તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Advani Was Swearing To Ram From The Platform To The Car Attendants Not To Go To The Structure, You Come Back, No One Believed That People Would Climb On The Structure

જન્મભૂમિ આંદોલન:અડવાણી મંચ પરથી કારસેવકોને રામની સોગંદ આપતા હતા કે ઢાંચા તરફ ન જશો,પાછા આવો, કોઈને વિશ્વાસ ન હતો કે લોકો ઢાંચા પર ચડી જશે

અયોધ્યાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કારસેવા પ્રતીકાત્મક હતી, પણ તેઓ ઉગ્ર બની ગયા હતા અને ઢાંચા પર ચડી ગયા હતા
  • હિન્દુઓ તરફથી ગોપાલ વિશારદે કેસ દાખલ કર્યો હતો, તેઓ રામમંદિરના પ્રથમ પક્ષકાર હતા

ભગવાન રામની નગરી અયોધ્યા ભૂમિપૂજન માટે સંપૂર્ણપણે તૈયાર છે. 5 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી મોદી ભૂમિપૂજનમાં ભાગ લેવા માટે અયોધ્યા જશે. રામ મંદિર આંદોલન અને કારસેવા સાથે જોડાયેલા અયોધ્યાના કોશલેશ સદનના પીઠાધિશ્વર અને રામ જન્મભૂમિ ન્યાસના ઉપાધ્યક્ષ જગદગુરુ સ્વામી વાસુદેવાચાર્ય એવી દરેક ઘટનાના સાક્ષી રહ્યા છે કે જે છેલ્લા 30 વર્ષમાં અયોધ્યામાં બની છે. તેમને ભૂમિપૂજન કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ મળ્યું છે. વર્ષ 1992ની બાબરી મસ્જિદ તૂટવાની ઘટનાને યાદ કરતા તેઓ કહે છે કે કારસેવક ઉગ્ર બની રહ્યા હતા અને તેઓ ઢાંચા તરફ આગળ વધી રહ્યા હતા. તે સમયે લાલકૃષ્ણ અડવાણી મંચ પરથી કારસેવકોને ઢાંચા તરફ જતા અટકાવવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. તે કહી રહ્યા હતા કે તેમને રામની સોગંદ છે, પાછા આવો. પણ કારસેવક પણ "સોગંદ રામ કી ખાતે હૈ મંદિર વહી બનાયેગે"ના સૂત્રોચાર સાથે આગળ વધી ગયા.પણ તે સમયે કોઈને એ વાતનો અંદાજ ન હતો કે લોકો ઢાંચા પર ચડી જશે. કારણ કે કારસેવા તો પ્રતીકાત્મક હતી, પણ તે સમયે તે ઉગ્ર બની ગયા હતા. ઢાંચો તૂટી ગયો હતો.

લાલકૃષ્ણ અડવાણી સાથે સ્વામી વાસુદેવાચાર્ય.રામ મંદિર આંદોલન સમયે વાસુદેવાચાર્ય પણ સક્રિય હતા
લાલકૃષ્ણ અડવાણી સાથે સ્વામી વાસુદેવાચાર્ય.રામ મંદિર આંદોલન સમયે વાસુદેવાચાર્ય પણ સક્રિય હતા

વાસુદેવાચાર્ય કહે છે કે 6 ડિસેમ્બર,1991ના રોજ કારસેવા સત્યાગ્રહ શરૂ થયો હતો. ત્યારે હું આગેવાની કરતો હતો. તે દેશવ્યાપી જેલભરો આંદોલન હતું, કારસેવકોના બલીદાન બાદ આ આંદોલન કરવામાં આવ્યુ હતું. તેના એક દિવસ બાદ 6 ડિસેમ્બર 1992ના રોજ ફરી કારસેવા શરૂ થઈ. તે સમયે લાલકૃષ્ણ અડવાણી, અશોક સિંઘલ, મુરલી મનોહર જોશી, વિનય કટિયાર, ઉમા ભારતી પણ અયોધ્યા આવ્યા હતા. અમે સૌ સાથે મળી કારસેવા શરૂ કરી હતી. તે કહે છે કે તે સમયે મોટી સંખ્યામાં કારસેવકો અયોધ્યા પહોંચ્યા હતા. તે સમયે એવી અફવા ફેલાઈ હતી કે નૌકાદળ સરયૂ તરફથી આક્રમણ કરવા આવી રહ્યા છે. સડક માર્ગ તો અગાઉથી કારસેવકોએ બ્લોક કરી દીધો હો. હું ત્યારે અશોક સિંઘલ, મુરલી મનોહર જોશી, વિનય કટિયાર, રાજમાતા વિજયારાજે સિંધિયા સાથે એક રૂમમાં બેઠા હતા. તે રૂમ પર મંચ બન્યો હતો અને ભાષણ ચાલી રહ્યું હતું. બહાર કારસેવા ચાલી રહી હતી.

ત્યારે અમે લોકોએ નક્કી કર્યું કે જો નેવી આવી જશે તો ભૂમિ પર કબજો કરી લેશે. માટે ત્યાં રામલલાની મૂર્તિ હોવી જોઈએ. ત્યારબાદ અમે લોકો રંગમહેલ ગયા. જ્યાં મહંત પાસેથી રામલલાની મૂર્તિ મંગાવી અને તેને લઈ ઢાંચા નીચે રાખી દેવામાં આવી. તે સમયે પથ્થરનો એક ભાગ મારી ઉપર પડ્યો હતો,પણ હું બચી ગયો. જ્યારે હું પરત રૂમમાં આવ્યો ત્યારે મૂર્તિ રાખવાના સમયે મારા શરીર પર મંદિરની ધૂળ લાગી હતી. રાજમાતા વિજયારાજે સિંધિયાએ તે ધૂળને લઈ પોતાના મસ્તક પર લગાવી. મે તેમને પૂછ્યુ કે માતાજી તમે આ શુ કરી રહ્યા છો. તેમણે કહ્યું કે ધૂળ રામ મંદિરનું ચંદન છે. ત્યારે મે તેમને કહ્યું કે મંદિર બનશે તો પ્રસાદ સ્વરૂપમાં ચંદન લગાવીશ. તેમણે કહ્યું કે ખબર નહીં કે તે ક્યારે બનશે, હું ત્યાં સુધી જીવિત રહીશ કે નહીં.

તસ્વીર રામ મંદિર આંદોલન સમયની છે. મુરલી મહોનહર જોષી, અશોક સિંઘલ અને લાલકૃષ્ણ અડવાણી સાથે વિનય કટિયાર
તસ્વીર રામ મંદિર આંદોલન સમયની છે. મુરલી મહોનહર જોષી, અશોક સિંઘલ અને લાલકૃષ્ણ અડવાણી સાથે વિનય કટિયાર

6 ડિસેમ્બરના રોજ બાબરી ઢાંચો તૂટ્યો હતો.
વાસુદેવાચાર્ય કહે છે કે મંદિર માટે સંઘર્ષ ઘણો જૂનો છે. વર્ષો સુધી હિન્દુઓએ આ માટે સંઘર્ષ કર્યો છે. પ્રત્યેક 5-10 વર્ષમાં આ માટે આંદોલન કરવામાં આવતુ હતું. પણ સફળતા મળતી ન હતી.

અન્ય સમાચારો પણ છે...