• Gujarati News
  • National
  • Active Cases Less Than 2 Lakh, Vaccine Close To 100 Crore, New Cases Lowest In 229 Days And Mortality Below 150

કોરોના વિરુદ્ધ રાહતના 4 સમાચાર:એક્ટિવ કેસ 2 લાખથી ઓછા, રસી 100 કરોડની નજીક, નવા કેસ 229 દિવસમાં સૌથી ઓછા અને મૃત્યુઆંક 150થી નીચે

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
તહેવારોની સિઝન આવતાં જ બજારોમાં લોકોની ભીડ ઊમટી રહી છે. આ તસવીર સુરતના બજારની છે. - Divya Bhaskar
તહેવારોની સિઝન આવતાં જ બજારોમાં લોકોની ભીડ ઊમટી રહી છે. આ તસવીર સુરતના બજારની છે.
  • દિવાળી-નવા વર્ષે સર્ક રહીશું તો કેસ હજુ ઘટશેઃ ડૉ. ગુલેરિયા
  • કોરોના 5 રાજ્યો સુધી સીમિત, 85% કેસ ત્યાં, કોરોનાકાળમાં મુંબઈમાં પહેલીવાર એક પણ મોત નહીં

કોરોના વિરુદ્ધ રવિવારે ચાર સારા સમાચાર આવ્યા. પહેલા. દેશમાં એક્ટિવ કેસ બે લાખથી ઓછા થઈ ગયા. 218 દિવસમાં પહેલીવાર એક્ટિવ કેસની સંખ્યા બે લાખથી નીચે આવીછે. કોરોના પિક પર હતો, ત્યારે એક્ટિવ કેસ 20 લાખ સુધી પહોંચી ગયા હતા. બીજા- દેશમાં કુલ રસીકરણનો આંકડો 100 કરોડને પાર થઈ ગયો છે.

રવિવાર સુધી દેશમાં 97.74 કરોડ લોકોને રસી અપાઈ ચૂકી છે. ત્રીજા- દેશમાં 14,446 નવા કેસ આવ્યા છે, જે 229 દિવસનો સૌથી નીચો આંકડો છે. શનિવારની તુલનામાં રવિવારે 11.5% કેસ ઘટ્યા છે. ચોથા- દેશમાં કોરોનાનો મૃત્યુઆંક પણ 150થી નીચે આવી ગયો છે. 15 માર્ચ પછી એક દિવસમાં કોરોનાથી થતા મૃત્યુનો આ સૌથી નીચો આંકડો છે. આ ઉપરાંત રવિવારે મુંબઈમાં કોરોનાનો મૃત્યુઆંક શૂન્ય નોંધાયો છે. કોરોનાકાળમાં પહેલીવાર આવા સુખદ સમાચાર મળ્યા છે. આ અગાઉ 26 માર્ચ 2020ના દિવસે કોરોનાથી મોતનો આંકડો શૂન્ય રહ્યો હતો.

આ ચારેય સંકેત એટલે શુભ છે કે, દેશમાં ઓગસ્ટથી સતત લોકો તહેવારોની ઉજવણીઓમાં સામેલ રહ્યા છે. રક્ષાબંધનથી લઈને જન્માષ્ટમી, નવરાત્રિમાં પણ લોકો ખુલીને બહાર નીકળ્યા છે. બજારો સંપૂર્ણપણે ખૂલી ચૂક્યા છે. તમામ ગતિવિધિ કોરોના પહેલા થતી હતી, એવી જ રીતે થઈ રહી છે. આમ છતાં, નવા કેસમાં વધારો નથી થયો તે આશ્ચર્યજનક છે. તેનો અર્થ એ છે કે, દેશ કોરોના મુક્તિની દિશામાં આગળ વધી રહ્યો છે. જોકે, દિલ્હી એઈમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા કહે છે કે, ઉતાવળમાં કોઈ પણ પરિણામ પર પહોંચવું ના જોઈએ. આપણે દિવાળી, નવા વર્ષનો ઉત્સાહ પૂરો થાય તેની રાહ જોવી જોઈએ. ફેબ્રુઆરી સુધી આ સ્થિતિ રહેશે તો આપણે ચોક્કસ એવું કહી શકીશું કે, હવે દેશ કોરોનાના સંકટમાંથી બહાર આવી રહ્યો છે.

85.76% કેસ 5 રાજ્યમાં, કેરળમાં 56% કેસ
આરોગ્ય વિભાગના મતે, હવે કોરોના પાંચ રાજ્ય પૂરતો સીમિત છે. દેશમાં આવેલા નવા કેસમાં 85.76% કેસ પાંચ રાજ્યમાં છે. માત્ર કેરળમાં 56% એટલે કે 7955, મહારાષ્ટ્રમાં 1553, તામિલનાડુમાં 1233, મિઝોરમમાં 948 અને બંગાળમાં 443 કેસ છે. આ ઉપરાંત મૃતકાંક 144 છે.

હવે એક્ટિવ કેસ 0.57%, જે કોરોનાકાળમાં સૌથી ઓછા
રિકવરી રેટ પણ સુધરીને 98.1% થયો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે. દેશમાં એક્ટિવ કેસ ફક્ત 0.57% છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછો છે. રવિવારે એક્ટિવ કેસ ઘટીને 1,95,846 થયા હતા.

પોઝિટિવિટી રેટ 114થી 3%થી ઓછો યથાવત્
સાપ્તાહિક પોઝિટિવિટી રેટ હવે 1.42% છે, જ્યારે દૈનિક રેટ 1.29% છે. તે પણ 48 દિવસથી 3%થી નીચે છે. તેનો અર્થ એ છે કે, સંક્રમણની ગતિ કાબૂમાં છે.

દેશભરમાં 100 કરોડ ડોઝની ઉજવણી થશે
કેન્દ્ર સરકારે કોરોના વેક્સિનેશનના 100 કરોડ ડોઝની ઉજવણી મોટા પાયે કરવાની તૈયારી કરી લીધી છે. આ માટે કૈલાસ ખેરના અવાજમાં એક ‘વેક્સિન સોંગ’ પણ તૈયાર કરાવાયું છે. દેશમાં રવિવાર સુધી 97 કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. હવે આ આંકડો જેવો 100 કરોડનો આંકડો પાર કરશે, ત્યારે દેશભરના જાહેર સ્થળોએ એકસાથે આ થીમ સોંગ સંભળાશે. આ થીમ સોંગના શબ્દો છે- ‘ટીકે સે બચા હૈ દેશ ટીકે સે... ટીકે સે બચેગા દેશ ટીકે સે...’

અન્ય સમાચારો પણ છે...