કી પૈડી પર સફાઇ કરી રહેલા લોકો.
ગુરૂવારે રામ કી પૈડી પર સફાઇ કરી રહેલા લોકો.

12 વાગ્યા સુધી 1400થી વધુ લોકો રામલલ્લાના દર્શન કરી ચૂક્યા હતા, ભીડ 10 ગણી વધી
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની ઓફિસમાં વધુ ભીડ નથી. અહીંથી ભક્તો રામલલ્લાના દર્શન માટે જાય છે. જ્યારે અમે ત્યાં પહોંચ્યા તો દર્શનનો સમય પૂર્ણ થયો છે એમ કહીને અમુક લોકોને પાછા જવાનું કહેવામા આવી રહ્યું હતું. ભીડ જોઇને VHPના અમુક પદાધિકારીઓએ ટ્રસ્ટની ઓફિસેથી નિકળીને અધિકારીઓ સાથે વાત કરી અને દર્શનનો સમય 12 વાગ્યા સુધીનો કરી નાખ્યો.

અહીં અમારી મુલાકાત કૈલાશ કનાડે સાથે થઇ જેઓ મહારાષ્ટ્રથી બે દિવસ પહેલા અયોધ્યા પહોંચ્યા હતા. તેમણે કહ્યું-અમે અહીં 1992થી આવી રહ્યા છીએ. ચિત્રકૂટથી જયનારાયણ તેમના મિત્રો સાથે રામલલ્લાના દર્શન કરવા પહોંચ્યા છે. લોકરમાં સામાન રાખીને તેઓ અન્ય મંદિરોના એડ્રેસ પણ પૂછી રહ્યા છે. જયનારાયણ કહે છે કે હું બે દિવસથી છું. ગઇકાલે ટીવી પર ભૂમિપૂજનનો કાર્યક્રમ જોયો અને આજે મંદિરમાં દર્શન કરી રહ્યો છું. કોરોના સમયમાં શા માટે અહીં આવ્યા એ સવાલના જવાબમાં કહે છે કે આવી ક્ષણ હોય તો શા માટે ન આવે. મન માનતું જ નથી.

કૈલાશ કનાડે મહારાષ્ટ્રથી અયોધ્યા દર્શન કરવા આવ્યા છે.
કૈલાશ કનાડે મહારાષ્ટ્રથી અયોધ્યા દર્શન કરવા આવ્યા છે.

રામલલ્લાના મંદિર જવા પહેલા એક નાની દૂકાનમાં પ્રભુનાથ ભક્તોને 20 રૂપિયામાં લોકરની સુવિધા આપે છે. પ્રભુનાથ કહે છે કે ભાઇ સવારથી લગભગ 1500 રૂપિયા કમાઇ ચૂક્યો છું. આ બધુ ભૂમિપૂજનના લીધે થયું છે. તેમણે કહ્યું કે બહારના જે લોકો રોકાયા હતા તેઓ તો આવતા જ હતા , આજે લોકલની પણ ભીડ વધુ છે. એન્ટ્રી પોઇન્ટ પર બનેલી પોલીસ ચોકીના ઇન્ચાર્જના જણાવ્યા પ્રમાણે 12 વાગ્યા સુધી 1400થી વધુ લોકો દર્શન કરી ચૂક્યા છે. લોકડાઉન બાદ જ્યારથી મંદિર ખુલ્યું છે, આટલી ભીડ ક્યારેય નથી થઇ. ક્યારેક 50 તો ક્યારેક 200 જેટલા લોકો આવ્ય હશે. પરંતુ ભૂમિપૂજન બાદ ભીડ વધી ગઇ છે.

મંદિરનો માહોલ જાણવા માટે અમે રામલલ્લાના દર્શન માટે મંદિર તરફ જવા લાગ્યા. મોબાઇલ જમા કરીને ચેકિંગ કરવામા આવ્યું. બન્ને તરફથી જાળી અને ઉપર શેડ નીચે લગભગ 100 મીટર ચાલ્યા બાદ અમે અસ્થાયી મંદિરમાં પહોંચ્યા. દરેક જગ્યાએ પોલીસ હતી અને અંદર ભક્તો રામલલ્લાના દરબારમાં જય શ્રી રામના નારા લગાવી રહ્યા હતા. અમુક લોકો પારિજાતનો છોડ જોઇને કહી રહ્યા હતા કે આ એજ છોડ છે જેને વડાપ્રધાને રોપ્યો હતો.

રામલલ્લાના દર્શન કરીને પરત આવી રહેલા લોતો
રામલલ્લાના દર્શન કરીને પરત આવી રહેલા લોતો

રામલલ્લાએ આજે પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે. ભક્તોથી લગભગ 10 ડગલાના અંતરે રામલલ્લા બિરાજમાન હતા. ભક્તોને પુજારી તુલસીવાળુ પાણી અને સાકર આપી રહ્યા હતા. જોકે કોરોનાના કારણે ભક્તોને પ્રસાદ લઇ જવા પર પ્રતિબંધ છે. ત્યાં ઉપસ્થિત પુજારી પણ ભક્તોને જણાવી રહ્યા છે કે ગઇકાલે વડાપ્રધાન ક્યાંથી આવ્યા અને ક્યાં સાષ્ટાંગ પ્રણામ કર્યા હતા. પોલીસકર્મી ભીડ જમા થવા પર ભક્તોને તાત્કાલિક આગળ વધવા માટે કહી રહ્યા હતા.

રામલલ્લાથી પરત આવીને અમે હનુમાનગઢી પહોંચ્યા જ્યાં પ્રસાદ આપનારે પ્રસાદ આપ્યા બાદ કહ્યું કે આજથી કોરોનાના લીધે પ્રસાદ ચડાવવાનું બધ થઇ ગયું છે. પ્રસાદ વેચતા દીપક કહે છે કે અહીં ક્યારેક પ્રસાદ શરૂ થઇ જાય છે અને ક્યારેક બંધ થઇ જાય છે. વડાપ્રધાન આવવાના હતા તેથી પ્રસાદ ચડાવવાનું બંધ થઇ ગયું હતું પરંતુ સવારે ફરી શરૂ થયું અને બપોરે ફરી બંધ થઇ ગયું .

અયોધ્યામાં અત્યારે ઉત્સવનો માહોલ છે. દિવાલો પર ચિત્ર દોરવામા આવ્યા છે.
અયોધ્યામાં અત્યારે ઉત્સવનો માહોલ છે. દિવાલો પર ચિત્ર દોરવામા આવ્યા છે.

જ્યારે તેમને પૂછ્યું કે ભૂમિપૂજન થઇ ગયું , હવે શું ? તો તેમણે કહ્યું કે રામમંદિર બનશે એ સારી વાત છે પરંતુ અમારા માટે બરબાદીની તૈયારી થઇ રહી છે. તેમણે કહ્યું કે એવી ચર્ચા છે કે રસ્તો બન્ને તરફ 12 મીટર પહોળો થશે અને 2 લેન રોડ બનશે. આવું થશે તો અમારી દુકાનો પણ તેમાં આવી જશે.

ત્યાં ઉભેલા ત્રિલોક કહે છે કે વડાપ્રધાન આવ્યા તે પહેલા SPGએ રિહર્સલ કર્યું હતું. ગાડી હનુમાનગઢી સુધી તો જતી રહી પરંતુ ત્યાંથી વણાંક લઇ શકતી ન હતી તો ગેટ પર અમુક દુકાનોને તોડવાનું ફરમાન જાહેર કરી દેવાયું હતું. જો આવું થાત તો 20 દુકાનો તૂટી જાય. અમારા વેપારીઓએ વહીવટીતંત્રને વાત કરી. વહીવટીતંત્રએ પણ કોઇ વિરોધ ન થાય તે સમજીને વડાપ્રધાનના પાછળના રસ્તેથી લઇ જવાનો પ્લાન બનાવ્યો. આ રીતે દુકાનો બચી ગઇ.

આ તસવીર હનુમાનગઢી મંદિરની સામેની છે. દુકાનદારોને ડર છે કે જો રસ્તો પહોળો થશે તો તેમની દુકાનો તૂટી શકે છે.
આ તસવીર હનુમાનગઢી મંદિરની સામેની છે. દુકાનદારોને ડર છે કે જો રસ્તો પહોળો થશે તો તેમની દુકાનો તૂટી શકે છે.

ટેઢી બાજાર ચાર રસ્તા તરફ જતા રસ્તા પર સામાન્ય દિવસોની જેમ જામ જોવા મળ્યો. અહીં કાલે બપોર સુધી સન્નાટો હતો. ટેઢી બાજારથી અમુક અંતરે જ બાબરી મસ્જિદના પક્ષકાર રહેલા હાજી મહેબૂબનું ઘર છે. જોકે તેઓ ઘરે ન હતા. ત્યાંથી પરત આવ્યા તો રસ્તાના કિનારે ત્રણ લોકો વાત કરતા જોવા મળ્યા. તેમની વચ્ચે એવી ચર્ચા ચાલી રહી હતી કે મુખ્ય રોડ ચાર લેનનો બનશે તેથી જે ઘર પીળા રંગે રંગવામા આવ્યા છે તેમને તોડી નાખવામા આવશે.

હરિશ્ચંદ્ર યાદવ કહે છે કે હજુ નક્કી નથી પરંતુ એવી ચર્ચા છે કે આસપાસના વિસ્તારો જેમાં ટેઢી બાજાર, રામકોટ, વશિષ્ઠ કુંડ સામેલ છે તેમને જન્મભૂમિમાં સામેલ કરી દેવામા આવશે. તેમની સાથે ઉભેલા મનોજ કહે છે કે અત્યારે આ ચર્ચા છે. તેથી આસપાસના દુકાનદારો પરેશાન છે. સૌથી વધુ પરેશાન એ લોકો છે જેમના મકાન પાકા છે. આ લોકો વચ્ચે અફવા ફેલાઇ છે કે રસ્તો બન્ને તરફ 35 મીટર પહોળો થશે. તેનાથી દુકાનદારોમાં ડર છે. તેમ છતા રામમંદિર બનવાની ખુશી ચરમસીમાએ છે.

તસવીર સરયૂ નદીની છે. ગુરૂવારે અહીં લોકોએ સ્નાન કર્યું અને રામલલ્લાના દર્શન કર્યા
તસવીર સરયૂ નદીની છે. ગુરૂવારે અહીં લોકોએ સ્નાન કર્યું અને રામલલ્લાના દર્શન કર્યા

તુલસી પાર્કની સામે ઇન્દ્રપ્રકાશ પાંડેયની રસ્તાના કિનારે જ ધાર્મિક પુસ્તકોની એક અસ્થાયી દુકાન છે. કહે છે કે લોકડાઉનના લીધે દુકાન બંધ હતી પરંતુ ભૂમિપૂજનનો માહોલ બન્યો ત્યારથી વેચાણ વધી ગયું છે. પાંડેય પૂછે છે કે કાં તો વળતર મળે અથવા તો દુકાન આપી દે.

રામ કી પૈડી પર સરયૂ વહી રહી છે. અમુક લોકો સ્નાન કરી રહ્યા છે તો અમુક લોકો હાથમાં જળ લઇને શરીર પર છાંટીને શુદ્ધ થઇ રહ્યા છે. સવારે સવારે 60 કિમી દૂર ગોંડાથી બાઇક પર અયોધ્યા આવેલા રાજેશ કહે છે કે અમે તો ભૂમિપૂજનના દિવસેજ આવવાના હતા પરંતુ પોલીસ આવવા દેતી ન હતી. તેથી આજે માહોલ જોવા આવ્યા છીએ. હવે રામલલ્લાના દર્શન પણ કરીશું.

અયોધ્યામાં અત્યારે જય શ્રી રામ ઝંડાનો ક્રેઝ છે.
અયોધ્યામાં અત્યારે જય શ્રી રામ ઝંડાનો ક્રેઝ છે.

રાજેશ સરયૂ તટને નિહાળે છે. પછી થોડી ક્ષણો બાદ આચમન કરે છે. કહે છે, પહેલા અહીં ગંદકી રહેતી હતી. પાણીની જગ્યાએ કીચડ રહેતુ હતુ. અહીં બેસવું તો દૂર , ઉભું રહી શકાય તેવી પણ સ્થિતિ ન હતી. પરંતુ ત્રણ વર્ષમાં બધુ બદલાઇ ગયું છે. રાજેશ કહે છે કે જો 84 કોસવાળી યોજનાનો વિકાસ થશે તો અમારો વિસ્તાર પણ થોડો ઘણો વિકસિત થઇ જશે.

ફૈઝાબાદથી શ્યામસિંહનો પરિવાર પણ અયોધ્યા ફરવા આવ્યો છે. શ્યામ કહે છે કે ભૂમિપૂજન અંગે ઘણી ઉત્સુકતા હતા. તેથી સમગ્ર પરિવાર સાથે આવી ગયા. કોરોનાના ડર અંગે સવાલ કરતા પત્ની તાત્કાલિક કહે છે કે અમે અમારી ગાડીથી આવ્યા છીએ, કોઇને મળવાનું નથી.

મહામંડલેશ્વર હરિહરાનંદ મૈનપુરીથી રામલલ્લાના દર્શન કરવા માટે આવ્યા હતા.
મહામંડલેશ્વર હરિહરાનંદ મૈનપુરીથી રામલલ્લાના દર્શન કરવા માટે આવ્યા હતા.

હનુમાનગઢી મંદિર પાસે એક સંત સાથે મુલાકાત થઇ. તેઓ તેમની ગાડી પર જય શ્રીરામ લખેલો એક ધ્વજ લગાવી રહ્યા હતા. તેઓ મૈનપુરથી આવ્યા હતા અને તેમની સાથે 500 ધ્વજ ખરીદીને લઇ જઇ રહ્યા હતા. તેઓ કહે છે કે આ ઝંડા તેઓ ભક્તોને આપશે. તેમણે કહ્યું કે ધ્વજ વેચનાર તિલકરામ બહુ ખુશ છે. કહે છે એક તારીખથી ધ્વજ વેચાઇ રહ્યા છે. આ જ તો રામરાજ છે.

તિલકરામ કહે છે કે જ્યારથી ભૂમિપૂજન માટે લોકો આવતા થયા છે, અમે ઘણા ધ્વજ વેચ્યા છે. સાધુ સંતો ધ્વજ ખરીદીને લઇ જાય છે. હનુમાનગઢીવાળી લાઇનમાં લગભગ દસ દુકાનો છે. અહીં 25 રૂપિયાથી 200 રૂપિયા સુધીના ધ્વજ મળે છે. લોકો કાર અને મોટરસાઇકલ માટે ઘણા ખરીદી રહ્યા છે. તિલકરામ તો ભૂમિપૂજનના બીજા દિવસે 12 વાગ્યા સુધી હજાર રૂપિયા કમાઇ ચૂક્યા છે.

તસવીર કારસેવકપુરમની છે. બહાર અશોક સિંઘલની તસવીર છે.
તસવીર કારસેવકપુરમની છે. બહાર અશોક સિંઘલની તસવીર છે.

કારસેવકપુરમના કાર્યાલયમાં વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારી ઉપસ્થિત છે. કાર્યાલયમાં સવારથી જ અયોધ્યાથી આવેલા લોકોને મળવાનો અને પ્રસાદ લઇને જવાનો સિલસિલો ચાલુ છે. કાર્યાલયમાં લગભગ 50 લોકો વ્યવસ્થામાં હજુ લાગેલા છે. અયોધ્યાના ધારાસભ્ય વેદપ્રકાશ ગુપ્તા પણ કારસેવકપુરમ કાર્યાલયમાં ઉપસ્થિત છે. વ્યવસ્થામાં લાગેલા લોકોને ચિંતા એ વાતની છે કે પ્રસાદને ઘરે ઘરે પહોંચાડવાનો છે. ધારાસભ્ય વેદપ્રકાશ ગુપ્તા કહે છે કે મને અશોક સિંઘલજીના ભત્રીજા સલિલ અને પત્નીને પૂજનમા લાવવાની અને પહોંચાડવાની વ્યવસ્થાની જવાબદારીમાં લગાવવામા આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...