તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Adar Poonawala Says We Can't Increase Vaccine Production Overnight, My Statement Was Misinterpreted

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SIIના CEOની ચોખવટ:અદાર પૂનાવાલાએ કહ્યું- રાતોરાત વેક્સિનનું પ્રોડક્શન નહીં વધારી શકીએ, મારી વાતનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો

નવી દિલ્હી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
અદાર પૂનાવાલા હાલ લંડનમાં છે. તેયાં આપેલા એક ઈન્ટરવ્યૂ બાદ દેશમાં વિવાદ ઊભો થયો હતો. - Divya Bhaskar
અદાર પૂનાવાલા હાલ લંડનમાં છે. તેયાં આપેલા એક ઈન્ટરવ્યૂ બાદ દેશમાં વિવાદ ઊભો થયો હતો.

કોરોનાની વેક્સિન બનાવી રહેલી સૌથી મોટી કંપની સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પૂનાવાલાનું કહેવું છે કે વેક્સિનનું પ્રોડક્શન એક ખાસ પ્રોસેસથી કરવામાં આવે છે, અમે રાતોરાત મોટી સંખ્યામાં વેક્સિન તૈયાર ન કરી શકીએ. તેઓએ કહ્યું કે ભારતની વસ્તી ઘણી જ વધારે છે અને તમામ વયસ્કો માટે પર્યાપ્ત વેક્સિન તૈયાર કરવી તે સહેલું કામ નથી. અનેક મોટા દેશ અને કંપનીઓ ઓછી વસ્તી હોવા છતાં વેક્સિનની ઉણપનો સામનો કરી રહ્યાં છે.

પૂનાવાલા હાલ લંડનમાં છે. તાજેતરમાં જ તેઓએ કહ્યું હતું કે ભારતમાં વેક્સિન માટે તેમના પર દબાણ બનાવવામાં આવી રહ્યું હતું. અનેક મુખ્યમંત્રીઓ અને ઉદ્યોગપતિઓએ પહેલાં વેક્સિનની સપ્લાઈ માટે ધમકવાનારી ભાષામાં તેની સાથે વાત કરી હતી. પોતાના નિવેદન પર ઉઠેલા વિવાદ પર તેઓએ સ્પષ્ટતા કરી હતી મારી વાતનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે.

લંડનમાં અદાર પૂનાવાલાએ કહ્યું- ભારતમાં અમુક CM અને કેટલાંક મોટાં માથાં મને ધમકી આપે છે કે, ‘અમને પહેલા રસી નહીં આપો તો તમારે ભોગવવું પડશે’

અદાર પૂનાવાલાએ સોશિયલ મીડિયામાં આ લેટર જાહેર કરી પોતાનો પક્ષ રાખ્યો.
અદાર પૂનાવાલાએ સોશિયલ મીડિયામાં આ લેટર જાહેર કરી પોતાનો પક્ષ રાખ્યો.

સરકાર પાસેથી 11 કરોડ વેક્સિન માટે એડવાન્સ મળ્યા
પૂનાવાલાએ સોમવારે સોશિયલ મીડિયા પર પોતાનો પક્ષ રાખતા જણાવ્યું કે કંપની દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે કોવિશીલ્ડનું પ્રોડક્શન વધારવા માટે હરસંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. આગામી કેટલાંક મહિનામાં સરકારને 11 કરોડ વેક્સિન સપ્લાઈ કરવામાં આવશે.

તેઓએ કહ્યું કે અમે ભારત સરકારની સાથે મળીને ગત વર્ષે એપ્રિલથી કામ કરી રહ્યાં છીએ. અમને દરેક પ્રકારની મદદ મળી છે. અત્યાર સુધીમાં અમને 26 કરોડ ડોઝના ઓર્ડર મળી ગયા છે. જેમાંથી 15 કરોડ અમે સપ્લાઈ કરી ચુક્યા છીએ. અમને સરકાર પાસેથી 11 કરોડ ડોઝ માટે 1732 કરોડ રૂપિયા એડવાન્સ પણ મળી ગયા છે.

પુનાવાલાના જણાવ્યા મુજબ, આગામી કેટલાંક મહિનામાં રાજ્યો અને પ્રાઈવેટ હોસ્પિટલને પણ 11 કરોડ વેક્સિનની સપ્લાઈન કરવામાં આવશે. અમે સમજી રહ્યાં છીએ કે વેક્સિન સૌથી ઝડપથી અને સમયસર તેઓને મળી જાય, અમારા પ્રાયોસ તે જ દિશામાં છે. અમે આવું કરવાનો પુરેપુરો પ્રયાસ કરી રહ્યાં છીએ. અમે હજુ વધુ મહેનત કરીશું અને કોરોના વિરૂદ્ધ ભારતની લડાઈને મજબૂત બનાવીશું.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો