યુવતીઓના અભ્યાસની દિશામાં દેશ માટે સારા સમાચાર છે. 2021-22માં 11થી 14 વર્ષની ત્રણ લાખથી વધુ વિદ્યાર્થિનીએ સ્કૂલ છોડી દીધી હતી, જ્યારે 2019-20માં આ આંકડો 10.3 લાખ હતો. અધવચ્ચે અભ્યાસ છોડનારી આ 3.03 લાખમાંથી આશરે 2.30 લાખ વિદ્યાર્થિની ફક્ત ત્રણ રાજ્ય ગુજરાત, ઉત્તર પ્રદેશ અને આસામની છે.
આવું ત્યારે છે જ્યારે કોરોનાકાળમાં સ્કૂલોમાં યુવતીઓના રેકોર્ડબ્રેક એડમિશન થયાં હતાં. 2020-21માં કોરોનાના કારણે સરવે ના થયો. 2018-19માં 13.2 લાખ વિદ્યાર્થિનીએ અભ્યાસ છોડી દીધો હતો.
યુનિસેફના મતે તેમના સર્વેક્ષણમાં યુવતીઓ દ્વારા અડધેથી સ્કૂલ છોડવા પાછળ અનેક પ્રકારના કારણ સામે આવ્યાં..
આ તસવીર ક્યારે બદલાશે? 5 વર્ષ સુધી સ્કૂલમાં અભ્યાસ કર્યા પછી પણ 55% યુવતીઓ એક વાક્ય નથી વાંચી શકતી
ભારતમાં સ્કૂલમાં અભ્યાસ કરનારી યુવતીઓની સંખ્યા ભલે વધી રહી હોય, પરંતુ શિક્ષણનું સ્તર સતત નીચે ઉતરી રહ્યું છે. પુરાવો છે- વર્લ્ડ બેન્કનો એ રિપોર્ટ, જેમાં કહેવાયું છે કે, ભારતમાં પાંચ વર્ષ સ્કૂલમાં અભ્યાસ કર્યા પછીયે 55% યુવતીઓ (1990 પછી જન્મેલી) એક વાક્ય સુદ્ધાં વાંચી નથી શકતી, જ્યારે 1960ના દસકામાં જન્મેલી 80% મહિલા એક વાક્ય વાંચવા સક્ષમ છે. દુનિયાના 80 નબળા દેશોમાં 40 વર્ષ સુધી કરાયેલા આ સરવેમાં ઉપરોક્ત તારણો મળ્યાં છે. પેરુ અને વિયેતનામ જેવા 14 દેશમાં શિક્ષણનું સ્તર સુધર્યું પણ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.