બેફામ દોડતી કારે પોલીસકર્મીઓને કચડ્યા:પોલીસ વાનને જ લીધી અડફેટે, 1 પોલીસકર્મીનું મોત, 3 ઘાયલ

21 દિવસ પહેલા

રાત્રીનો સમય… રસ્તા પરથી પસાર થતી પોલીસ વાન સાથે જોરદાર ટક્કર કરે છે પૂરપાટ ઝડપે આવતી કાર. સીસીટીવીમાં અકસ્માતની આખી ઘટના કેદ થઈ છે. આ ઘટનાછે મથુરાના ગોવર્ધનની જ્યાં શુક્રવારની રાતે પેટ્રોલિંગ પર નીકળેલી પોલીસ વાન સાથે કારની ટક્કર થાય છે. ચોંકવનારી આ ઘટનામાં 1 પોલીસ કર્મીનું મોત થયું છે જ્યારે 3 કોન્સ્ટેબલ ઘાયલ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા. કારની ટક્કર એટલો જરબજસ્ત હતી કે ત્યાં સાઈડમાં પાર્ક કરેલી કાર પણ રસ્તા પર ઉછળી પડે છે. જો કે અકસ્માત સર્જ્યા પછી કાર ચાલક ફરાર થઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...