તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Administrator Praful Patel Says There Will Be A Government Official On A Fishing Boat In Lakshadweep

નવો આદેશ:એડમિનિસ્ટ્રેટર પ્રફુલ્લ પટેલે કહ્યુ - લક્ષદ્વીપમાં માછલી પકડવા જતી નૌકા પર સરકારી અધિકારી રહેશે

કોચી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • અધિકારીઓ ગુપ્ત દેખરેખ રાખશે, સીસીટીવી લગાવાશે

લક્ષદ્વીપમાં માછલી પકડવા જતી નૌકા પર સરકારી અધિકારી તહેનાત કરાશે. લક્ષદ્વીપ વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે. એકબાજુ લક્ષદ્વીપમાં વહીવટી તંત્ર સામે વિરોધ થઈ રહ્યો છે ત્યારે આ નવા નિર્ણયથી તેમાં વધારો થવાની શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુપ્તચર દેખરેખ માટે માછલી પકડવા જતી નૌકા પર સરકારી અધિકારીઓને મૂકવામાં અાવશે. દ્વીપ સુધી પહોંચતી પ્રવાસી નૌકા અને જહાજોની તપાસ વધારાશે. દેખરેખ વધારવા માટે સીસીટીવી કેમેરા પણ લગાવાશે. લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈઝલે કહ્યું કે વહીવટીતંત્રનો નવો આદેશ હાસ્યાસ્પદ છે. અધિકારીઓને નૌકા પર તહેનાત કરવા જોઈએ નહીં. વહીવટીતંત્રએ સાફ-સફાઈ અંગે પણ નવો આદેશ કર્યો છે. લોકોને જાહેર સ્થળોએ પડેલા નારિયેળના છોતરા, ઝાડના પત્તાનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...