ભાસ્કર એક્સક્લૂસિવશ્રદ્ધાના પિતા દરેક સવાલ પર ધ્રૂજી ગયા:આફતાબના પરિવારજનોએ દીકરીને મરતી માતા સાથે પણ મળવા દીધી નહોતી

3 મહિનો પહેલાલેખક: પૂનમ કૌશલ
  • પિતાએ કહ્યું- આજનાં બાળકોને મોડર્ન સ્ટાઇલમાં જીવવું ગમે છે

શ્રદ્ધાનું નામ લીધું અને પિતા વિકાસ રડી પડ્યા. તેમણે જણાવ્યું, 'જેણે દીકરી સાથે આવું કર્યું તેને પણ એવી જ સજા મળવી જોઈએ. હું નહોતો ઈચ્છતો કે દીકરી મુસ્લિમ સાથે રહે'.

પરંતુ લવ-જેહાદની વાત કહેવા લાગ્યાં- 'મને આ બધું ખબર નથી, હું ક્યાં સમજું છું.' તે માત્ર અફસોસ સાથે કહે છે- 'જો મેં એકવાર શ્રદ્ધા સાથે વાત કરી લીધી હોત તો કદાચ તે બચી ગઈ હોત.'

દિલ્હીના છતરપુરમાં એક કોમન ફ્લેટમાં રહેતા આફતાબ નામના છોકરા પર આરોપ છે કે તેણે શ્રદ્ધા નામની લિવ-ઈન પાર્ટનરની માત્ર હત્યા જ નહીં, પરંતુ તેના મૃતદેહના 35 ટુકડા કરીને જંગલમાં ફેંકી દીધા. તેણે મૃતદેહને બાથરૂમમાં કાપી નાખ્યો, કપાયેલું માથું ઘરના ફ્રિજમાં રાખ્યા. આવી ઘણી વાતો છે, એટલી ભયાનક કે એ માની શકાય એમ નથી.

વિકાસ મદન વોકર શ્રદ્ધાના પિતા છે. તેઓ મુંબઈમાં રહે છે. તેમને સવાલ કરવા પણ અઘરું કામ છે. તેના જવાબ આપવાનું તે કરતાં પણ વધુ મુશ્કેલ છે,.તોપણ… હું ધ્રૂજતા હાથે તેમને ફોન કરું છું, તો બીજી બાજુથી આંસુથી ભરેલો અવાજ આવે છે. હું પૂછું છું - શું તમે અત્યારસુધીની પોલીસ-તપાસથી સંતુષ્ટ છો?

જવાબ: પોલીસે અત્યારસુધી જેકંઈ કર્યું છે એનાથી હું ખૂબ જ સંતુષ્ટ છું. તેમણે ઘણું સારું કામ કર્યું છે. હું ઈચ્છું છું કે પોલીસ આગળ પણ આવું જ કામ કરે.

સવાલઃ આફતાબે શ્રદ્ધા સાથે ક્રૂરતાની તમામ હદો પાર કરી, હવે તમારે શું ઈચ્છો છો?
જવાબ: તેણે ઘણું ખોટું કર્યું છે. હું ઈચ્છું છું કે તેણે જેટલું ખરાબ કર્યું છે એટલી જ ખરાબ સજા તેને મળવી જોઈએ. (જવાબ આપતી વખતે વિકાસનો અવાજ ધ્રૂજે છે).

દરેક આગળના સવાલ પહેલાં હું સતત ગિલ્ટ ફીલ કરું છું, આવા સમયે પિતાને એક સવાલ? શું આ ઓછું ક્રૂર છે?

સવાલ: કેટલાક લોકો તેને લવ-જેહાદનો મામલો કહી રહ્યા છે? સોશિયલ મીડિયા પર પણ એ ટ્રેન્ડ થઈ રહ્યું છે.
જવાબ: હું લવ-જેહાદ વિશે જાણતો નથી. મને આ વિશે વધુ જાણકારી નથી. જ્યારે પણ મારી પુત્રી પાસેથી માહિતી પ્રાપ્ત થઈ, તેણે પણ તેના વિશે ક્યારેય કોઈ વાત કરી નથી.

સવાલ: શું માતા સાથે આ વિશે વાત કરી હતી? સાંભળ્યું છે કે તે તેમની ખૂબ નજીક રહેતી હતી?
જવાબ: ખબર નથી, મારી સાથે પણ આ બાબતે કોઈ વાત નથી થઈ. મારી પત્ની પણ મને વધુ જણાવતી નહોતી. તે માતા હતી, જેવું પણ હોય, તે પોતાની દીકરીનું સારું જ વિચારતી હતી. જો ક્યારેય દીકરી સાથે તેની વાત થઈ હોય એ પણ તે મને જણાવતી નહોતી.

(શ્રદ્ધા તેની માતાની ખૂબ જ નજીક હતી અને તેની સાથે દરેક વાત શેર કરતી હતી. શ્રદ્ધાની માતાનું એક વર્ષ પહેલાં બીમારીને કારણે અવસાન થયું હતું. માતાના મૃત્યુ સાથે પરિવાર સાથેનો તેનો સંબંધ પણ લગભગ સમાપ્ત થઈ ગયો હતો.)

પત્નીનો ઉલ્લેખ થતાં જ વિકાસનું ગળું ભરાઈ જાય છે, પણ સતત બોલતા રહે છે. શ્રદ્ધા વિશે કહે છે કે તે ખૂબ જ ડિસેન્ટ છોકરી હતી. તે કોલેજમાં હતી ત્યાં સુધી તેનો સ્વભાવ અને વ્યવહાર ખૂબ જ સારો હતો. તે ક્યારેય કંઈ બોલતી નહીં. જ્યારે તેની આ છોકરો(આફતાબ) સાથે મિત્રતા થઈ ત્યારે તે ઘણી બદલાઈ ગઈ. પછી ખબર નહીં એવું શું થયું કે તે પણ અમારાથી નારાજ થવા લાગી અને દૂર-દૂર રહેવા લાગી. મારી દીકરીની સાથે જે પણ થયું, મને ખૂબ જ ખરાબ લાગી રહ્યું છે.

આ બાબતે શ્રદ્ધાના મિત્રો સાથે વાત થઈ હતી. તેમણે પણ એવું જ કહ્યું હતું કે આફતાબની સાથે સંબંધ જોડાયા બાદ શ્રદ્ધાનું વર્તન બદલાઈ ગયું હતું.

વિકાસની ધીરજ તૂટી જાય છે અને તે ફોન પર જ રડવા લાગે છે, મારું હૃદય પણ ગળગળું થઈ જાય છે. વિકાસનો રડતો અવાજ આવ્યો - મેડમ, મારાથી વાત નહીં થાય, હું વાત નહીં કરી શકું. હું માત્ર એક-બે સવાલ માટે કહું છું, તમારી સાથે વાત કરવા માટે બે દિવસ પછી તક મળી છે. તેઓ હા પણ નથી કહેતા અને કોલ ડિસ્કનેક્ટ પણ કરતા નથી. હું ફરી સવાલ કરું છું...

સવાલ: શું તમારે બીજા કોઈ સંતાન છે?
જવાબ: મારો એક પુત્ર છે, જે નાનો છે અને અભ્યાસ કરે છે. શ્રદ્ધાના તેની સાથે ખૂબ સારા સંબંધો હતા, તે તેની સાથે સતત વાત કરતી હતી, પણ જ્યારે તે ઘરની બહાર નીકળી ત્યારે તેની વચ્ચે પણ અંતર આવી ગયું હતું. તે આફતાબ સાથે રિલેશનમાં આવતાં પહેલાં તે તેની ખૂબ નજીક હતી.

સવાલ: શ્રદ્ધા ગઈ ત્યારે શું થયું? તમને ક્યારેય ચિંતા થતી નહીં?
જવાબઃ શ્રદ્ધાએ જ્યાં રહેતી હતી એ વિશે તે કંઈ જણાવતી નહોતી. પછી મને શંકા હતી કે તેની સાથે કંઈક ખરાબ થઈ શકે છે. તે જ્યાં રહેતી હતી એ અંગે મને કાંઈ વાત જાણવા દેતી નહોતી. પછી મને ચિંતા થવા લાગી કે તેનું શું થશે. હું વિચારતો રહ્યો કે તે ક્યાં રહે છે, શું કરે છે.

સવાલ: દીકરી ગુમ થયાની ખબર કેવી રીતે પડી?
જવાબઃ જ્યારે તે ગુમ થઈ ત્યારે તેના મિત્રએ કહ્યું હતું. આ પહેલાં કોઈ મિત્રએ અમને શ્રદ્ધા વિશે કહ્યું ન હતું. ક્યારેક કોઈએ કહ્યું નથી કે શ્રદ્ધા આવી મુશ્કેલીમાં છે કે તે ક્યાં રહે છે.

સવાલઃ તમને આફતાબ ગમતો નહોતો? તમે તેને મળ્યા હતા?
જવાબ: હું નહોતો ઈચ્છતો કે મારી દીકરી કોઈ મુસ્લિમ સાથે રહે કે લગ્ન કરે. આફતાબને લઈને મેં તેને શરૂઆતથી જ ના પાડી હતી, પણ તે માનતી નહોતી. હું આફતાબને પહેલાં ક્યારેય મળ્યો નહોતો, પરંતુ જ્યારે મારી પત્નીનું અવસાન થયું ત્યારે તે દરમિયાન તે આવતો-જતો હતો.

ક્રાઈમ શો વેબસિરીઝ જોયા બાદ આફતાબને શ્રદ્ધાની હત્યા કરવાનો વિચાર આવ્યો હતો. તેને એમાંથી મૃતદેહને કાપીને જંગલમાં ફેંકી દેવાનું પણ વિચાર આવ્યો હતો.
ક્રાઈમ શો વેબસિરીઝ જોયા બાદ આફતાબને શ્રદ્ધાની હત્યા કરવાનો વિચાર આવ્યો હતો. તેને એમાંથી મૃતદેહને કાપીને જંગલમાં ફેંકી દેવાનું પણ વિચાર આવ્યો હતો.

સવાલઃ તમે આફતાબના પરિવારના સભ્યોને ક્યારેય મળ્યા નથી?
જવાબઃ જ્યારે શ્રદ્ધાની માતા ખૂબ જ બીમાર હતી ત્યારે અમે તેમને મળવાનો પ્રયાસ કર્યો હતો. આફતાબના પરિવારજનોએ દીકરીને માતા સાથે પણ મળવા ન દીધી. મારી પત્નીના મૃત્યુના થોડા દિવસો પહેલાં અમે તેની સાથે તેના ઘરે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે અમને શ્રદ્ધાને મળવા ન દીધી તેમજ તેને કંઈપણ વાત કરવા દેવામાં આવી ન હતી. આફતાબના ભાઈએ અમને ફરીથી અહીં ન આવવાનું અને તે બંને સાથે વાત ન કરવાનું કહ્યું હતું.

મેં આફતાબનાં માતા-પિતા સાથે અગાઉ ક્યારેય વાત કરી ન હતી. જ્યારે શ્રદ્ધા ગુમ થઈ ગઈ ત્યારે મેં તેની સાથે વાત કરી, પરંતુ તેમણે કશું કહ્યું નહીં. બસ એટલું જ કહ્યું કે શ્રદ્ધા સારી છે, આફતાબથી નારાજ થઈને તે ક્યાંક ચાલી ગઈ છે. તેઓ કહેતા હતા કે અમે પણ પ્રયાસ કરીએ છીએ હું તેને શોધવાનો પ્રયત્ન કરીશ, પરંતુ મને લાગતું હતું કે તેઓ જૂઠું બોલી રહ્યા છે. તેઓ કદાચ જાણે છે કે આફતાબે શું કર્યું છે. હું સમજી ન શક્યો તેઓ આ રીતે કેમ બોલી રહ્યા છે.

સવાલઃ શ્રદ્ધા ગુમ થયા બાદ તમે આફતાબ સાથે વાત કરી હતી?
જવાબઃ શ્રદ્ધા ગુમ થયા બાદ મેં આફતાબ સાથે વાત કરી ત્યારે તે ગેરમાર્ગે દોરતો હતો. તે કહેતો હતો કે તે આવું કહીને ક્યાંક ગઈ હતી કે હું મારી લાઈફ જાતે જ મેનેજ કરી લઈશ. તે વારંવાર ખોટું બોલતો હતો. પછી મને લાગ્યું કે દીકરી કદાચ પોતાની સંભાળ જાતે કરી શકે છે, તે જ્યાં પણ હશે અને હું તેને શોધી લઈશ, પરંતુ મને ખ્યાલ નહોતો કે આફતાબે આવું કરી નાખ્યું છે.

શ્રદ્ધાના પિતાના કહેવા પ્રમાણે, તેમણે 2021માં તેમની પુત્રી સાથે છેલ્લે વાત કરી હતી. પછી તેણે પૂછ્યું હતું કે તમારો લિવ-ઇન પાર્ટનર કેવો છે, પરંતુ તેણે વધુ જણાવ્યું નહીં.
શ્રદ્ધાના પિતાના કહેવા પ્રમાણે, તેમણે 2021માં તેમની પુત્રી સાથે છેલ્લે વાત કરી હતી. પછી તેણે પૂછ્યું હતું કે તમારો લિવ-ઇન પાર્ટનર કેવો છે, પરંતુ તેણે વધુ જણાવ્યું નહીં.

સવાલ: શું તમને લાગે છે કે જો તમે શ્રદ્ધા સાથે વાત કરી હોત તો આજે તે જીવિત હોત?
જવાબ: (વિકાસનું ગળું ફરી ભરાયું, તે ચૂપ થઈ ગયા) આજના બાળકોને મોડર્નસ્ટાઈલમાં જીવવું ગમે છે. તેમને તેમનાં માતા-પિતા માટે થોડો આદર હોવો જોઈએ. માતાપિતા હંમેશાં તેમનાં બાળકો વિશે ચિંતા કરે છે, તેમણે માતા-પિતાનું સન્માન કરવું જોઈએ. જો શ્રદ્ધા પણ મને સમજી હોત, મારી વાત સાંભળી હોત તો આ બધું ન થયું હોત.

અન્ય સમાચારો પણ છે...