તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • After 22 Years, The Husband Came Home As A Hermit To Beg, So That He Could Achieve, But The Wife Recognized Him.

ભાસ્કર વિશેષ:22 વર્ષ બાદ પતિ સંન્યાસી તરીકે ભિક્ષા માગવા ઘરે પહોંચ્યો, જેથી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે પણ પત્નીએ તેને ઓળખી લીધો

કાંડી (ઝારખંડ)એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝારખંડના ઉદયને પરિવાર મૃત માનતો હતો, હવે તેને મનાવવામાં વ્યસ્ત

પ્રિયરંજન | કાંડી (ઝારખંડ) 22 વર્ષ અગાઉ લાપતા થયેલો શખસ અચાનક સામે આવી જાય તો શું થાય? આ અહેસાસ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી, માત્ર અનુભવી શકાય તેમ છે. કંઇક આવો જ અહેસાસ ઝારખંડના કાંડીના સેમૌરા ગામની સવિતાને થયો જ્યારે તેનો પતિ ઉદય સાહ ગયા રવિવારે તેની સામે આવીને ઊભો રહ્યો. વાત એમ છે કે ઉદય સવિતા, બે સંતાનો અને માતા-પિતાને એકલા છોડીને અચાનક ક્યાંક ચાલ્યો ગયો હતો.

તેમની ઘણી શોધખોળ કરી પણ ના મળ્યો. સવિતા સહિત પરિવારજનોએ તો એમ જ માની લીધું હતું કે ઉદય હવે આ દુનિયામાં નથી. સવિતા આને જ નિયતિ માનીને છત્તીસગઢમાં તેના પિયરમાં જતી રહી હતી. પછી ઝારખંડ પરત ફરીને ખેતીવાડી કરીને બંને બાળકોને મોટા કર્યા, એકલા હાથે જ જવાબદારીઓ સંભાળી. હવે સંતાનોએ પણ મદદ કરવાનું શરૂ કરી દીધું છે પણ ગયા રવિવારે ઉદય સંન્યાસી બનીને હાથમાં સારંગી સાથે પૈતૃક ઘરે પહોંચ્યા અને ગોરખનાથના ભજન ગાઇને ભિક્ષા માગવા લાગ્યા.

ગામમાં કોઇ તેમને ન ઓળખી શક્યું પણ પત્નીની નજરમાંથી ન બચી શક્યા. સવિતાએ ઉદયને ઓળખી લીધા. પતિને આટલા વર્ષો બાદ અચાનક જોઇને તે ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડવા લાગી પણ ઉદય પોતાની ઓળખ છુપાવતા રહ્યા. થોડી વારમાં જ ઘર આગળ ગ્રામજનો પણ ભેગા થવા લાગ્યા. છેવટે ઉદયે સત્ય સ્વીકારવું જ પડ્યું. પછી તે પત્ની પાસે ભિક્ષા માગવા લાગ્યા. તેમણે જણાવ્યું કે પત્ની પાસેથી ભિક્ષા લીધા વિના તેમને સિદ્ધિ નહીં મળે, જેથી ભિક્ષા આપીને તેમને સાંસારિક જીવનથી મુક્તિના કર્તવ્યનું પાલન કરવા દો.

ઉદયના નજીકના સંબંધીઓ અને ગામના ઘણાં વડીલો-આગેવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેમને સંસારમાં પાછા વાળવામાં આવે. તે માટે બાબા ગોરખનાથના ધામ પર યજ્ઞ અને ભંડારો કરાવવા લોકો અનાજ અને પૈસા પણ ભેગા કરવા લાગ્યા છે. બીજી તરફ ઉદય પણ નજીકના વિસ્તારોમાં ફરે છે, કેમ કે પત્ની પાસેથી ભિક્ષા નહીં મળે ત્યાં સુધી તેમનો ઉદ્દેશ પૂર્ણ નહીં થઇ શકે. આ અંગે જાણ થતાં આસપાસના ગામોમાંથી પણ લોકો ઉદયને મળવા આવી રહ્યા છે.

પત્ની-સંતાનોએ આગ્રહ કરતા ઉદયે કહ્યું- યોગીઓને મનાવીને પાછો આવીશ
ઉદય ઘર છોડીને ગયા હતા ત્યારે દીકરો 3 વર્ષનો અને દીકરી 1 વર્ષની હતી. પિતાના પ્રેમ માટે તરસતા રહેલાં બંને સંતાનોએ માતા સાથે મળીને ઉદયને સાંસારિક જીવનમાં પાછા ફરવા માટે મનાવવા ઘણો પ્રયાસ કર્યો પણ ઉદયે સાફ ઇનકાર કરી દીધો. મંગળવારે સવારે ઉદય બે યોગી સાથે કારમાં ક્યાંક જવા નીકળ્યો તો સવિતા અને સંતાનો પણ સાથે બેસી ગયા. ત્યારે ઉદયે કહ્યું કે, ‘સાથી યોગીઓને મનાવીને જલદી પાછો આવીશ.’

અન્ય સમાચારો પણ છે...