કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ બુધવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપત્ની કહ્યા છે. તે પછી ગુરુવારે આ નિવેદનને લઈને મહિલા ભાજપ સાંસદોએ હોબાળો કર્યો હતો. હાથમાં સોનિયા માંફી માંગે તેવા પોસ્ટર લઈને તેમણે નારેબાજી કરી હતી. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે સોનિયા ગાંધીએ માંફી માંગવી પડશે. લોકસભા અને રાજ્યસભામાં હોબાળાના કારણે સંસદના બંને ગૃહોની કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી છે. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને સ્મૃતિ ઈરાનીની વચ્ચે પણ બોલાચાલી થઈ હતી. આ દરમિયાન સોનિયા ગાંધીએ સ્મૃતિ ઈરાનીને કહ્યું હતું Don't talk to me. (મારી સાથે વાત ન કર).
હોબાળાની વચ્ચે અધીર રંજને ગુરુવારે સંસદની બહાર આ અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે માંફી માંગવાથી ઈન્કાર કર્યો હતો અને કહ્યું મારાથી ભૂલથી મુર્મૂને રાષ્ટ્રપત્ની કહેવાઈ ગયું છે, હવે તમે મને ફાંસી પર ચઢાવવા માંગતા હોવ તો ચઢાવી દો. સત્તાધારી પક્ષ નાની વાતને મોટી બનાવવાની કોશિશ કરી રહ્યું છે.
સ્મૃતિએ ગૃહમાં કહ્યું- કોંગ્રેસ ગરીબ અને આદિવાસીઓની વિરોધી છે. પોતાની ભૂલ અંગે માંફી માંગવાની જગ્યાએ કોંગ્રેસ વિરોધ કરી રહી છે. સોનિયા ગાંધીએ કોંગ્રેસ તરફથી માંફી માંગવી જોઈએ. કોંગ્રેસે દરેક ભારતીયનું અપમાન કર્યું છે.
તેની પર મીડિયાને જવાબ આપતા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે અધીર પહેલા જ ભૂલનો સ્વીકાર કરી ચૂક્યા છે.
અધીર રંજને કહ્યું હતું- રાષ્ટ્રપત્ની બાધા માટે છે
અધીર રંજનને જ્યારે મીડિયાએ પૂછ્યું હતું કે તમે રાષ્ટ્રપતિ ભવન જઈ રહ્યાં હતા, જવા દેવામાં ન આવ્યા. ત્યારે તમણે કહ્યું હતું કે આજે પણ જવાનો પ્રયત્ન કરશે. હિન્દુસ્તાનની 'રાષ્ટ્રપત્ની' બધા માટે છે. અમારા માટે કેમ નહિં.
નિર્મલાએ કહ્યું- જાણી જોઈને અપમાન કર્યું, ખડગેએ કહ્યું- ગ્રામેટિકલ ભૂલ
પ્રથમ વખત સંસદની કાર્યવાહી ભાજપના કારણે અટકી
હાલના સત્રમાં વિપક્ષ સતત મોંઘવારી અને GSTના મુદ્દે હોબાળો કરી રહ્યું છે. 18 જુલાઈથી શરૂ થયેલા મોનસન સત્રના પ્રથમ દિવસે મોંઘવારીને લઈને રાજ્યસભામાં હોબાળો થયો હતો. તે પછીથી બંને ગૃહોની કાર્યવાહી 19 જુલાઈ સુધી સ્થગિત કરવામાં આવી હતી. 20 જુલાઈએ લોકસભા પહેલા 4 વાગ્યા સુધી, પછી આખા દિવસ માટે સ્થગિત થઈ હતી. તે પછીથી GSTને લઈને થયેલા હોબાળા પછી રાજ્યસભા બપોરથી સમગ્ર દિવસ માટે સ્થગિત રહી હતી. આ સપ્તાહમાં સંસદમાં હોબાળો કરવાના કારણસર લોકસભાના ચાર અને રાજ્યસભાના 20 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.