• Gujarati News
  • National
  • Afganistan Taliban Crisis: Residing In Ludhiana, 11 Afgani Students Contact Cut Off From The Family

અફઘાનિસ્તાનની સ્થિતિની ભારત પર અસર:લુધિયાણામાં ભણી રહેલા અફઘાની વિદ્યાર્થીઓની પીડા; કહ્યું- ત્યાં અમારા પરિવાર જોખમમાં, છોકરીઓ સોંપવા માટે તાલિબાન દબાણ બનાવી રહ્યુ છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ પોતાના પરિવાર સાથે સંપર્ક કરી શકતા નથી
  • તેઓ ભારતમાં સુરક્ષિત છે તે વાતની ખુશી

તાલિબાને અફઘાનિસ્તાન પર સંપૂર્ણ રીતે કબજો કરી લીધો છે. અફઘાનિસ્તાનમાં બગડતી સ્થિતિની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. લુધિયાણામાં ભણી રહેલા 11 અફઘાન વિદ્યાર્થીઓ ટીવી અને ઈન્ટરનેટના માધ્યમથી ત્યાં નજર રાખી બેઠા છે. પોતાના દેશની આવી સ્થિતિ જોઈને તેમના ચહેરા દુ:ખી જોવા મળ્યા હતા.

આ વિદ્યાર્થીઓએ 2019માં પંજાબ કૃષિ વિશ્વ વિદ્યાલય(PAU)માં PHD અને MSCમાં એડમિશન લીધુ હતું. તેમનું કહેવું છે કે અફઘાનિસ્તાનમાં જે બની રહ્યું છે, તેના પાછળ પાકિસ્તાન અને ચીન હોઈ શકે છે.

પરિવાર છુપાઈને રહી રહ્યો છે
32 વર્ષા નૂર અલી નૂરી અફઘાનિસ્તાનના પરવાન પ્રાંતના રહેવાસી છે. તે કૃષિ વિજ્ઞાનમાં PHD કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે અફઘાનિસ્તાનમાં તેમના પરિવારને છુપાઈને રહેવું પડે છે, કેમકે તાલિબાની લડાકુઓ તેમના ઘરે જે ત્રણ છોકરીઓ છે તેમને સોંપવાનું દબાણ કરી રહ્યા છે. આવુ ન કરવા પર પરિવારને જીવથી મારી નાંખવાની ધમકી પણ મળી રહી છે. નૂર અલી આ વાત પર ખુશ છે કે તેઓ તેમના બે બાળકો અને પત્ની સાથે ભારતમાં સુરક્ષિત છે.

તાલિબાની રાજમાં મહિલાઓ સુરક્ષિત નથી
બાગલાનમાં રહેવાસી અહમદ મુબાશેર પણ ત્યાં PHD કરી રહ્યા છે. તેઓ તેમના પરિવાર બાબતે ખૂબજ ચિંતિત છે. તેમનું કહેવું છે કે જે પ્રમાણે મીડિયા રિપોર્ટસ આવી રહ્યા છે તેનાથી લાગી રહ્યુ છે કે તેમના પરિવારની મહિલાઓ સુરક્ષિત નથી. તાલિબાન અફઘાનિસ્તાનની શિક્ષા વ્યવસ્થાને બરબાદ કરવા ઈચ્છે છે, જેનાથી તેમનો વિરોધ ના થઈ શકે. પાકિસ્તાન તાલિબાનનું સમર્થન કરી રહ્યું છે, પરંતુ તેમણે વિચારવું જોઈએ કે પાકિસ્તાન તેમને પણ બરબાદ કરી નાંખશે.

તાલિબાનની લોકો પર પોતાની મરજી થોપવી ખોટી
પ્લાંટ બ્રીડિંગમાં ભણી રહેલા હબીબુલ્લાહ હબીબી કહે છે કે તાલિબાની જે રીતે ઈસ્લામનો પ્રચાર કરી રહ્યા છે, તેની તેઓ નિંદા કરે છે. ઈસ્લામ મહિલાઓના દમન, તેમને સાર્વજનિક રુપે માર મારવો, છોકરીઓને ઘરેથી ઉઠાવી અને તેમના કપડા કાઢવા તે નથી દર્શાવતું.

સારુ છે કે મારા બાળકો અને મારી પત્ની મારી સાથે છે, પરંતુ મને મારા પરિવારના બીજા સદસ્યોની ચિંતા છે. તેમની સાથે શું થશે? મને મારા પરિવારની છોકરીઓની ચિતા છે, કેમકે તે તાલિબાનના નિશાના પર છે.

માત્ર સમાચારોનો સહારો પરિવાર સાથે સંપર્ક જ નથી થયો
અહમદ કહે છે કે 3 દિવસ પહેલા પરિવાર સાથે વાત થઈ હતી. તેઓ જણાવી રહ્યા હતા કે ત્યાં પુરુષોને દાઢી રાખવા અને પાઘડી બાંધવા માટે કહેવામાં આવી રહ્યુ છે. મહિલાઓને બુરખો પહેરવાનું કહેવામાં આવી રહ્યુ છે. વિરોધ કરનારાઓને મારી નાંખવામાં આવે છે. ત્યાંની સેનાએ નેટવર્ક બંધ કરી દીધું છે, તેનાથી તેમનો પરિવાર સાથે સંપર્ક તૂટી ગયો છે. તેથી તેઓ ચિંતિત છે કે ત્યાં થઈ શું રહ્યુ છે? TVમાં ચાલી રહેલા મીડિયા રિપોર્ટસનો જ સહારો છે.

અન્ય સમાચારો પણ છે...