તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Business
 • Adar Poonawala: Office At Airbus, Largest Vaccine Manufacturer, Known As Vaccine Prince

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પીપલ ભાસ્કર:અદાર પૂનાવાલાઃ એરબસમાં ઓફિસ, વેક્સિનના સૌથી મોટા ઉત્પાદક, વેક્સિન પ્રિન્સ તરીકે મશહૂર

પૂણે22 દિવસ પહેલા
 • કૉપી લિંક

જન્મ- 14 જાન્યુઆરી 1981
શિક્ષણ- લંડનની વેસ્ટમિન્સ્ટર યુનિ.માંથી મેનેજમેન્ટમાં બેચલર ડિગ્રી
સંપત્તિ- 942 અબજ રૂપિયા
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ વિશ્વના સૌથી ધનિક પરિવારો પૈકી એક છે. પૂણેનો પ્લાન્ટ અંદાજે 50 એકરમાં બનેલો છે.

2020ની શરૂઆતમાં કોરોના વાઇરસ ધીમે-ધીમે આખી દુનિયાને ઝપટમાં લઇ રહ્યો હતો ત્યારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના સીઇઓ અદાર પૂનાવાલા પાસે 2 વિકલ્પ હતા- મૂકદર્શક બનીને બધું જોતા રહે કે પછી જોખમ ખેડીને કોરોનાની વેક્સિન બનાવવા મામલે ફ્રન્ટરનર બને. ત્યારે તેમણે કહ્યું હતું કે, હું એક મોટું વ્યક્તિગત જોખમ લઇ રહ્યો છું. કંપની વેક્સિન વિકસાવવા અને તેના ઉત્પાદન માટે અંદાજે 6 હજાર કરોડ રૂ.નું રોકાણ કરી રહી છે. ત્યાર બાદ સીરમ ઇન્સ્ટિટ્યૂટે વેક્સિન ઉત્પાદન માટે 6 મહિનામાં જ 5 મોટી કંપની સાથે ભાગીદારી કરી. હાલ કંપની દર મહિને 6 કરોડથી 6.5 કરોડ ડોઝ બનાવી રહી છે.

તાજેતરમાં જ સીરમ ઇન્સ્ટિટ્યૂટે સરકારી તથા ખાનગી હોસ્પિટલો માટે કોવિશીલ્ડની કિંમત જાહેર કરી. સરકારી હોસ્પિટલોને 1 ડોઝ 400 રૂ. અને ખાનગી હોસ્પિટલોને 600 રૂ.માં અપાશે. અદારે કહ્યું છે કે વેક્સિનના નવા રેટ વૈશ્વિક રેટથી 33થી 50% ઓછા છે. સીરમ આ મહામારીનો લાભ નહીં ઊઠાવે. અમને ડોઝદીઠ 150 રૂ.નું નુકસાન થઇ રહ્યું છે.

બ્લૂમબર્ગ બિઝનેસ વીકના એક રિપોર્ટ મુજબ વિશ્વની સૌથી મોટી વેક્સિન ઉત્પાદક કંપનીઓ પૈકી એક એવી સીરમ દર વર્ષે રેબીજ, ટિટનસ, પોલીયો, હેપેટાઇટિસ તથા અન્ય બીમારીઓની દોઢ અબજ રસી બનાવે છે. તેથી અદારના પિતા સાયરસ પૂનાવાલા ‘વેક્સિન કિંગ’ તરીકે ઓળખાય છે. તેઓ તેમની રોયલ લાઇફસ્ટાઇલથી હંમેશા ચર્ચામાં રહ્યા છે.

પૂણેમાં તેમની ઓફિસ એક જૂના એરબસ 320 પ્લેનમાં બનેલી છે, જેમાં તમામ ફાઇવ સ્ટાર સુવિધાઓ છે. ગયા મહિને જ સમાચાર આવ્યા હતા કે અદારે લંડનમાં એક આલીશાન મેન્શન ભાડે લીધું છે, જેનું તેઓ દર અઠવાડિયે 50 હજાર પાઉન્ડ (અંદાજે 50 લાખ રૂ.) ભાડું ચૂકવશે. અગાઉ તેમણે લંડનમાં સુબ્રતો રોયની ગ્રોસવેનર હાઉસ હોટલ ખરીદવા પણ રસ દાખવ્યો હતો. તેમની પાસે 35થી વધુ લક્ઝરી અને ક્લાસિક કાર્સનું કલેક્શન હોવાનું કહેવાય છે.

હોર્સ રેસિંગથી વેક્સિન કિંગ સુધી
સીરમ કંપનીનો પાયો 1966માં સાયરસ પૂનાવાલાએ નાખ્યો હતો. તેઓ કંપનીના ચેરમેન છે. તેમનો પરિવાર અગાઉ હોર્સ રેસિંગ સાથે જોડાયેલો હતો પણ જ્યારે એવું લાગ્યું કે તે લાંબું નહીં ચાલે તો કાર પ્રોડક્શનમાં હાથ અજમાવ્યો. જોકે, તેમાં રોકાણ બહુ વધારે હતું. તેથી તે પડતું મૂક્યું. અદાર તેમનું એકમાત્ર સંતાન છે. અદારની પત્ની નતાશા સીરમની એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે. તે ફેશન આઇકન પણ છે. તેમને બે દીકરા છે. સાયરસ અને ડેરિયસ.

અદારે આ રીતે બિઝનેસ વધાર્યો
2001માં અદારે લંડનની વેસ્ટમિન્સ્ટર યુનિ.માંથી મેનેજમેન્ટમાં બેચલર ડિગ્રી મેળવ્યા બાદ કંપની જોઇન કરી.
2011માં તેઓ સીરમના સીઇઓ બન્યા. ત્યારે કંપની 35 દેશમાં વેક્સિન એક્સ્પોર્ટ કરતી હતી. આં.રા. બજાર, ઉત્પાદનો પર ધ્યાન આપ્યું.
2011માં જિનિવા વિશ્વ સ્વાસ્થ્ય સભામાં ‘વેક્સિન હીરો’ તરીકે સાઇરસની પ્રશંસા કરાઇ.
2012માં નેધરલેન્ડની બાયોએન્જિનિયરિંગ તથા ફાર્મા કંપની બીથોવન બાયોલોજિકલને ટેકઓવર કરી હતી.
2020માં કંપની 100થી વધુ દેશોમાં પ્રોડક્ટ્સ એક્સપોર્ટ કરતી હતી. કંપનીની 85%થી વધુ રેવન્યૂ વિદેશમાંથી આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો