આજથી કાશ્મીરમાં ‘ચિલ્લાઈ ક્લાં’:હાડ થીજાવતી ઠંડીના 40 દિવસની શરૂઆત, હિમવર્ષા-શીતલહેરને કારણે ડલ-વુલર સરોવર થીજી ગયા

શ્રીનગર, નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હીમાં સિઝનનો સૌથી ઠંડો દિવસ, 36 શહેરમાં પારો 10 ડિગ્રીથી નીચે
  • ઉત્તર-પશ્ચિમ ભારતમાં લઘુતમ તાપમાન સામાન્યથી 5થી 8 ડિગ્રી ઓછું

જમ્મુ કાશ્મીર અને લદાખમાં હાડ થીજાવતી ઠંડીના 40 દિવસની 21 ડિસેમ્બરથી શરૂઆત થશે, જે ચિલ્લાઈ ક્લાં તરીકે ઓળખાય છે. હિમવર્ષા અને શીતલહેરોના કારણે કાશ્મીરના ડલ અને વુલર સરોવર સહિત અનેક જળાશયો થીજી ગયા છે. ચિલ્લાઈ ક્લાં 31 જાન્યુઆરીએ પૂરી થશે.

આ દરમિયાન હિમાલયન રાજ્યોમાં થઈ રહેલી હિમવર્ષાથી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, એનસીઆર, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં લોકો શીતલહેરનો અનુભવ કરી રહ્યા છે. દિલ્હીમાં સોમવારે તાપમાન 3.1 ડિગ્રી હતું, જે સિઝનની સૌથી ઠંડો િદવસ હતો. વર્ષ 2007 પછી ફક્ત પાંચ વાર પારો 3 ડિગ્રી સેલ્સિયસથી ઓછો રહ્યો હતો. ઉત્તર ભારતના ઠંડા પવનોને પગલે રાજસ્થાનના અનેક વિસ્તારોમાં બીજા દિવસે પારો શૂન્ય નીચે રહ્યો, જ્યારે બિહારના 20 જિલ્લામાં પણ તાપમાન 10 ડિગ્રીથી ઓછું નોંધાયું છે.

અમૃતસરની સાથે રાજસ્થાનના શહેરોમાં પણ ઠંડી

દિલ્હી3.10 c
અમૃતસર1 c
ચંડીગઢ3 c
સિરસા-0.6 c
ચુરુ-0.5 c
ફતેહપુર-1.8 c
ગ્વાલિયર3 c
ઝાંસી6 c
શ્રીનગર-5.8 c
ગુલમર્ગ-5.5 c
દ્રાસ-19 c
લેહ-18 c
કારગીલ-11.5 c
બિલાસપુર7 c
મેરઠ4 c
કાનપુર7 c
અન્ય સમાચારો પણ છે...