તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાલિબાનો પર એરસ્ટ્રાઈક:અફઘાનિસ્તાનના કંધારમાં થયેલી એરસ્ટ્રાઈકમાં 80થી વધારે આતંકી ઠાર, તાલિબાની કમાન્ડર સરહદી પણ ઠાર કરાયો

5 દિવસ પહેલા

અફઘાનિસ્તાનના કંદહારમાં રવિવારે એરસ્ટ્રાઈકમાં 80થી વધારે આતંકીઓ ઠાર થયા છે. અરધનદાબ જિલ્લામાં થયેલી આ કાર્યવાહીમાં તાલિબાનના મુખ્ય કમાન્ડર સરહદીનું પણ મોત થયું છે. અફઘાની ડિફેન્સ મિનિસ્ટ્રીએ ટ્વિટ કરીને એરફોર્સની આ કાર્યવાહીની માહિતી આપી છે.

ડિફેન્સ મિનિસ્ટ્રીના પ્રવક્તા ફવાદ અમાને જણાવ્યું કે આતંકીઓના ઠેકાણાઓ પર તે સમયે એર સ્ટ્રાઈક કરવામાં આવી જ્યારે તેઓ એક હુમલો કરવાની તૈયારીમાં હતા.

ટેન્ક અને ગાડીઓ પણ ઉડાવી દીધી
ચીનની શિન્હુઆ ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, એર સ્ટ્રાઈક દરમિયાન આતંકીઓ અને તેમના કમાન્ડરનું મોત થયું છે. આ સિવાય આતંકીઓના બે ટેન્ક અને ઘણાં વાહન ઉડાવી દીધા હતા. જોકે કંદહારમાં એક્ટિવ તાલિબાનોએ આ હુમલા પર કોઈ નિવેદન જાહેર કર્યું નથી.

અફઘાનિસ્તાની રાષ્ટ્રપતિએ શાંતિનો રોડમેપ તૈયાર કર્યો
અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગિનીએ તાલિબાની આતંકીઓ સાથે શાંતિનો એક રોડમેપ તૈયાર કર્યો છે. રિપોર્ટ્સમાં અમુક દસ્તાવેજો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તુર્કીમાં થનારી એક બેઠક પહેલા ગનીએ ત્રણ ફેઝ વાળા રોડમેપ તૈયાર કર્યો છે. તેમાં ઈલેક્શન પહેલાં તાલિબાની સાથે સમજૂતી અને સીઝફાયરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અમેરિકાએ પણ તૈયાર કર્યો હતો પ્રસ્તાવ
હકીકતમાં અફઘાનિસ્તાને 1 મેથી દરેક વિદેશી સેનાઓની પરત ફરવાની ડેડલાઈન નક્કી કરવામાં આવી છે. તેથી અમેરિકા ઈચ્છે છે કે તાલિબાનીઓ સાથે શાંતિ સમજૂતી થઈ જાય. તેથી અમેરિકા તુર્કીમાં યુએનની દખલથી એક બેઠક માટે પ્રયત્ન કરી રહી છે. તેથી અમેરિકાએ પણ એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે. તેમાં તુરંત એક નવી લીગલ સિસ્ટમ બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમાં તાલિબાનીઓને પણ પ્રતિનિધિત્ય આપવામાં આવશે. પરંતુ ગનીએ તેને નકારી દીધી છે. ત્યારપછી તેમણે પોતાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો