તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂત આંદોલન ભડકાવવાનો આરોપ:‘ટૂલકિટ’ કેસમાં એક્ટિવિસ્ટ દિશા રવિની ધરપકડ કરાઈ

નવી દિલ્હી16 દિવસ પહેલા
 • કૉપી લિંક

કેન્દ્રીય કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલન ભડકાવનારી ‘ટૂલકિટ’ સોશિયલ મીડિયા પર શેર કરવાની આરોપી એક્ટિવિસ્ટ દિશા રવિ (21)ની ધરપકડ કરાઈ છે. દિલ્હી પોલીસ સાયબર સેલે તેની શનિવારે ધરપકડ કરી હતી. ત્યાર પછી દિલ્હીની પતિયાલા હાઉસ કોર્ટે તેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ કેસની પ્રાથમિક તપાસમાં પોલીસને માલુમ પડ્યું હતું કે, આ ટૂલકિટના તાર ખાલિસ્તાન સમર્થક જૂથ ‘પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશન’ સાથે સંકળાયેલા છે.

પોલીસે કોર્ટમાં દલીલ કરી હતી કે, આ આંદોલનને ભડકાવવું તે ભારત સરકાર વિરુદ્ધ મોટા કાવતરાનો હિસ્સો હતું. બીજી તરફ, દિશા કોર્ટમાં ભાંગી પડી હતી. તેણે કહ્યું કે, આ ટૂલકિટ મેં તૈયાર નહોતી કરી. ત્રીજી ફેબ્રુઆરીએ મેં તેમાં બે લીટી એડિટ કરી હતી.

સ્વીડિશ પર્યાવરણ કાર્યકર ગ્રેટા થનબર્ગે આ ટૂલકિટ શેર કરી હતી. જાણીતી પર્યાવરણ કાર્યકર ગ્રેટા થનબર્ગે ટ્વિટર પર આ ટૂલકિટ શેર કરી હતી. આ ટૂલકિટમાં દાવો કરાયો હતો કે, ભારતમાં ખેડૂતોની સ્થિતિ અત્યંત ખરાબ છે. હાલની સરકારનો માનવાધિકાર ઉલ્લંઘનનો રેકોર્ડ પણ ઘણો ખરાબ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો