તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોદીની વેક્સિન ટૂર પછી મોટા સમાચાર:સીરમ ઈન્સ્ટીટ્યૂટના CEOએ કહ્યું- આગામી બે સપ્તાહમાં કોવીશીલ્ડના ઈમરજન્સી ઉપયોગ માટે અરજી કરીશું

પુણે8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના વેક્સિનને લઈને દેશમાં સારા સમાચાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે અમદાવાદ, હૈદરાબાદ અને પુણેમાં બની રહેલી વેક્સિનનું નિરિક્ષણ કર્યું હતું. મોદીના વેક્સિન ટૂર પછી પુણે સ્થિતિ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના CEO અદાર પૂનાવાલાએ વેક્સિનની તૈયારી વિશે જણાવ્યું હતું. તેઓએ કહ્યું કે આગામી બે સપ્તાહમાં કોવીશીલ્ડના ઈમરજન્સી ઉપયોગની પરવાનગી માટે અમે અરજી કરીશું.

ભારતમાં પાંચ વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. તેમા પુણે સ્થિત SII કોવીશીલ્ડ બનાવી રહ્યું છે. કોવીશીલ્ડને ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકા સાથે મળીને બનાવી રહી છે. આ વેક્સિન ભારતમાં અંતિમ તબક્કાના ટ્રાયલમાં છે.

આત્મનિર્ભર ભારત પર ફોકસ
પૂનાવાલાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે અમે આત્મનિર્ભર ભારતને ધ્યાનમાં રાખીને કામ કર્યું છે. વેક્સિના ત્રીજા તબક્કાના ટ્રાયલ પર સવાલને લઈને પૂનાવાલાએ કહ્યું હતું કે અમે હજુ પ્રોસેસમાં છીએ. પ્રધાનમંત્રીને પણ વેક્સિન અને પ્રોડક્શન વિશે ઘણી જાણકારી છે. આગામી સમયમાં અમારી સામે રેગ્યુલેટરી જેવી ચેલેન્જ હશે.

સીરમ ઈન્સ્ટિટ્યૂટના અધિકારીઓ સાથે વાત કરી રહેલા PM મોદી.
સીરમ ઈન્સ્ટિટ્યૂટના અધિકારીઓ સાથે વાત કરી રહેલા PM મોદી.

400 મિલિયન ડોઝ પર વિચાર
પૂનાવાલાએ કહ્યું હતું કે હજુ નક્કી નથી કે સરકાર કેટલા ડોઝ ખરીદશે, પરંતુ લાગી રહ્યું છે કે હેલ્થ મિનિસ્ટ્રી જુલાઈ સુધીમાં 300થી 400 મિલિયન ડોઝ પર વિચાર કરી રહી છે. કોવીશિલ્ડથી મોન્ટેલિટી ઘટાડવામાં પણ ફાયદો થશે. તેનાથી હોસ્પિટલાઈઝેશન 0% થવાની આશા છે. વાઈરસની અસર 60 % સુધી ઓછી થઈ જશે. કોવીશીલ્ડની ગ્લોબલ ટ્રાયલમાં હોસ્પિટલાઈઝેશન 0% રહ્યું છે.

વેક્સિનનું ટ્રાયલ બે રીતે કરાયું
કોવીશીલ્ડના અંતિમ તબક્કાનું ટ્રાયલ બે રીતે કરાયું છે. પ્રથમમાં તેની 62% અસર જોવા મળી, જ્યારે બીજામાં 90%થી વધારે. સરેરાશ જોઈએ તો તે 70% આસપાસ છે. SII ના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટરનો દાવો હતો કે વેક્સિનનું પ્રોડક્શન શરૂ કરી દીધું છે.

જાન્યુઆરીથી દર મહીને 5-6 કરોડ વેક્સિન બનવા લાગશે. જાન્યુઆરી સુધીમાં 8થી 10 કરોડ ડોઝનો સ્ટોક તૈયાર થશે. સરકારની પરવાગી મળતાની સાથે જ સપ્યાઈ શરૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...