દિલ્હીમાં શનિવારે રાત્રે એક અજીબોગરીબ ઘટના જોવા મળી હતી. જેમાં આફ્રિકન મૂળના 3 નાગરિકોને પોલીસે કસ્ટડીમાં લીધા હતા. ત્યારે 100થી પણ વધુ આફ્રિકન મૂળના લોકોએ પોલીસ સ્ટેશનમાં જઈને પોતાના 3 સાથીઓને પોલીસ સ્ટેશનમાંથી છોડાવવા માટે ઑફિસર્સથી લડ્યા હતા અને પોતાના સાથીઓને છોડાવ્યા હતા. સાઉથ દિલ્હીમાં પોલીસે રાજુ પાર્ક વિસ્તારમાંથી 3 આફ્રિકન નાગરિકોને પકડી લીધા હતા. કારણ કે તેઓના વિઝા એક્સપાયર થઈ ગયા હતા. છતાં તેઓ ભારતમાં રહેતા હતા.
NDTVના રિપોર્ટ મુજબ, સાથીઓને છોડાવવા માટે 100થી પણ વધુ આફ્રિકન નાગરિકોએ પોલીસ ચોકીને ઘેરી લીધી હતી. આ લોકોએ પોલીસ સાથે લડીને પોતાના સાથીઓને પોલીસની કસ્ટડીમાંથી છોડાવ્યા હતા. જોકે આ 3 નાગરિકોમાંથી એકને પોલીસે ફરી પકડી લીધો હતો. પોલીસે આ મામલે લિગલ એક્શન લેવાની તૈયારી કરી લીધી છે.
જ્યારે તે ત્રણમાંથી એકને પકડ્યો હતો, ત્યારે ટોળું ફરીથી પોલીસ સ્ટેશને પહોંચ્યું હતું. જોકે પછીથી પોલીસે ત્રણ આરોપીઓમાંથી એક ફિલિપ નામના વ્યક્તિને ફરીથી પકડી લીધો હતો. આ પછી, નેબ સરાય પોલીસ સ્ટેશન અને નાર્કોટિક્સ સ્ક્વોડની ટીમે આ વિસ્તારમાંથી અન્ય ચાર લોકોની ધરપકડ કરી હતી. આફ્રિકન મૂળના 100 લોકો ફરીથી પોલીસ સ્ટેશનમાં એકઠા થયા હતા, પરંતુ પોલીસ કોઈ રીતે પરિસ્થિતિને કાબૂમાં લેવામાં સફળ રહી હતી. તેઓ હવે આ અંગે કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છે.
અગાઉ હિમાચલ પ્રદેશમાંથી પણ બે વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. તે વિશેના સમાચાર પણ વાંચો...
હિમાચલ પ્રદેશના કુલ્લુમાંથી વિદેશી નાગરિકની ધરપકડ, પાસપોર્ટ પણ ના મળ્યો
હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાની મણિકર્ણ ખીણમાંથી સ્થાનિક પોલીસ પાસપોર્ટ વગરના વિદેશી નાગરિકની ધરપકડ કરી હતી. વિદેશી નાગરિક ઘાટીના છલાલ વિસ્તારમાં ફરતો હતો. પોલીસની ટીમ ગુમ થયેલા પ્રવાસી અભિનવ મિંગવાલને શોધી રહી હતી. આ દરમિયાન, જ્યારે પોલીસની ટીમને તે વિદેશી નાગરિક મળી આવ્યો હતો. જ્યારે પોલીસે તેની પાસે તેની ઓળખ સંબંધિત દસ્તાવેજો માગ્યા હતા, ત્યારે તેની પાસે કોઈ જ ડોક્યુમેન્ટ્સ મળ્યા નહોતા. તેની પાસેથી પાસપોર્ટ પણ મળ્યો નહોતો. હિમાચલ પ્રદેશની પોલીસ કાર્યવાહી કરી રહી હતી.
હિમાચલના ભુંતર એરપોર્ટ પરથી ગ્રીસના નાગરિકની ધરપકડ
હિમાચલ પ્રદેશના કુલ્લુના ભુંતર એરપોર્ટ પર એક વિદેશી નાગરિકની ચરસ સાથે ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે એક વિદેશી નાગરિક ફ્લાઈટથી દિલ્હી જઈ રહ્યો હતો. આ દરમિયાન એરપોર્ટ ઓથોરિટી પર તૈનાત સુરક્ષા ગાર્ડે તપાસ કરી તો ગ્રીસના એક નાગરિક પાસેથી ચરસ મળી આવ્યું હતું. આવી સ્થિતિમાં એરપોર્ટ ઓથોરિટીએ સ્થાનિક પોલીસને આ અંગે જાણ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.