• Gujarati News
  • National
  • After 7 Months, The Number Of Infected In Delhi Is More Than 10 Thousand; Record 15 Thousand Cases Came In Mumbai, A Rise Of 39% In 24 Hours

દેશમાં કોરોનાની સ્પીડ હવે 6 ગણી વધી:7 મહિના પછી દિલ્હીમાં સંક્રમિતની સંખ્યા 10 હજારથી વધુ; મુંબઈમાં રેકોર્ડ 15 હજાર કેસ આવ્યા, 24 કલાકમાં 39%નો ઉછાળો

17 દિવસ પહેલા

કોરોનાના દર્દીઓની સ્પીડ ફરી એક વખત વધવા લાગી છે. સૌથી વધુ ચિંતા રાજધાની દિલ્હી અને આર્થિક પાટનગર મુંબઈને લઈને છે, જ્યાં દરરોજ સંક્રમિતોનો આંકડો એક નવો રેકોર્ડ બનાવે છે. મુંબઈમાં બુધવારે એક વખત ફરી 15 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. આ ગત વર્ષે 4 એપ્રિલ પછીના સૌથી વધુ કેસ છે.

તો એક જ દિવસમાં આ 39%નો ઉછાળો છે. અહીં 3 દર્દીઓના જીવ પણ ગયા છે. બુધવારે 1218 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી 80 સંક્રમિત ઓક્સીજન સપોર્ટ પર છે.

રાજધાની દિલ્હીમાં ગત વર્ષે 12 મેનાં રોજ એટલે કે 7 મહિના પછી બુધવારે રેકોર્ડ 10 હજાર 665 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 8 લોકોનાં મોત નિપજ્યા છે. આ રીતે એક્ટિવ કેસની સંખ્યા વધીને 23 હજાર 307 થઈ ગઈ છે. તો પોઝિટિવિટી રેટમાં 11.88%નો ઉછાળો આવ્યો છે.

મહારાષ્ટ્ર અને બંગાળ સહિત 8 રાજ્યોમાં ખતરનાક સ્થિતિ
દેશમાં ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી પછી કોરોના મહામારીની સ્પીડ એકદમથી 6.3 ગણીથી પણ વધી રહી છે. દેશમાં 29 ડિસેમ્બરે દરરોજ 9 હજારથી વધુ નવા દર્દીઓ મળી રહ્યાં હતા, જે 8 દિવસ પછી એટલે કે બુધવારે 58 હજારના આંકડાને પાર થઈ ગયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે બુધવારે આ વાતની જાણકારી આપી. અગ્રવાલે જણાવ્યું કે મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કેરળ. દિલ્હી, તમિલનાડુ, કર્ણાટક, ઝારખંડ અને ગુજરાત 8 રાજ્યો એવા છે જ્યાં સંક્રમણના આંકડા ઘણી જ ઝડપથી વધી રહ્યાં છે. આ એક ચિંતાની વાત છે.

28 જિલ્લામાં પોઝિટિવિટી રેટ 10%થી વધુ
હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યા મુજબ દેશના 28 જિલ્લા એવા છે જ્યાં વિકલી પોઝિટિવિટી રેટમાં 10%થી વધુનો ઉછાળો નોંધાયો છે. તો 43 જિલ્લા એવા છે જ્યાં સંક્રમણનો દર 5થી 10 ટકા વચ્ચે નોંધાયો છે. આ રીતે દેશભરમાં 29 ડિસેમ્બર 2021નાં રોજ પોઝિટિવિટી રેટ 0.79% પર હતો તે 5 જાન્યુઆરીએ 5.03%ના સ્તરે પહોંચી ગયો છે. આ રીતે સંક્રમણમાં અચાનક એક મોટો ઉછાળો નોંધાયો છે.

સારી વાત એ છે કે હજુ સુધી હોસ્પિટલમાં દાખલ થનારાઓની સંખ્યા ઓછી
જો કે ડરાવનારા આંકડા અને ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે રાહતની વાત એ છે કે વધતા સંક્રમણ પછી પણ હજુ સુધી એવા દર્દીઓ ઓછા મળ્યા છે જેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે આપણે કોરોનાની ત્રીજી લહેરથી ડરવાની જરૂર નથી, પરંતુ સાવધાનીની સાથે અનુશાસનનું પાલન કરતા આગળની દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવાની જરૂરિયાત છે.

15થી 18 ઉંમરવાળા 7.40 કરોડ બાળકોના થશે વેક્સિનેશન
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષ સુધીના યંગસ્ટર્સને વેક્સિન આપવાની શરૂ કરાઈ છે. દેશમાં આ એજ ગ્રુપના 7.40 કરોડ બાળકો છે, જેઓને વેક્સિનેટ કરવાના છે. તો 10 જાન્યુઆરીથી હેલ્થકેર, ફ્રંટલાઈન વર્કર્સ અને કોમોબિડિટીઝ એટલે કે ગંભીર બીમારીનો સામનો કરી રહેલા 60થી વધુ ઉંમરના લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. જે રીતે વેક્સિનનો પહેલો અને બીજો ડોઝ આપવામાં આવ્યો છે તેવી જ રીતે ત્રીજો ડોઝ પણ આપવામાં આવશે.

મોલ્નુપિરાવિર નેશનલ ટાસ્ક ટ્રીટમેન્ટમાં સામેલ નથી
ICMRના DG ડોકટર બલરામ ભાર્ગવે કહ્યું કે- મોલ્નુપિરવિરને લઈને આરોગ્યને લઈને ગંભીર સવાલ છે. તેમાં સેલ્સ, મસલ્સ અને હાડકાંઓને નુકસાન થઈ શકે છે. બાળકોના ઉપયોગને લઈને શંકાઓ છે. તેથી તેને નેશનલ ટાસ્ક ટ્રીટમેન્ટમાં પણ સામેલ કરાઈ નથી.

4 જાન્યુઆરીએ દુનિયામાં રેકોર્ડ દર્દી મળ્યા
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે 4 જાન્યુઆરીએ વૈશ્વિક સ્તરે કોરોનાના 25.2 લાખ કેસ દાખલ થયા છે, જે મહામારીની શરૂઆત પછીથી આવેલા સૌથી વધુ કેસ છે. 4 જાન્યુઆરીએ ખતમ થયેલા સપ્તાહમાં લગભગ 65% મામલા અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, ઈટાલી અને સ્પેનમાં સામે આવ્યા છે. તો દુનિયાભરના દેશોમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી મરનારાઓની સંખ્યા 108 થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...