• Gujarati News
  • National
  • After 2 Years, The Procession Of Rath Utsav Was Attended By A Large Number Of People

મદુરઇના ચિથિરાઇ રથ ઉત્સવમાં ભીડ:2 વર્ષ બાદ રથ ઉત્સવની શોભાયાત્રામાં જનમેદની ઉમટી

ચેન્નઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તમિલનાડુના મદુરઇ સ્થિત મીનાક્ષી સુંદરેશ્વર મંદિરનો ચિથિરાઇ થેરોટ્ટમ (રથ ઉત્સવ) શુક્રવારે યોજાયો. 12 દિવસના વાર્ષિક ચિથિરાઇ બ્રહ્મોત્સવના ભાગરૂપે આ રથ ઉત્સવનું આયોજન કરાયું. તેમાં જોડાવા માટે સવારથી માર્ગો પર હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્રિત થવાનું શરૂ થઇ ગયું હતું. શોભાયાત્રા નીકળ્યા પહેલાં ભગવાન સુંદરેશ્વર અને દેવી પિરિયાવિદાઇની ખાસ પૂજા-અર્ચના કરાઇ.

હિન્દુ પૌરાણિક કથા અનુસાર શિવજી સુંદરેશ્વર રૂપમાં તેમના ગણો સાથે પાંડ્ય રાજા મલયધ્વજની પુત્રી રાજકુમારી મીનાક્ષી સાથે વિવાહ કરવા મદુરઇ નગરમાં આવ્યા હતા. મીનાક્ષી પાર્વતીજીનો અવતાર મનાય છે. દેવી મીનાક્ષી અને ભગવાન સુંદરેશ્વરના વિવાહને કારણે 7 દિવસ સુધી વિવિધ આયોજનો કરાય છે. આ શોભાયાત્રા અંદાજે 400 વર્ષ પ્રાચીન છે, 16મી સદીથી યોજાય છે.

આ રીતે નીકળી રથયાત્રા
શોભાયાત્રા દરમિયાન ભક્તોએ લાકડાના શણગારેલા રથ ખેંચીને ઉત્સવ મનાવ્યો, જેમાં એક કારમાં ભગવાન સુંદરેશ્વર અને દેવી મીનાક્ષી બંનેની જ્યારે બીજી કારમાં દેવી મીનાક્ષીની મૂર્તિ રાખીને પૂર્વી માસી માર્ગ પરથી હર હર શંકર, મીનાક્ષી સુંદરાના જાપ સાથે શોભાયાત્રા નીકળી.

અન્ય સમાચારો પણ છે...