હૈદરાબાદ:યૂ-ટર્ન લેતી કાર સાથે અથડાઈ એક્ટિવા, યુવતી બોનેટ પરથી ઉલળીને પટકાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હૈદરાબાદ સિટી પોલીસે શૅર કરેલા CCTV ફૂટેજ ખુબ જ વાઇરલ થઈ રહ્યા છે. આ CCTV ફૂટેજ એક રોડ એક્સિડેન્ટના છે, જેમાં એક્ટિવાચાલક યુવતીનો બચાવ થાય છે. CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, રોડ પર કાર યૂ-ટર્ન લઈ રહી છે અને આ સમયે એક્ટિવા પહોંચી જાય છે. આ સાથે જ એક્ટિવા કાર સાથે ટકરાતાં યુવતી ઉલળીને બોનેટ પરથી રોડ પર પટકાય છે. રોડ પર માથું અથડાયું હોવા છતાં યુવતી તરત જ ઉભી થઈ જાય છે. હેલમેટને કારણે યુવતીનો ચમત્કારિક બચાવ થતાં પોલીસે આ ફૂટેજ શૅર કરીને લોકોને ટૂ વ્હીલર ચલાવતી વખતે હેલમેટ પહેરવા અપીલ કરી છે.