વાંચો શું શું થવાનું હતું ડ્રગ પાર્ટીમાં?:એક્ટ્રેસ સાગરિકા શોનાએ કહ્યું, હું પણ જવાની હતી આ પાર્ટીમાં, ટિકિટ 80 હજારથી એક લાખ રૂપિયા નક્કી કરાઈ હતી

મુંબઈ24 દિવસ પહેલા
  • સાગરિકાએ પિતૃ પક્ષના પગલે આ પાર્ટીમાં જવાનું ટાળ્યું હતું
  • જાણીતા એક્ટરના પુત્રને ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યો હતોઃ સૂત્ર

મોડલ અને એક્ટ્રેસ સાગરિકા શોનાએ ક્રૂઝ શીપ કાર્ડેલિયા ધ ઈમ્પ્રેસમાં થયેલી પાર્ટીની ટિકિટ અંગે ઘટસ્ફોટ કર્યો છે. તેણે જણાવ્યું કે પાર્ટીના ઓર્ગેનાઈઝરે આ માટેની ટિકિટ 80 હજારથી એક લાખ રૂપિયા રાખી હતી. ઉલ્લેખનીય છે કે શીપ મુંબઈથી ગોવા જવા માટે શનિવારે રવાના થઈ હતી. જોકે આ શીપમાં નાર્કોટ્રીક્સ કન્ટ્રોલ બોર્ડ બ્યુરો (NCB)એ રેડ કરી હતી અને વિવિધ પ્રકારનું પ્રતિબંધિત ડ્રગ્સ પકડ્યું હતું.

પેરેન્ટ્સની સલાહ માનતા બચી ગઈ સાગરિકા
સાગરિકાએ વધુમાં જણાવ્યું કે આ પાર્ટી માટે તેનો એક મિત્ર બુધવારે જ ટિકિટ ખરીદવાનો હતા અને બંને શનિવારે મુંબઈથી ગોવા જઈ રહેલા આ ક્રુઝમાં જવાના હતા. તે માટે સંપૂર્ણ આયોજન પણ થઈ ગયું હતું. જોકે સાગરીકાના વાલીએ હાલ પિતૃ પક્ષનો સમયગાળો ચાલતો હોવાના કારણે આ સમય દરમિયાન પ્રવાસ ટાળવાનું જણાવ્યું હતું. તેને ઘરમાંથી વધુમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે આ સમગગાળા દરમિયાન ધાર્મિક હિન્દુઓ કોઈ પણ પ્રકારની નવી પ્રવૃતિ કે બિઝનેસની શરૂઆત કરતા નથી. બાદમાં સાગરીકાએ આ સમગ્ર વાતને તેના ફ્રેન્ડને કહીને ક્રૂઝ ટ્રીપનું આયોજન અટકાવી દીધુ હતું.

ત્રણ દિવસના પ્રવાસે હતુ શીપ
આ શીપ ત્રણ દિવસના પ્રવાસે હતુ. ક્રૂઝ મુંબઈથી શનિવારે બપોરે 2 કલાકે રવાના થવાનું હતું અને 4 ઓક્ટોબર સવારે 10 વાગ્યે પરત આવવાનું હતું. પ્રાપ્ત માહિતી મુજબ આ ક્રૂઝ ભારતીય કંપની કાર્ડેલિયાનું છે. તેમાં ફેશન ટીવી ઈન્ડિયા અને દિલ્હીની નમાસ્કેરી એક્સપિરિયન્સે ક્રે અક્ર નામથી એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. NCBના નિશાના પર આયોજક પણ છે અને ઝડપથી તેમના નિવેદન પણ લેવામાં આવશે.

શીપ પર શું-શું થવાનું હતું?

  • પ્રથમ દિવસે ક્રૂઝ પર મિયામી સ્થિત ડિજે સ્ટેન કોલવની સાથે-સાથે ડિજે બુલ્જઆઈ, બ્રાઉનકોટ અને દીપેશ શર્માનું મ્યુઝીકલ પરફોર્મન્સ થવાનું હતું.
  • બીજા દિવસે બપોરે 1 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી ફેશન ટીવીએ પૂલ પાર્ટીનું આયોજન કર્યું હતું. પુલ પાર્ટી દરમિયાન આઈવરી કોસ્ટના ડીજે રાઉલના ભારતીય ડીજે કોહરા અને મોરક્કન કલાકાર કાયજાની સાથે પરફોર્મ કરવાના હતા. રાતે 8 વાગ્યા પછી એફટીવી મહેમાનો માટે શેંપેન ઓલ-બ્લેક પાર્ટીનું આયોજન કરવાના હતા. રાતે 10 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી HOSH સ્પેશ મોશન અને બાકીના કલાકાર એક ઈલેક્ટ્રોનિક મ્યુઝિક પ્રોગ્રામ પરફોર્મ કરવાના હતા.
  • ત્રીજા દિવસે એટલે કે 4 ઓક્ટોબરે સવારના 10 વાગ્યે શીપ મુંબઈ પરત આવવાની હતી.

જાણીતા એક્ટરના પુત્રને ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યો હતો
NCBએ શનિવારે રાતે મુંબઈથી ગોવા જઈ રહેલી એક ક્રૂઝ શીપ પર ચાલી રહેલી ડ્રગ્સ પાર્ટીમાં રેડ કરી હતી. રેડ દરમિયાન NCBએ 10 લોકોની ધરપકડ કરી છે. તેમાં એક જાણીતા એક્ટરનો પુત્ર પણ સામેલ છે. સૂત્રોના જણાવ્યા મુજબ એક્ટરના પુત્રએ પુછપરછ દરમિયાન જણાવ્યું છે કે તેને આ પાર્ટીમાં વીઆઈપી ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યો હતો. એક્ટરના પુત્ર પાસેથી ક્રૂઝ પર આવવા માટે કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવી નહોતી. એક્ટરના પુત્રએ જણાવ્યું છે કે ક્રૂઝ પર તેના નામનો ઉપયોગ કરીને અન્ય લોકોને બોલાવવામાં આવ્યા હતા.

NCBને ગેસ્ટના રૂમમાંથી મળ્યા પેપર રોલ
આ મામલામાં એક મોટી બાબત પ્રકાશમાં આવી છે. એવું કહેવાઈ રહ્યું છે કે પાર્ટીમાં જે પણ લોકો સામેલ થયા હતા, તેમને પેપર રોલ આપવામાં આવ્યા હતા. રેડ દરમિયાન NCBને મોટાભાગના રૂમમાંથી પેપર રોલ મળ્યા છે. પેપર રોલન જોઈન્ટ પેપર પણ છે.

ક્રૂઝમાં કઈ રીતે પહોંચ્યું ડ્રગ્સ
એક અધિકારીના જણાવ્યા મુજબ ​​​​

  • લોકો પોતાના પેન્ટની સિલાઈમાં
  • મહિલાઓ પર્સના હેન્ડલમાં
  • અન્ડરવિયરની સિલાઈવાળા હિસ્સામાં
  • કોલરની સિલાઈમાં છુપાવીને ક્રૂઝ પર ડ્રગ્સ લઈને ગયા હતા.

કાર્યવાહી અંગે શું કહ્યું કાર્ડેલિયા ક્રૂઝે
આ અંગેના અહેવાલો પછી ક્રૂઝના અધ્યક્ષ અને સીઈઓ જુર્ગન બોલોમે આ મામલાની માહિતી આપતા કહ્યું કે નાર્કોટિક્સ વિભાગને કેટલાક મુસાફરોના સામાનમાંથી દવાઓ મળી છે. તે મુસાફરોને કોર્ડેલિયાએ તાત્કાલિક ઉતારી દીધા છે. ક્રૂઝના અધ્યક્ષે વધુમાં કહ્યું કે મુસાફરોની પાસેથી દવાઓ મળ્યા પછી બાકીના મહેમાનોને સ્ટેજ શો, અલગ-અલગ પ્રકારની ખાવાની ચીજે, ગરબા ડાન્સ, જહાજ પર થનારા અન્ય પ્રોગ્રામ સહિત તમામ પ્રકારની સુવિધા મળવામાં વિલંબ થયો. તેના માટે કાર્ડેલિયાએ અન્ય મહેમાન પરિવારોની માંફી માંગી.

અન્ય સમાચારો પણ છે...