પશ્ચિમ બંગાળ:PMને પગે લાગવા આગળ વધ્યા કાર્યકર્તા, નરેન્દ્ર મોદી તેમને પ્રણામ કરી પગે લાગ્યા

7 મહિનો પહેલા

પશ્ચિમ બંગાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી રેલીમાં એક અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું. કાંઠીમાં સ્ટેજ પર એક કાર્યકર્તાં મોદીને પગે લાગી આગળ વધી ગયાં, આ પછી મોદીએ પણ તે કાર્યકર્તાને પ્રણામ કર્યું અને પગે લાગ્યાં હતાં. આ વીડિયો ભારતીય જનતા પાર્ટીએ તેમના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી લખ્યું કે, સંસ્કારનો ભાવ. આ ઉપરાંત વધુમાં એમ પણ લખ્યું કે, ભાજપ એક એવું સુસંસ્કૃત સંગઠન છે, જેમાં કાર્યકર્તાઓમાં એકબીજા પ્રત્યે સમાન સંસ્કારની ભાવના રહે છે.

અન્ય સમાચારો પણ છે...