તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • After 42 Years, The Structure Of Big Change Is Ready, Daughter's Marriage Age Will Change, Rule Will Apply To Every Religion, Prime Minister Will Take The Final Decision.

એક્સક્લુઝિવ:42 વર્ષ પછી મોટા પરિવર્તનનું માળખું તૈયાર, પુત્રીની લગ્નવય બદલાશે, દરેક ધર્મને નિયમ લાગુ થશે, વડાપ્રધાન અંતિમ નિર્ણય લેશે

નવી દિલ્હી10 દિવસ પહેલાલેખક: મુકેશ કૌશિક
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર.
  • હાલમાં દીકરીઓની લગ્નની લઘુતમ ઉંમર 18 વર્ષ, મુસ્લિમ સમુદાય બહાર
  • જયા જેટલીના વડપણ હેઠળ રચાયેલી ટાસ્કફોર્સ ટૂંક સમયમાં રિપોર્ટ આપશે
  • જો પરિવર્તન થશે તો સમાજના દરેક વર્ગ અને ધર્મને પણ આવરી લેવાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ તેમના લાલ કિલ્લાના ભાષણમાં, પછી કેન્દ્રીય બજેટમાં અને શુક્રવારે એફએઓના કાર્યક્રમમાં દીકરીઓનાં લગ્નની લઘુતમ ઉંમરમાં પરિવર્તન કરવાની સતત વાત કરી રહ્યા છે. સરકારે 4 જૂને આ વિષયે વિચારણા કરવા જયા જેટલીની અધ્યક્ષતા હેઠળ એક ટાસ્કફોર્સની રચના કરી છે. વડાપ્રધાન મોદીએ શુક્રવારે કહ્યું હતું કે ટાસ્કફોર્સનો રિપોર્ટ આવતાં સરકાર આ અંગે નિર્ણય લેશે.

ભાસ્કરને મળેલી માહિતી મુજબ ટાસ્કફોર્સ એનો અહેવાલ તૈયાર કરી ચૂક્યું છે અને ટૂંક સમયમાં સરકારને સોંપાશે. હાલમાં છોકરીઓની લગ્નની લઘુતમ ઉંમર 18 વર્ષ અને છોકરાઓની ઉંમર 21 વર્ષની છે. સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઈ કોર્ટ પૂછી ચૂક્યા છે કે છોકરા-છોકરીની લગ્નની ઉંમરમાં ફેરફાર કેમ છે. ટાસ્કફોર્સે પણ છોકરીઓની લગ્નની લઘુતમ ઉંમરમાં પરિવર્તનની ભલામણ કરી છે. જો પરિવર્તન થશે તો 42 વર્ષ પછી લગ્નની ઉંમર બદલાશે.

ટાસ્કફોર્સ સમક્ષ વિચારણા માટે આવેલા મુદ્દામાં એ પણ સામેલ હતું કે આ પરિવર્તન તમામ વર્ગ અને તમામ ધર્મને સમાન રીતે લાગુ થાય અને સાથે જ જાતીય હિંસા કાયદાના એ હિસ્સામાં પણ પરિવર્તન કરવામાં આવે કે જેમાં જો પતિ 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરી સાથે શારીરિક સંબંધ બાંધે તો એ બળાત્કારની શ્રેણીમાં આવતું નથી.

ટાસ્કફોર્સ સાથે જોડાયેલાં સૂત્રોના જણાવ્યા મુજબ, આ તમામ મુદ્દે વિચારણા કરીને ભલામણ નક્કી કરાઈ છે. સરકારનો ઇરાદો દેશમાં માતૃત્વ મૃત્યુદર ઘટાડવાનો અને છોકરીઓની કુપોષણની સ્થિતિ સુધારવાનો છે. આ સુધારામાં કોઈ વર્ગને બહાર રાખી શકાય નહીં. છેલ્લા કેટલા સમયથી સરકાર દ્વારા જૂના કાયદા રદ કરીને નવા કાયદા લાવવાની કવાયત હાથ ધરાઈ છે. લગ્ન અંગે દરેક ધર્મ માટે અલગ-અલગ પદ્ધતિ છે.

જાણો... કયા મુદ્દે વિચાર અને પરિવર્તન આવશે
1. છોકરીઓની લગ્નની લઘુતમ ઉંમર દરેક વર્ગ અને દરેક ધર્મ માટે બદલવામાં આવે

પરિવર્તનનો અર્થ: મુસ્લિમ પર્સનલ લૉમાં છોકરીઓની નિકાહની ઉંમર તે જ્યારે રજસ્વલા હોય તે રખાય છે. ગુજરાત હાઈકોર્ટે 2014માં આ અંગે એવું જણાવ્યું છે કે મુસ્લિમ સમુદાયના છોકરા-છોકરી 15 વર્ષથી ઉપરના હોય તો તે પર્સનલ લૉના હિસાબે લગ્ન કરવા યોગ્ય છે.

2. લગ્નની લઘુતમ ઉંમરનું ઉલ્લંઘન ગુનાની શ્રેણીમાં આવે
પરિવર્તનનો અર્થ: દેશમાં હાલમાં લઘુતમ ઉંમરથી ઓછી ઉંમરમાં લગ્ન કરવાનું અમાન્ય છે, પરંતુ ગેરકાયદે કે ગુનાની શ્રેણીમાં નથી આવતું. આવા લગ્નને અમાન્ય જાહેર કરી શકાય છે. લઘુતમ ઉંમર પહેલાં લગ્ન કરવા ગુનાની શ્રેણીમાં આવે તો કોઈપણ વર્ગ તેમાં અપવાદ રહી શકે નહીં.

3. જાતીય હિંસા કાયદામાં પરિવર્તન કરી અપવાદ હટાવવા જોઈએ
પરિવર્તનનો અર્થ : નિર્ભયાકાંડ પછી જાતીય હિંસા કાયદામાં 18 વર્ષથી ઓછી ઉંમરની યુવતી સાથે તેની સંમતિથી શારીરિક સંબંધ બાંધવો પણ દુષ્કર્મની શ્રેણીમાં આવે છે, પરંતુ આ કાયદામાં એવી વ્યવસ્થા છે કે 15થી 18 વર્ષ વચ્ચેની છોકરી સાથે તેનો પતિ શારીરિક સંબંધ બાંધે તો દુષ્કર્મ ગણાશે નહીં. કાયદો બદલાશે તો આ વ્યવસ્થા સમાપ્ત થઈ શકે છે.

ટાસ્કફોર્સે લગ્નની ઉંમરને બાળમૃત્યુદર અને જાતિ ગુણોત્તર સાથે જોડી દીધી છે
ટાસ્કફોર્સે લગ્નની ઉંમરને બાળ મૃત્યુદર, પ્રજનનદર, જાતિ ગુણોત્તર જેવા સામાજિક સુરક્ષાના માપદંડો સાથે જોડી છે અને એવી ભલામણ કરી છે કે સમાજના કોઈપણ વર્ગને નબળી સ્થિતિમાં છોડી શકાય નહીં. ટાસ્કફોર્સે પોતાની ભલામણો લાગુ કરવા એક વિસ્તૃત રોલ આઉટ પ્લાનની ભલામણ કરી છે. તેમાં દરેક ભલામણ માટે ટાઈમ લાઈન અપાઈ છે. ટાસ્કફોર્સે જે કાયદા અને પેટા કાયદામાં પરિવર્તન થવાનું છે તેની પણ માહિતી આપી છે. સરકારનો હેતુ દરેક ઘરમાં અને સમાજના લોકોને એક જ કાયદા વડે સાંકળીને સામાજિક માળખુ ઊભું કરવાનો છે. છોકરીઓ જલદી વયસ્ક થઈ જતી હોવાથી ટાસ્કફોર્સે આ તમામ પાસાને ધ્યાનમાં રાખીને પોતાનો રિપોર્ટ તૈયાર કર્યો છે.

દેશનો ટ્રેન્ડ પણ આ અભ્યાસમાં સામેલ છે
ટાસ્કફોર્સના સભ્ય ડૉ. દીપ્તિ શાહે જણાવ્યું હતું કે ટાસ્કફોર્સનો હેતુ માત્ર મહિલાઓ માટે લગ્નની યોગ્ય ઉંમર અને માતૃત્વ ધારણ કરવા વચ્ચેનો સંબંધ નક્કી કરવા માટેનો નથી, પરંતુ તેમાં મહિલાઓ અથવા સગર્ભા માતા સાથે ગર્ભસ્થ બાળક, તાજું જન્મેલું બાળક અને મોટા બાળકના આરોગ્ય, તબીબી યોગ્યતા, પોષણની સ્થિતિનો અભ્યાસ કરવા માટેનો ઉદ્દેશ પણ સામેલ છે.’

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો