કેન્દ્ર સરકારે ક્રિકેટર રિષભ પંતના માર્ગ અકસ્માતના ટીવી ન્યૂઝ કવરેજ અને કેટલાક અન્ય ગુનાના અહેવાલોને દુઃખદાયક અને હૃદય ધ્રૂજાવી દેનારા ગણાવ્યા હતા. સાથે જ ચેનલ્સને કાયદા અનુસાર પ્રોગ્રામ કોડનો ચુસ્તપણે પાલન કરવાનું જણાવ્યું હતું.
માહિતી અને પ્રસારણ મંત્રાલયે તમામ પ્રાઈવેટ સેટેલાઈટ ચેનલોને એડવાઈઝરી મોકલી હતી. તેમાં ક્રિકેટરની કાર દુર્ઘટના, મૃતદેહોના વિચલિત કરનાર ફોટોનું પ્રસારણ અને પાંચ વર્ષના બાળકને મારવાના કવરેજને ટાંક્યું હતું. સાથે જ કહ્યું કે, આ પ્રકારનું રિપોર્ટીંગ યોગ્ય નહીં.
ટીવી ચેનલ્સ સાવચેતી નથી લઈ રહ્યા
એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, ટીવી ચેનલ્સમાં લોકોના મૃતદેહ, લોહી લુહાણ લોકોના ફોટો/વીડિયો બતાવે છે. મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને ક્રૂરતા પૂર્વક માર મારવાના શોટ્સ બતાવવામાં આવે છે. બાળકને શિક્ષકે માર મારતા અને તેનાથી સતત બાળકનું રડવાનું અને બૂમો પાડવાના શોટ્સ વારંવાર ઘણી મિનિટ સુધી બતાવાય છે. તેમાં શિક્ષક અને બાળકને સર્કલ કરાય છે. ફોટો-વીડિયોને બ્લર કરવાનું કે તેને લોન્ગ શોટ્સથી બતાવવા પર ધ્યાન નથી અપાતું. જેથી આવા સીન વધુ ખતરનાક બની જાય છે.
બ્રોડકાસ્ટર્સ સોશિયલ મીડિયા પરથી વીડિયો ક્લિપ્સ અને ફોટા લેય છે. આવી ક્લિપ્સને એડિટ કરવાના કે, ટ્યૂન કરવાના પણ ઘણા ઓછા પ્રયત્ન કરવામાં આવે છે. જેથી આ પ્રોગ્રામ કોડની ભાવનાને અનુરૂપ નથી હોતા.
બાળકો પર માઠી અસર પડે છે
એડવાઈઝરીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, આવા હિંસક અને વિચલિત કરનાર અહેવાલોથી બાળકોના મગજ પર ખરાબ અસર પડે છે.
સિસ્ટમ મજબૂત કરવાની સલાહ
મંત્રાલયે ટીવી ચેનલ્સને કહ્યું કે, ક્રાઈમ, એક્સીડેન્ટ અને હિંસાઓની ઘટનાઓનું રિપોર્ટીંગ કેબલ ટેલીવિઝન નેટવર્ક(રેગ્યુલેશન) એક્ટ અનુસાર જ કરવામાં આવે. આ માટે સરકારે ચેનલ્સને તેમની સિસ્ટમ અને પ્રેક્ટિસને મજબૂત કરવાની સલાહ આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.