તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • After 19 Years, In September, There Was So Much Rain In Delhi, The Roads Were Knee deep In Water

દિલ્હીમાં ત્રીજા દિવસે પણ ભારે વરસાદ:19 વર્ષ પછી સપ્ટેમ્બરમાં દિલ્હીમાં થયો આટલો વરસાદ, રસ્તાઓ પર ઘુંટણ સુધીના પાણી ભરાયા

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • મોસમ વિભાગે કહ્યું- જરૂર ન હોય તો ઘરમાંથી બહાર ન નીકળો
  • વરસાદના પગલે ચાણક્યપુરી, કનોટ પ્લેસ, ITO, જનપથ, રિંગરોડ સહિત ઘણા વિસ્તારમાં પાણી ભરાયા છે

દેશની રાજધાની દિલ્હીમાં ત્રણ દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે. મંગળવારે શરૂ થયેલા વરસાદે બુધવારે સપ્ટેમ્બરમાં 19 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. ગુરુવારે પણ સતત વરસાદ થઈ રહ્યો છે. આટલા વરસાદના કારણે દિલ્હીના રસ્તાઓ પર ઘટણ સુધીના પાણી ભરાઈ ગયા છે. જોકે સ્થિતિ એ છે કે ફલાઈઓવરથી ઝરણા તરફ પાણી વહી રહ્યું છે. મોસમ વિભાગે દિલ્હી માટે યલો એલર્ટ ઈસ્યુ કરી છે.

19 વર્ષમાં સપ્ટેમ્બરમાં સૌથી વધુ વરસાદ
દિલ્હીમાં 13 સપ્ટેમ્બર 2002ના રોજ 126.8 મિમી વરસાદ નોંધાયો હતો. દિલ્હીમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 172.6 મિમી વરસાદ 16 સપ્ટેમ્બર 1963ના રોજ થયો હતો. બુધવારે સવારે 8.30 વાગ્યે વરસાદ થવાની શરૂઆત થઈ તેના ત્રણ કલાકમાં જ દિલ્હીમાં 75.6 મિમી વરસાદ નોંધાયો હતો. 24 કલાકમાં દિલ્હીમાં 121.1 મિમી વરસાદ નોંધાયો હતો. ઓછામાં ઓછી 27 જગ્યાએ ઝાડ પડવાની ઘટના બની હતી.

દિલ્હીના પ્રગતિ મેદાનની પાસે પાણી ભરાયેલા રસ્તા પરથી પસાર થતા વાહન.
દિલ્હીના પ્રગતિ મેદાનની પાસે પાણી ભરાયેલા રસ્તા પરથી પસાર થતા વાહન.

દિલ્હીમાં ત્રણ દિવસથી પડી રહ્યો છે વરસાદ
વરસાદના પગલે ચાણક્યપુરી, કનોટ પ્લેસ, ITO, જનપથ, રિંગરોડ સહિત ઘણા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. તેના પગલે આ વિસ્તારમાં ટ્રાફિક જામની મુશ્કેલી થઈ રહી છે. ગુરુવારે સવારે 6.30 વાગ્યાથી વરસાદ શરૂ થયો.

સતત વરસાદના પગલે મોસમ વિભાગે દિલ્હી-NCRમાં યલો અલર્ટ ઈસ્યુ કરી છે. મોસમ વિભાગે ટ્વિટ પર એડવાઈઝરી પણ ઈસ્યુ કરી છે અને જણાવ્યું છે કે વરસાદના પગલે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ રહ્યો છે. નીચેના વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે, પાકને નુકસાન પહોંચ્યું છે અને ઘણી ઈમારતોને પણ નુકસાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...