તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Activa Was Hit By A Biker While Taking A Turn On Three Roads, The Three Youths Jumped Up To 50 Feet And Fell On The Road

હૈદરાબાદ:ત્રણ રસ્તા પર ટર્ન લેતાં એક્ટિવાને બાઇકચાલકે ટક્કર મારી, ત્રણેય યુવક 50 ફૂટ સુધી ઉલળીને રોડ પર પછડાયા

એક મહિનો પહેલા

હૈદરાબાદના શમીરપેટ વિસ્તારમાં એક શૉકિંગ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં ત્રણ રસ્તા પર ટર્ન લઈને સામેના રોડ તરફ જતાં એક્ટિવાને બાઇકચાલક ટક્કર મારી દે છે. આ સમગ્ર ઘટના રોડ પર લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ત્રણ રસ્તા પર એક્ટિવાચાલક સામેના રોડ તરફ જવા ટર્ન લઈ રહ્યો છે. એટલામાં અચાનક ફુલસ્પીડમાં બાઇકચાલક આવે છે અને એક્ટિવાને ટક્કર મારી દે છે. આ સાથે જ ત્રણેય અંદાજે 50 ફૂટ સુધી ઉલળીને પછડાય છે. મહત્ત્વનું છે કે, આ અકસ્માતમાં એક્ટિવામાં પાછળ બેઠેલા યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે અને બંને ચાલક યુવક ઘાયલ થયાં છે. પોલીસે આ અકસ્માત અંગે એક્ટિવાચાલક અને બાઇકચાલક સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...